– હવે આ વેક્સિનનો નિકાલ કરવામાં આવશે
ભારતમાં કોરોના સંક્રમણ હવે વિદાય લઇ રહ્યું છે અને સરકારે વેક્સિનનો પ્રોગ્રામ પણ પૂરો કર્યો છે તે સમયે દેશમાં સપ્ટેમ્બર માસના અંત સુધીમાં 10 કરોડ કોવિડ વેક્સિન ડોઝ વેસ્ટેજ પૂરવાર થયા છે. હાલ હવે ભારતમાં આ વેક્સિનના ડોઝની શેલ્ફ લાઇફ પૂરી થઇ ગઇ છે અને હવે તેનો નિકાલ કરવામાં આવશે. જેની કિંમત રુા. 2250 કરોડ છે.
- Advertisement -
વેક્સિન ઉત્પાદન કંપનીઓએ હવે તેની શેલ્ફ લાઇફ વધી શકે તેવી શક્યતા નિહાળી નથી. વાસ્તવમાં નિર્મિત વેક્સિન 9 થી 12 સુધી શેલ્ફ લાઇફ ધરાવે છે અને જૂન માસ બાદ ભારતમાં કોરોના વેક્સિનનું ઉત્પાદન ઘટાડવામાં આવ્યું હતું. 75 દિવસના અમૃત મહોત્સવ કોવિડ ફ્રી વેક્સિનેશનનો પ્રોગ્રામ પણ તા. 30 સપ્ટેમ્બરના પૂરો થયો છે અને તેના કારણે કોરોના વેક્સિનની ટકાવારી 8 ટકાથી વધીને 27 ટકા પહોંચી છે.
આ સમયગાળા દરમિયાન 76 લાખ લોકોને પ્રથમ ડોઝ, 2.35 કરોડ લોકોને સેક્ધડ ડોઝ અને 15.92 કરોડ લોકોને પ્રિકોશન ડોઝ અપાયો હતો અને હાલ રાજ્ય પાસે 2.19 કરોડ ડોઝ તા. 2 ઓક્ટોબરના રોજ ઉપલબ્ધ છે અને હાલ દેશભરમાં રોજના 2-3 લાખ ડોઝ માંડ અપાય છે જે પણ તબક્કાવાર ઘટતા જશે જેના કારણે વેક્સિનેશનનો કાર્યક્રમનો પણ અંત આવશે.
કેન્દ્ર સરકારે ફ્રી પ્રિકોશન વેક્સિનેશન કાર્યક્રમ પણ આગળ ધપાવ્યો નથી અને તેના કારણે હવે રાજ્યો પણ પોતાના વેક્સિનના જે ડોઝ છે તે કેન્દ્રને પરત કરશે અથવા તો તેનો નાશ કરશે.
- Advertisement -