By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    23 hours ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    23 hours ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    2 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    2 days ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    24 hours ago
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    2 days ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    2 days ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    6 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 day ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બાંગ્લાદેશે અદાણીને આપ્યો મોટો ઝટકો: હવે 50 ટકા ઓછી વીજળી ખરીદવાનો નિર્ણય લીધો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > બાંગ્લાદેશે અદાણીને આપ્યો મોટો ઝટકો: હવે 50 ટકા ઓછી વીજળી ખરીદવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીયબિઝનેસ

બાંગ્લાદેશે અદાણીને આપ્યો મોટો ઝટકો: હવે 50 ટકા ઓછી વીજળી ખરીદવાનો નિર્ણય લીધો

Khaskhabar Editor
Last updated: 2024/12/03 at 12:15 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

વિદેશી હૂંડિયામણની અછતનો સામનો કરી રહેલી બાંગ્લાદેશ સરકારે ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીની કંપની પાસેથી હવે 50 ટકા ઓછી વીજળીની ખરીદવાનો મોટો નિર્ણય લીધો છે.

ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીની કંપનીને લઈને બાંગ્લાદેશથી મોટા સમાચાર આવ્યા છે. બાંગ્લાદેશ સરકારે અદાણી પાવર પાસેથી ખરીદેલી વીજળીની માત્રા ઘટાડીને અડધી કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકામાં અદાણી પર લાગેલા કથિત લાંચના આરોપો વચ્ચે બાંગ્લાદેશ સરકારે અદાણી જૂથ સાથેના સોદાની સમીક્ષા કરવાની વાત કરી હતી અને હવે આ મોટો નિર્ણય લીધો છે. જો કે, સરકારે શિયાળાની ઋતુમાં વીજળીની માંગ ઓછી હોવાનું જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે ગૌતમ અદાણી અને તેમની કંપનીએ યુએસમાં લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને સંપૂર્ણપણે ફગાવી દીધા છે.

- Advertisement -

માંગમાં ઘટાડો થવાનું આ એક મોટું કારણ
અહેવાલ મુજબ બાંગ્લાદેશે ગૌતમ અદાણીની પાવર કંપની અદાણી પાવર પાસેથી ખરીદેલી વીજળીને અડધી કરવાનો નિર્ણય લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દેશની સરકારે શિયાળાની મોસમમાં વીજળીની માંગમાં ઘટાડો અને પહેલેથી જ મોટી બાકી લેણી ચૂકવણીમાં વિલંબને કારણે આ મોટો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે અદાણી પાવરે વર્ષ 2017માં બાંગ્લાદેશ સાથે વીજળી સપ્લાય માટે 25 વર્ષનો કરાર કર્યો હતો.

અદાણી પાવરે આ પગલું ભર્યું હતું
કટોકટીગ્રસ્ત બાંગ્લાદેશ વિદેશી હૂંડિયામણની તીવ્ર અછતનો સામનો કરી રહ્યું છે અને તેના બાકી લેણાં ચૂકવવામાં નિષ્ફળ રહ્યું છે. ગૌતમ અદાણીની કંપની અદાણી પાવર પર દેશનું મોટું દેવું છે અને તેને ચૂકવવામાં સતત વિલંબ થઈ રહ્યો છે. આ કારણે 31 ઓક્ટોબરે અદાણી પાવરે બાકી ચૂકવણીમાં વિલંબને કારણે બાંગ્લાદેશને સપ્લાય કરવામાં આવતી વીજળી અડધી કરી દીધી હતી.

બાંગ્લાદેશ બાકી રકમ ચૂકવવાનું ચાલુ રાખશે
રોઇટર્સના અહેવાલમાં સરકારી અધિકારીઓના હવાલાથી કહેવામાં આવ્યું છે કે હવે બાંગ્લાદેશે અદાણી પાવરને હમણાં માટે માત્ર અડધી વીજળી આપવાનું કહ્યું છે, જોકે તે તેના જૂના લેણાં ચૂકવવાનું ચાલુ રાખશે. સરકારી બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ (BPDB)ના ચેરમેન મોહમ્મદ રેઝાઉલ કરીમ કહે છે, ‘જ્યારે અદાણી પાવરે અમારો સપ્લાય કાપી નાખ્યો ત્યારે અમે આશ્ચર્ય અને ગુસ્સે થઈ ગયા. પરંતુ હવે શિયાળામાં વીજળીની માંગ ઘટી છે, અમે તેમને કહ્યું છે કે પ્લાન્ટના બંને યુનિટ ચલાવવાની જરૂર નથી.

- Advertisement -

અહીંથી વીજળી પૂરી પાડવામાં આવે છે
તમને જણાવી દઈએ કે અદાણીની કંપની ભારતના પૂર્વ રાજ્ય ઝારખંડમાં 2 બિલિયન ડોલરના પાવર પ્લાન્ટમાંથી બાંગ્લાદેશને વીજળી સપ્લાય કરે છે. તેના બે એકમો છે, દરેકની ક્ષમતા લગભગ 800 મેગાવોટ છે. બાંગ્લાદેશને વીજળી પહોંચાડવા માટેનો આ 25 વર્ષનો કોન્ટ્રાક્ટ પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની સરકાર દરમિયાન કરવામાં આવ્યો હતો. અદાણીની કંપનીએ તેનો સપ્લાય અડધો કરી નાખ્યા બાદ 1 નવેમ્બરથી એક પ્લાન્ટ બંધ છે.

અદાણીની કંપનીને બાંગ્લાદેશ પાસેથી આટલા રૂપિયાનું લેણું
BPDBના ચેરમેન મોહમ્મદ રેઝાઉલ કરીમના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશે ગૌતમ અદાણીની કંપની અદાણી પાવરને લગભગ $650 મિલિયન (લગભગ રૂ. 5,508 કરોડ)નું દેવું છે. તેમણે કહ્યું કે ગયા નવેમ્બરમાં કંપનીને લગભગ $85 મિલિયન ચૂકવવામાં આવ્યા હતા અને ઓક્ટોબરમાં કંપનીને $97 મિલિયન ચૂકવવામાં આવ્યા હતા. જ્યારે એસ સ્ત્રોતને ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશ પર કંપનીનું દેવું હવે વધીને 900 મિલિયન ડોલર થઈ ગયું છે. અદાણી પાવરે પણ બાંગ્લાદેશના દેવાને ચિંતાનો વિષય ગણાવ્યો છે.

અદાણી પાવર અને બાંગ્લાદેશ
અદાણી પાવર અને બાંગ્લાદેશ: અદાણી પાવર અને બાંગ્લાદેશ સરકાર વચ્ચે વીજ પુરવઠા માટે નવેમ્બર 2017માં એક સોદો થયો હતો. APJL એ 10 એપ્રિલ 2023 થી બાંગ્લાદેશને વીજળી આપવાનું શરૂ કર્યું. આ કરાર હેઠળ અદાણી પાવર આગામી 25 વર્ષ સુધી બાંગ્લાદેશને વીજળી પૂરી પાડશે. અદાણી પવાર ઉપરાંત બાંગ્લાદેશમાં વધુ ત્રણ મોટા પ્લાન્ટ છે જે વીજળીનો સપ્લાય કરે છે. એક પ્લાન્ટ પટુઆખલી જિલ્લાના પાયરા ખાતે છે, જ્યાં દરરોજ 1,244 મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય છે. બીજો રામપાલ પ્લાન્ટ ખુલના વિભાગમાં છે, જ્યાંથી દરરોજ 1,234 મેગાવોટ વીજળી પૂરી પાડવામાં આવે છે. જ્યારે, ત્રીજો બાંસખાલી પ્લાન્ટ ચિત્તાગોંગમાં છે, જ્યાં દરરોજ 1,224 મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય છે.

 

You Might Also Like

નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું

SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી

મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત

નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ

અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ

TAGGED: ADANI, bangladesh, ELECTRICITY
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભગવા વસ્ત્રો પહેરવાનું ટાળો અને તિલક પણ ભૂસી કાઢો: હુમલા બાદ ISKCONની ભક્તોને સલાહ
Next Article K-Dramaના ફેન્સને એક મોટો ઝટકો: 32 વર્ષના સ્ટાર અભિનેતાનું હાર્ટ એટેકથી મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
વેદોના ચિંતન વૈભવને જાણો
ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
150 ફૂટ રિંગ રોડ પર સદગુરુ બંગ્લોઝ પાસેની જૈન સ્વીટ નમકીન & સ્નેક્સમાંથી મકાઇના લોટની 32 કિલો પેટીસનો નાશ કરાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
આંતરરાષ્ટ્રીય

SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
આંતરરાષ્ટ્રીય

મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?