શાકભાજીના પ્રતિ કિલોના ભાવમાં પાંચ થી દસ રૂપિયાનો વધારો
હાય રે મોંઘવારી…. શાકભાજી, ખાવાનું તેલ, પેટ્રોલ-ડીઝલ, દૂધ, અનાજ એવી કોઈ જીવન જરૂરિયાતી વસ્તુ નથી જેના ભાવ વધ્યા ન હોય. આ ઉનાળો કાઢવો લોકો માટે આકરો બની રહેશે. ખાવાપીવાની વસ્તુઓ પર બ્રેક મારવી પડશે.
ઉનાળો આવતા જ શાકભાજીના ભાવમાં પણ વધારો થયો, જોકે, પેટ્રોલ-ડીઝલની કિંમતના ભાવ પણ તેના પર થયા છેએક તરફ ગરમીનો પારો 40 ને પાર પહોંચી ગયો છે, તો બીજી તરફ મોંઘવારીનો પારો પણ વધી રહ્યો છે. ગરમીનો પારો વધતા લીલા શાકભાજી અને લીંબુના ભાવમાં વધારો થયો છે. દરેક શાકભાજીના પ્રતિ કિલોના ભાવમાં પાંચ થી દસ રૂપિયાનો વધારો થયો છે. તો લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલ લીંબુ 170 થી 200 રૂપિયા પ્રતિકિલોના ભાવે મળી રહ્યા છે. શાકભાજીનું ઉત્પાદન ઘટવાથી ભાવમાં વધારો થયો છે. ઈંધણના ભાવમાં વધારો થતા શાકભાજી બહારથી લાવવા મોંઘા પડી રહ્યા છે. જેના કારણે પણ ભાવમાં વધારો થયો છે. વેપારીઓનું કહેવું છે કે, શાકભાજીના ભાવ હજુ પણ વધશે.
- Advertisement -
શાકભાજીના ભાવ પ્રતિ કિલો
કોબી 40 રૂપિયા
ફ્લાવર 40 રૂપિયા
ભીંડા 60 રૂપિયા
દૂધી 30 રૂપિયા
ફણસી 80 રૂપિયા
કેપ્સિકમ 80 રૂપિયા
ગુવાર 80 રૂપિયા
વટાણા 50 રૂપિયા
ગિલોડા 60 રૂપિયા
રીગણ 45 રૂપિયા
રવૈયા 60 રૂપિયા
સરગવો 50 રૂપિયા
ગલકા 50 રૂપિયા
તુરિયા 40 રૂપિયા
કાચી કેરી 60 રૂપિયા
કારેલા 50 રૂપિયા
ટામેટા 30 રૂપિયા
લીલી ડુંગળી 40 રૂપિયા
મરચા 120 રૂપિયા
લીબુ 160 થી 180 રૂપિયા
આદુ 50 રૂપિયા
પાલક 40 રૂપિયા
મેથી 40 રૂપિયા
ધાણા 50 રૂપિયા
લીલું લસણ 60 રૂપિયા
ફ્લાવર 40 રૂપિયા
ભીંડા 60 રૂપિયા
દૂધી 30 રૂપિયા
ફણસી 80 રૂપિયા
કેપ્સિકમ 80 રૂપિયા
ગુવાર 80 રૂપિયા
વટાણા 50 રૂપિયા
ગિલોડા 60 રૂપિયા
રીગણ 45 રૂપિયા
રવૈયા 60 રૂપિયા
સરગવો 50 રૂપિયા
ગલકા 50 રૂપિયા
તુરિયા 40 રૂપિયા
કાચી કેરી 60 રૂપિયા
કારેલા 50 રૂપિયા
ટામેટા 30 રૂપિયા
લીલી ડુંગળી 40 રૂપિયા
મરચા 120 રૂપિયા
લીબુ 160 થી 180 રૂપિયા
આદુ 50 રૂપિયા
પાલક 40 રૂપિયા
મેથી 40 રૂપિયા
ધાણા 50 રૂપિયા
લીલું લસણ 60 રૂપિયા


