ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સ્વામીનારાયણ વિદ્યા મંદિર (બીએપીએસ) ખાતે જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્રારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી આયોજિત સીપીઆર તાલીમ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લાના માધ્યમિક તેમજ ઉચ્છતર માધ્યમિક શિક્ષકો (એલ ટી સી) પછીનો મહત્વનો પ્રશ્ન જિલ્લા શિક્ષણ અધિકારીના એક વર્ષના કાર્યકાળ દરમ્યાન તમામ શિક્ષકોને સળંગ નોકરી નોકરી ગણી પૂરા પગાર મા અંદાજિત 800 શિક્ષકોને તેમનો લાભ મળવા બદલ જુનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી ભાવસિંહ વાઢેરને જિલ્લાના તમામ શિક્ષકોની હાજરીમા સન્માન જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્રારા કરેલ છે તેમ જુનાગઢ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ નિલેશભાઈ સોનારાની યાદીમા જણાવેલ છે.