અરવલ્લી જિલ્લા એસ.પી. શ્રી સંજય ખરાત સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોડાસા વિભાગ દ્વારા પ્રોહી અસરકારક કામગીરી કરવા સુચના આપતા બાયડ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇસ્પેક્ટર શ્રી એન જી ગોહિલ સાહેબ સ્ટાફ સહિત (૧) અ હેડ કોન્સ્ટેબલ સંજય કુમાર મનોજભાઈ (૨) અ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ રતનસિંહ (૩) અ પોલીસ કોન્સ્ટેબલ સુમન કુમાર (૪) આ હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રસિંહ મોહબત સિંહ (૫) ડ્રાઇવર પોલીસ કોસ્ટેબલ અશોકસિંહ બાતમીના આધારે ઉભરાણ થી ગાબટ તરફથી એક મારૂતિ સિયાઝ ગાડી નંબર RJ. 45.CE.5744 વિદેશી દારૂ ભરીને આવતા રસ્તો બ્લોક કરી ગાડી ઉભી રખાવી ને અંદર તપાસ કરતા ગાડીમાંથી પરપ્રાંતીય બનાવટનો વિદેશી દારૂ પાસપોર્ટ સ્કોચ નંગ ૧૨૦ રૂપિયા ૧,૪૪,૦૦૦/- તથા મોબાઇલ નંગ ૨ રૂપિયા ૨૦૦૦/- મારૂતિ સિયાઝ ગાડી ની કિંમત રૂપિયા ૫,૦૦,૦૦૦/- કુલ કિંમત રૂપિયા ૬,૪૬,૦૦૦/- નો મુદ્દામાલ પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. આરોપી (૧) સંજય કુમાર સ/ ઓ શ્રી સરદાર સિંહ અહીર રહેવાસી કો થલ ખુદ તાલુકો જિલ્લા મહેન્દ્રગઢ હરિયાણા.(૨) કૃષ્ણકુમાર સ/ ઓ શ્રી સુમર સિંહ જાટ રહેવાસી વાવડી જાટ તાલુકો નાર નોલ જિલ્લો મહેન્દ્રગઢ હરિયાણા.
- Advertisement -
જગદીશ સોલંકી અરવલ્લી.


