By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પણ રેવડી!
    11 hours ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    1 day ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    1 day ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    11 hours ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    11 hours ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    11 hours ago
    ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને ફેટ અંગેની ચેતવણી સ્પષ્ટ અને મોટી આપવા ગ્રાહકોનો મત
    11 hours ago
    ભારતીયોમાં ફરવાનો નવો ટ્રેન્ડ ખાસ કારણ વિના માત્ર ‘મૂડ’ થતાં જ મુસાફરી
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 35 લાખ યુઝર્સ સાથે ‘ભારત ટેક્સી’ વિશ્ર્વની સૌથી મોટી મોબિલિટી સહકારી સંસ્થા બની
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > 35 લાખ યુઝર્સ સાથે ‘ભારત ટેક્સી’ વિશ્ર્વની સૌથી મોટી મોબિલિટી સહકારી સંસ્થા બની
રાજકોટ

35 લાખ યુઝર્સ સાથે ‘ભારત ટેક્સી’ વિશ્ર્વની સૌથી મોટી મોબિલિટી સહકારી સંસ્થા બની

Khaskhabar Editor
Last updated: 2026/05/28 at 4:12 PM
Khaskhabar Editor 4 months ago
Share
6 Min Read
SHARE

ભારત ટેક્સીના કારણે 6 લાખ ડ્રાઇવર્સની આવકમાં 30% વધારો જ્યારે મુસાફરોને 15%ની બચત થઈ

5 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા લોન્ચ કરવામાં આવેલું પ્લેટફોર્મ ટેક્નોલોજી અને માનવીય ગરિમાના સંગમનું વૈશ્વિક ઉદાહરણ બન્યું

- Advertisement -

અમદાવાદ અને સુરત બાદ હવે ભારત ટેક્સી ટૂંક સમયમાં વડોદરામાં પોતાની સેવાઓ શરૂ કરશે

ભારત ટેક્સીમાં ડ્રાઇવર્સ કોઈ કંપનીના કર્મચારી નથી પરંતુ પોતે જ આ સંસ્થાના માલિક

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28

- Advertisement -

સામાન્ય રીતે જ્યારે પણ ‘સહકારિતા’ શબ્દનો ઉલ્લેખ થાય, ત્યારે સૌને અમૂલની દૂધ ક્રાંતિ યાદ આવે છે. પરંતુ, આજે ગુજરાતની સડકો પર એક નવી ડિજિટલ ક્રાંતિ દોડી રહી છે જેનું નામ છે ‘ભારત ટેક્સી’. આ માત્ર એક સામાન્ય ઍપ નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના સપનાને સાકાર કરતી એ હજારો ડ્રાઈવરોની ગાથા છે, જે હવે કોઈ ખાનગી કંપનીના કર્મચારી નહીં, પણ આ મોબિલિટી પ્લેટફોર્મના સ્વયં માલિક છે. ચાલુ વર્ષે 5 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ અનોખી પહેલ ટેક્નોલોજી અને માનવીય ગરિમાના સંગમનું વિશ્વનું સૌથી મોટું ઉદાહરણ બની રહી છે. હાલમાં આ પ્લેટફોર્મ સાથે દેશભરમાં 35 લાખથી વધુ યુઝર્સ અને 6 લાખથી વધુ ડ્રાઇવર્સ જોડાઈ ચૂક્યા છે. ભારત ટેક્સીના ચેરમેન અને અમૂલના એમડી જયેન મહેતાના મતે આ પરિવર્તન એક મોટી ક્રાંતિ સમાન છે. તેમણે જણાવ્યું કે, ભારત ટેક્સીએ ડ્રાઇવર-ઓન્ડ મોડલને વાસ્તવિકતા બનાવીને એ સુનિશ્ચિત કર્યું છે કે, રાઇડની 100% કમાણી કોઈપણ કપાત વિના સીધી ડ્રાઇવરો સુધી પહોંચે. આજે તે દુનિયાની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ તરીકે ઊભરીને ડ્રાઇવરોના સ્વાભિમાનને વધારી રહી છે, સાથે જ ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝનનો વૈશ્વિક સ્તરે એક નવો બેન્ચમાર્ક પણ સ્થાપિત કરી રહી છે. મોબિલિટી ક્ષેત્રમાં અત્યાર સુધી ડ્રાઇવરો માટે સૌથી મોટી મુશ્કેલી ભારે કમિશન અને અનિશ્ચિત આવક રહી છે. પરંતુ ‘ભારત ટેક્સી’એ આ જૂની પેટર્નને બદલી નાખી છે. અહીં કોઈ વચેટિયા કે કોર્પોરેટ નથી, પરંતુ ડ્રાઇવર્સ જ આ કોઓપરેટિવના સ્ટેકહોલ્ડર્સ છે. તેનો સીધો પ્રભાવ પાયાના સ્તરે જોવા મળી રહ્યો છે. આ પ્લેટફોર્મમાં જોડાયા પછી, એક સરેરાશ ડ્રાઇવરની માસિક આવક 25% થી 30% વધી છે. આ આંકડો ફક્ત કમાણીનો નહીં, પરંતુ એ હજારો પરિવારોની સમૃદ્ધિનો દસ્તાવેજ છે, જેઓ હવે પરંપરાગત એગ્રીગેટર મોડલથી બહાર નીકળી રહ્યા છે. ડ્રાઇવરોના જીવનમાં આવેલા આ બદલાવ અંગે ડ્રાઇવર પ્રવીણ ઠાકોર કહે છે કે, અન્ય કંપનીઓ સાથે કામ કરવું હવે ફાયદાકારક રહ્યું ન હતું. પરંતુ, ‘ભારત ટેક્સી’ સાથે જોડાયા પછી અમને વધુ સારો રેટ અને પ્રતિસાદ મળી રહ્યા છે. આ મોડલ સાથે જોડાઈને કોઈપણ ડ્રાઇવર સારી કમાણી કરીને પોતાના પરિવારનું ભવિષ્ય સુરક્ષિત બનાવી શકે છે. બીજી તરફ, ભારત ટેક્સી ફક્ત ડ્રાઇવર્સની આવક વધારવા સુધી સીમિત નથી, પરંતુ તેણે ‘પેસેન્જર એક્સપીરિયન્સ’ને પણ નવો આયામ આપ્યો છે. ખાનગી એગ્રીગેટર પ્લેટફોર્મ્સમાં ઘણીવાર ડાયનેમિક પ્રાઇસિંગને કારણે ફેરમાં ભારે અનિશ્ચિતતા રહેતી હોય છે. જો કે, ભારત ટેક્સીએ આ માળખું સ્થિર અને પારદર્શક રાખ્યું છે. આનો મુસાફરોને સીધો ફાયદો થઈ રહ્યો છે અને તેઓ સરેરાશ 15% ઓછું ભાડું ચૂકવી રહ્યા છે. ગ્રાહકો અને ડ્રાઇવરોના આ ’વિન-વિન’ મોડલ અંગે ડ્રાઇવર જનક બારોટ કહે છે કે, “અહીં શૂન્ય કમિશન છે અને ચૂકવણી સીધી અમારા ખાતામાં થાય છે; અમને એક માલિક હોવાનો અનુભવ થાય છે. અન્ય કંપનીઓ ₹30/કિમી ભાડું વસૂલે છે, જેની સરખામણીમાં અમે ગ્રાહકો પાસેથી ₹17-18 ભાડું લઈ રહ્યા છીએ, જે તેમના માટે પણ ફાયદાકારક છે. ભવિષ્યમાં સંસ્થાના વિસ્તરણ સાથે અમને પેન્શન અને વીમા જેવી યોજનાઓનો લાભ પણ મળશે.” ગુજરાતમાં 1 લાખ સહિત દેશભરમાં 6 લાખથી વધુ ડ્રાઇવરો અને 35 લાખથી વધુ ઍપ ડાઉનલોડ્સની સાથે ભારત ટેક્સી ઝડપથી એક મજબૂત રાષ્ટ્રીય પ્લેટફોર્મ બની રહી છે. અમદાવાદ અને સુરતમાં જબરદસ્ત સફળતા મેળવ્યા પછી, હવે વડોદરા આ કંપનીના વિસ્તારનું આગામી મુખ્ય કેન્દ્ર છે. પોતાની જમીની સ્તરની હાજરીને વધુ મજબૂત કરવા માટે ઈંઝ પાર્ક, હાઉસિંગ સોસાયટીઓ અને એરપોર્ટ જેવા ઉચ્ચ આવાગમનવાળા વિસ્તારોમાં વપરાશકર્તાઓ સાથે સીધા જોડાવા માટે કંપની ‘બિલો ધ લાઇન’ (ઇઝક)ની વ્યૂહરચના અપનાવી રહી છે, જે તેને એક જનકેન્દ્રિત બ્રાન્ડ બનાવે છે. અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રેસિડેન્ટ અજય કુમાર ગુપ્તાએ આ સરળ પ્રક્રિયા અંગે જણાવ્યું કે, ગ્રાહકોને એ બાબત ખૂબ આકર્ષિત કરે છે કે, આ ‘આપણા ભારતની કંપની’ છે અને તેમાં ડ્રાઇવરો પાસેથી કોઈ કમિશન લેવામાં નથી આવતું. તમામ ડ્રાઇવરોને મારી અપીલ છે કે તેઓ આની સાથે જોડાય. આની પ્રક્રિયા એટલી સરળ છે કે, એપ્લિકેશન પર દસ્તાવેજો સબમિટ કર્યાના માત્ર 12 જ કલાકમાં મંજૂરી મળી જાય છે. સેવા ઉપરાંત મુસાફરોની સુરક્ષા માટે પણ આ પ્લેટફોર્મ અભેદ્ય બન્યું છે. સલામતી અને ટેક્નોલોજીના અજોડ મિશ્રણ તરીકે ગુજરાત પોલીસ સાથે તેનું સીધું જઘજ સંકલન (ઇન્ટિગ્રેશન) કરવામાં આવ્યું છે, જે મુસાફરો અને ડ્રાઇવરો માટે ’સુરક્ષા કવચ’ તરીકે કાર્ય કરે છે. વધુમાં, સોમનાથ અને દ્વારકા જેવા પવિત્ર યાત્રાધામો માટે એક સમર્પિત રૂટ કનેક્ટિવિટીના કારણે ભારત ટેક્સી માત્ર શહેરી પરિવહન સુધી સીમિત ન રહેતા, શ્રદ્ધાળુઓની આસ્થા અને વિશ્વાસની સારથિ પણ બની ગઈ છે. સેવાની ગુણવત્તા અને વ્યવસાયિકતા જાળવી રાખવા માટે અત્યાર સુધીમાં 10,000થી વધુ ડ્રાઇવરોને ડિજિટલ સાક્ષરતા અને સોફ્ટ સ્કિલ્સની વ્યાપક તાલીમ આપવામાં આવી છે. મેટ્રો, ૠજછઝઈ (એસ.ટી.) અને એરપોર્ટ ઓથોરિટી સાથેની તેની ’ઇન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ સિસ્ટમ’ એ ગુજરાતમાં મુસાફરીના આખી પદ્ધતિને એક અત્યંત સરળ અને આધુનિક અનુભવમાં પરિવર્તિત કરી દીધી છે.

You Might Also Like

વિજય સખીયાએ ભાજપના કાર્યકર્તા હોવાના પુરાવા સાથે વ્હીપ જાહેર કરી ઢોલરિયા સામે કર્યા ગંભીર આક્ષેપો

આવાસ યોજના અંગેની સ્ફોટક માહિતી RTIથી મંગાતા ખળભળાટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના

જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સિંહોના મૃત્યુ અંગે પરિમલ નથવાણી ચિંતિત: કેન્દ્ર અને રાજ્યના વનમંત્રીને પત્ર લખી રજૂઆત કરી
Next Article ઑનલાઈન બેટિંગ પ્લેટફોર્મ ‘પરીમેચ’ પર ગુજરાત સહિત 17 સ્થળે EDના દરોડા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિજય સખીયાએ ભાજપના કાર્યકર્તા હોવાના પુરાવા સાથે વ્હીપ જાહેર કરી ઢોલરિયા સામે કર્યા ગંભીર આક્ષેપો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
અમરેલીથી લઇ આંતરરાજ્ય સાયબર ફ્રોડ : રાજસ્થાન, મહારાષ્ટ્ર, UP, MPના લોકોએ પણ SD Pay અને apna pay પે એપમા નાણાં રોક્યા હતા
દારૂબંધી વચ્ચે ગુજરાતમાં 100 દિવસમાં સ્ટેટ મોનીટરીંગ સેલના વિદેશી દારૂના 71 દરોડા
પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
શેરબજારમાં આવશે મોટો કડાકો!
ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વિજય સખીયાએ ભાજપના કાર્યકર્તા હોવાના પુરાવા સાથે વ્હીપ જાહેર કરી ઢોલરિયા સામે કર્યા ગંભીર આક્ષેપો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

આવાસ યોજના અંગેની સ્ફોટક માહિતી RTIથી મંગાતા ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?