– વડાપ્રધાને એલર્ટ જાહેર કર્યું
થાઇલેન્ડમાં એક ચાઇલ્ડ સેન્ટરમાં થયેલા માસ શુંટીંગમાં ઓછામાં ઓછા 32 લોકોની મૃત્યુ થઇ ગઇ છે. જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. પોલીસના અધિકારીઓનું કહેવું છે કે, આ ગોળીબારી દેશના પૂર્વોત્તર વિસ્તારમાં થઇ છે.
- Advertisement -
દેશના નોંગ બુઆ લામ્ફૂ પ્રાંતના એક ચાઇલ્ડ સેન્ટરમાં ગુરૂવારના રોજ થયેલા સામૂહિક ગોળીબારીમાં બાળકો સહિત 30થી વધારે લોકોની મૃત્યુ થઇ છે. માનવામાં આવી રહ્યું છે કે, હુમલો કરનાર બૈંકોક લાઇસેન્સ પ્લેટની સાથે એક સફેદ પિકઅપર લઇને ચાલ્યો ગયો હતો. આ ગાડીનો નંબર 6499 જણાવવમાં આવી રહ્યો છે. પોલીસની તરફથી જણાવવામાં આવ્યું કે, જો કોઇએ આ નંબરની પિકઅપ વાન જોઇ છે તો, 192 નંબર પર કોલ કરીને જાણકારી આપે.
વડાપ્રધાને એલર્ટ જાહેર કર્યું
પોલીસના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા લોકોમાં બાળકો અને વયસ્ક બંન્ને સામેલ હતા.
જયારે એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર,
- Advertisement -
જેમણે પણ આ ક્રૂર રીતે ગોળી બારી કરી છે, તેઓ એક પૂર્વ પોલીસ અધિકારી છે. તેમની શોધખોળ ચાલુ છે. આ ઘટના પછી થાઇલેન્ડના વડાપ્રધાને બધી ઓજન્સીઓને કાર્યવાહી કરવા અને અપરાધીને પકડવા માટે એલર્ટ જાહેર કર્યું છે. થાઇલેન્ડમાં લાઇસન્સધારી બંધૂકોની સંખઅયા બીજા દેશોની તુલનાએ વધારે છે, પરંતુ અધિકૃત આંકડામાં મોટી સંખ્યામાં ગેરકાનુની હથિયારોનો ઉલ્લેખ નથી.
વર્ષ 2020માં થઇ હતી માસ ફાયરીંગ
આ પહેલા આવી જ રીતે સામૂહિક ગોળીબારી વર્ષ 2020માં ઇ હતી, જેમાં પ્રોપર્ટી ડીલીંગનીથી નારાજ એક સૈનિકએ 29 લોકોની ગોળી મારીને હત્યા કરી હતી, જેમાં 57 લોકો ઘાયલ થયા હતા, આ ઘટના જે ચાર સ્થળો પર બની હતી.