સોયાબીન તેલમાંથી જ સિંગતેલ, સુરજમુખી તેલ, કપાસિયા તેલ,કોર્ન ઓઇલ બનાવી વેચાણ કરતા
રાજકોટ ગ્રામ્ય એસઓજીએ 2995 કિલો અખાદ્ય તેલનો જથ્થો સીઝ કર્યો : મોટા દડવાના વેપારી સામે કાર્યવાહી
- Advertisement -
રાજકોટ સહીત રાજ્યભરમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ મુક્યા બાદ ભેળસેળ યુક્ત પદાર્થ વેંચતા તત્વો ઉપર કડક કાર્યવાહી કરવાની સૂચના અન્વયે રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે બાતમી આધારે ભોજપરાની સીમમાં આવેલ મુરલીધર પ્રોટીન્સ નામના કારખાનામાં દરોડો પાડી સોયાબીન તેલમાંથી જ સિંગતેલ, સુરજમુખી તેલ, કપાસિયા તેલ,કોર્ન ઓઇલ બનાવી વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે પોલીસે મોટા દડવાના કારખાનેદાર સામે કાર્યવાહી કરી 2995 કિલો અખાદ્ય તેલનો જથ્થો સીઝ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ જિલ્લામાં ભેળસેળયુક્ત અખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરી વેચાણ કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા આપેલી સૂચના અન્વયે રાજકોટ ગ્રામ્ય એસઓજીના પીઆઇ એફ એ પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જી જે ઝાલા, એએસઆઈ વિપુલભાઈ ગુજરાતી, રૂપકભાઈ બોહરા, ક્રિપાલસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ ડોડીયા અને નવદીપભાઈ બાબરીયા સહિતની ટીમે બાતમી આધારે ગોંડલ તાલુકાના ભોજપરા ગામની સીમં આવેલ મુરલીધર પ્રોટીન્સ નામના કારખાનામાં દરોડો પાડ્યો હતો આ સ્થળે મોટા દડવા ગામના કારખાનેદાર જયદેવ પ્રભાતભાઈ ડાંગર દ્વારા સોયાબીન તેલમાંથી જ સિંગતેલ, સુરજમુખી તેલ, કપાસિયા તેલ,કોર્ન ઓઇલ બનાવી વેચાણ કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે પોલીસે આ કારખાનામાંથી સન ગોલ્ડ સન ફ્લાવર તેલ, કિંગ સન ફ્લાવર તેલ, મહારાણી સન ફ્લાવર તેલ અને સોયાબીન તેલ સહીત 2995 કિલો જથ્થો સીઝ કર્યો હતો અને નમૂના લઇ પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી કારખાનેદાર સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.




