By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે
    23 hours ago
    લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
    24 hours ago
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    3 days ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    3 days ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ટીપાં-ટીપાં માટે તરસશે ભારત
    9 minutes ago
    તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા
    1 day ago
    રામના દરબારમાં રાક્ષસો : ચોરી કેસમાં ચંપત રાય, અનિલ મિશ્રા અને ટિન્નુને અયોધ્યાની બહાર ન જવા ચેતવણી
    1 day ago
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    3 days ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    2 hours ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    5 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    6 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    6 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
    23 hours ago
    રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
    23 hours ago
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    3 days ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    6 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: IPOના આયોજન પહેલાં ‘ટી પોસ્ટ’ને ઝટકો: NCLTએ કંપનીની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > IPOના આયોજન પહેલાં ‘ટી પોસ્ટ’ને ઝટકો: NCLTએ કંપનીની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો
રાજકોટ

IPOના આયોજન પહેલાં ‘ટી પોસ્ટ’ને ઝટકો: NCLTએ કંપનીની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો

Khaskhabar Editor
Last updated: 2026/05/08 at 3:51 PM
Khaskhabar Editor 2 months ago
Share
4 Min Read
SHARE

દર્શન દાસાણી વગેરેએ માત્ર 35 લાખમાં સ્પષ્ટ વેલ્યૂએશન વગર બ્રાન્ડ નવી કંપનીમાં તબદિલ કરી હતી

બ્રાન્ડ ટ્રાન્સફર પછી શેર વેંચીને કમાયેલો નફો 3 મહિનામાં મૂળ કંપની ટ્રાન્સફર કરવાનો ઐતિહાસિક આદેશ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) દ્વારા ટી પોસ્ટ બ્રાન્ડના લાંબા સમયથી ચાલતા વિવાદમાં પારદર્શિતા અને કોર્પોરેટ ગવર્નન્સને લગતો એક સીમાચિન્હરૂપ ચૂકાદો આપવામાં આવ્યો છે. એનસીએલટીએ આદેશ કર્યો છે કે નવી કંપનીએ શેરના વેચાણમાંથી મેળવેલો નફો 3 મહિનાની અંદર મૂળ કંપનીને પરત કરવાનો રહેશે, જે તમામ શેરહોલ્ડર્સ વચ્ચે વહેંચાશે.
ઝડપથી વિકસતી બ્રાન્ડ ‘ટી પોસ્ટ’ને લઈને ચાલી રહેલા વિવાદનો હવે અમદાવાદ સ્થિત એનસીએલટી સમક્ષ મહત્ત્વના ચૂકાદા સાથે અંત આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં અરજદાર તરીકે રાજેશ મધુસુદન રાજગુરુ, સ્વ. હરીશ મધુસુદન રાજગુરુ અને તુષાર મધુસુદન રાજગુરુ હતા, જ્યારે સામા પક્ષે (પ્રતિવાદી) દર્શન અનિલભાઈ દસાણી, સ્વ. હસિત અનિલભાઈ દસાણી, સમીર અનિલભાઈ દસાણી તેમજ પરેશ જોષી સહિત અન્ય વ્યક્તિઓ અને કંપનીઓ સામેલ હતી.
ફ્રેન્ચાઈઝી મોડલ દ્વારા દેશભરમાં જબ્બર વિસ્તરણ પામેલી ટી પોસ્ટ બ્રાન્ડે વર્ષ 2015 સુધીમાં 80થી વધુ આઉટલેટ્સ ઊભા કરી લીધા હતા અને આ બ્રાન્ડ મૂળ કંપનીની આવકનો મુખ્ય આધાર બની ગઈ હતી. પરંતુ અરજદારોએ આક્ષેપ કર્યો હતો કે કંપનીના કેટલાક ડિરેકટર્સે મળીને ટી પોસ્ટ બ્રાન્ડ અને તેના સંબંધિત બિઝનેશને માત્ર રૂા. 35 લાખના અત્યંત નીચા મૂલ્યાંકને એક નવી કંપનીમાં ટ્રાન્સફર કરી દીધો હતો. અરજદારોના મતે, આ ટ્રાન્સફરનો નિર્ણય એ સમજણથી સ્વીકારાયો હતો કે નવી કંપની મૂળ કંપનીની સબસિડિયરી તરીકે જ કામ કરશે અને વ્યવસાય પર નિયંત્રણ જળવાઈ રહેશે. જો કે ટ્રાન્સફર બાદ નવી કંપનીએ સમગ્ર બ્રાન્ડ અને બિઝનેસ પર સંપૂર્ણ કબજો જમાવી દીધો, જેથી મૂળ કંપની પોતાની મુખ્ય આવકથી વંચિત રહી ગઈ.
સામા પક્ષે દર્શન દસાણી અને અન્ય પ્રતિવાદીઓએ આ તમામ આક્ષેપો ફગાવતા દલીલ કરી હતી કે આખી પ્રક્રિયા સંપૂર્ણ કાયદાકીય રાહે પૂર્ણ કરવામાં આવી હતી અને એકસ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગમાં યોગ્ય ઠરાવ પસાર કરીને તમામ જરૂરી મંજૂરીઓ લેવાઈ હતી, જેની અરજદારોને સંપૂર્ણ જાણકારી હતી. જો કે સુનાવણી દરમિયાન એનસીએલટીએ બિઝનેસ ટ્રાન્સફરની પારદર્શિતા અને વેલ્યુએશન (મૂલ્યાંકન) પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ટ્રિબ્યુનલના નિરીક્ષણમાં સામે આવ્યું કે આ ટ્રાન્સફર વખતે કોઈ સ્પષ્ટ અને પ્રમાણભૂત વેલ્યુએશન રિપોર્ટ રજૂ કરાયો નહોતો. આ મુદ્દો જ કેસના નિષ્કર્ષમાં સૌથી મહત્ત્વપૂર્ણ સાબિત થયો.
ટ્રાન્સફર પછીની ઘટનાઓ પણ નોંધપાત્ર રહી હતી. ટ્રાન્સફર બાદ નવી કંપનીના શેરહોલ્ડિંગમાં ફેરફાર કરાયા અને થોડા જ સમયમાં તેના શેર ઘણી ઉંચી કિંમતી વેચવામાં આવ્યા. આ પરિસ્થિતિ સાબિત કરે છે કે બિઝનેસનું સાચું બજાર મૂલ્ય ટ્રાન્સફર સમયે દર્શાવેલા 35 લાખના મૂલ્ય કરતાં ઘણું વધારે હતું. એનસીએલટીએ કડક નોંધ લીધી કે કંપનીના ડિરેકટર્સની જવાબદારી શેરહોલ્ડર્સ અને કંપનીના હિતોનું રક્ષણ કરવાની હોય છે, પરંતુ આ કિસ્સામાં લેવાયેલા નિર્ણયોમાં પારદર્શિતા અને ન્યાયના સિદ્ધાંતોનું સંપૂર્ણ પાલન જણાયું નહોતું. વધુમાં, ગ્રુપ કંપની અને સબસિડિયરી કંપની વચ્ચેના નિયમો તથા એસેટ ટ્રાન્સફરની કાયદાકીય જોગવાઈઓનું પણ યોગ્ય પાલન ન થયું હોવાનું ટ્રિબ્યુનલના ધ્યાનમાં આવ્યું હતું.
આ તમામ ગંભીર મુદ્દાઓને ધ્યાને લઈને એનસીએલટીએ અંતિમ આદેશ આપ્યો છે કે નવી કંપનીએ શેરના વેચાણમાંથી જે નફો મેળવ્યો છે તે મૂળ કંપનીને પરત કરવો પડશે. આ રકમ તમામ શેરહોલ્ડર્સ વચ્ચે તેમની હિસ્સેદારીના પ્રમાણમાં વહેંચવાની રહેશે. આ માટે 3 મહિનાની સમયમર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે. કોર્પોરેટ ગવર્નન્સ માટે આ ચૂકાદો અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. તે સ્પષ્ટ કરે છે કે બિઝનેસ ટ્રાન્સફર કે બ્રાન્ડ મૂલ્યાંકન વખતે કાયદાકીય પાલન અને શેરહોલ્ડર્સના હિતોની જાળવણી અનિવાર્ય છે. આ ચૂકાદા બાદ કંપની દ્વારા ભવિષ્યમાં લાવવામાં આવનારા આઈપીઓની પ્રક્રિયા અને આયોજનો પર પણ મોટા સવાલો ઊભા થયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

You Might Also Like

રાજકોટ જિ. પં. પ્રમુખ સંજયભાઈ પીપળીયાનું ચેકિંગઃ કર્મચારીઓને સમયસર આવવા કડક આદેશ

ચટણી-ગ્રેવીથી લઈને અખાદ્ય તેલ સુધી.. 1500 કિલો ઝેર જેવો વાસી ખોરાક ઝડપાયો

શહેરની વિવિધ આંગણવાડી પ્રવેશોત્સવ–૨૦૨૬ની ઉત્સાહભેર ઉજવણી

નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ

રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુવેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી
Next Article ‘બમ્બૈયવાલા કંપની’: મુંબઈના સ્ટ્રીટ ફૂડનો ચટાકો હવે રાજકોટમાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ જિ. પં. પ્રમુખ સંજયભાઈ પીપળીયાનું ચેકિંગઃ કર્મચારીઓને સમયસર આવવા કડક આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
ચટણી-ગ્રેવીથી લઈને અખાદ્ય તેલ સુધી.. 1500 કિલો ઝેર જેવો વાસી ખોરાક ઝડપાયો
શહેરની વિવિધ આંગણવાડી પ્રવેશોત્સવ–૨૦૨૬ની ઉત્સાહભેર ઉજવણી
ટીપાં-ટીપાં માટે તરસશે ભારત
આજથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ
લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ જિ. પં. પ્રમુખ સંજયભાઈ પીપળીયાનું ચેકિંગઃ કર્મચારીઓને સમયસર આવવા કડક આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
રાજકોટ

ચટણી-ગ્રેવીથી લઈને અખાદ્ય તેલ સુધી.. 1500 કિલો ઝેર જેવો વાસી ખોરાક ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
ગુજરાતરાજકોટ

શહેરની વિવિધ આંગણવાડી પ્રવેશોત્સવ–૨૦૨૬ની ઉત્સાહભેર ઉજવણી

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?