K-Dramaના ફેન્સને એક મોટો ઝટકો લાગ્યો છે. 2 ડિસેમ્બરે સાઉથ કોરિયાના ઊભરતા કે-ડ્રામા અભિનેતા પાર્ક મીન ટાઇટલનું માત્ર 32 વર્ષની ઉંમરે નિધન થયુંછે. આ સમાચાર આવતાની સાથે જ તેમના ફેન્સ શોકાતુર થયા છે. નાની ઉંમરમાં જ તેણે ખૂબ લોકપ્રિયતા મેળવી હતી.
અત્યારની જનરેશમાં સૌથી વધારે પોપ્યુલર હોય તો તે છે K-Drama. કોરિયન ડ્રામાનો આજના યુવાનોમાં ખૂબ ક્રેઝ છે ત્યારે ગઇકાલે સાઉથ કોરિયાના નવા ઊભરતા માત્ર 32 વર્ષીય K-Drama એક્ટરનું હાર્ટ એટેકથી અવસાન થયું છે.
- Advertisement -
અભિનેતાની એજન્સીએ આપ્યા સમાચાર
અભિનેતા પાર્ક મીનની એજન્સી બિગ ટાઈટલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપતા લખ્યું હતું કે, ” પાર્ક મીન જે, જેમને અભિનય સાથે ખૂબ પ્રેમ હતો અને જે હંમેશા પોતાની બેસ્ટ પરફોર્મન્સ આપવાનો પ્રયત્ન કરતાં હતા., તે હવે અમને છોડીને ચાલ્યા ગયા છે. તમે તેમણે જે પ્રેમ અને સમર્થન આપ્યું છે તેના માટે અમે સૌ આભારી છીએ. જો કે હવે આપણે તેમના અભિનયને માણી શકીશું નહીં, પરંતુ અમે હંમેશા તેમને બિગ ટાઈટલના અભિનેતા તરીકે ગર્વથી યાદ કરીશું. તેમના આત્માને શાંતિ મળે”
પાર્ક મીનના અચાનક મૃત્યુનું કારણ
- Advertisement -
પાર્ક મીન જે નું અકાળે અવસાન થયું છે તે સમાચાર 2 ડિસેમ્બરે સામે આવ્યા હતા. તેમના અવસાનની મળતી માહિતી મુજબ સામે આવ્યું છે કે 29 નવેમ્બર 2024 ના દિવસે તેમનું કાર્ડિયાક અરેસ્ટના લીધે નિધન થયું હતું. તેમને હાર્ટ એટેક આવતા ચીન ખાતે તેમનું નિધન થયું છે. અભિનેતાના અંતિમ સંસ્કાર 4 ડિસેમ્બરના રોજ સિઓલ નેશનલ યુનિવર્સિટી હોસ્પિટલમાં થશે અને શોકસભા પણ મિત્રો માટે રાખવામાં આવશે.
પાર્ક મીન જે ની ફિલ્મી યાત્રા
પાર્ક મીન જે એ હજુ કરિયરની શરૂઆત જ કરી હતી પરંતુ તેણે K-Dramaમાં મોટું યોગદાન આપ્યું છે. તેમણે ટુમૉરો, લિટલ વુમન, કૉલ ઈટ લવ, ધ કોરિયા-ખિતાન વૉર જેવી બહુ ચર્ચિત ડ્રામાઓમાં મુખ્ય ભૂમિકા નિભાવી છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર કર્યો યાદ
પાર્ક મીન જેના નાના ભાઈએ તેમની યાદમાં લખ્યું કે, ” મારો પ્રિય ભાઈ હેવ આરામ કરવા માટે દૂર ચાલ્યો ગયો છે. હૂં ઈચ્છું છું કે જેટલા લોકો થઈ શકે તેટલા લોકો મારા ભાઈને યાદ કરે.” બિગ ટાઇટલ એજન્સીના સીઇઓ એ લખ્યું કે, ” એ છોકરો જેણે એમ કહેલું કે તે ચીનથી એક મહિનામાં રજા ગાળીને આવી જશે તે હવે લાંબી મુસાફરી પર જતો રહ્યો છે. પરિવાર માટે આ ખૂબ આઘાતજનક સમય છે”