By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    15 hours ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    4 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    1 week ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    15 hours ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    15 hours ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    16 hours ago
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    2 days ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    2 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    3 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    5 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    6 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    15 hours ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટિયન્સમાં સાયકલનો ક્રેઝ ઘટતાં વેચાણ પણ ઘટ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટિયન્સમાં સાયકલનો ક્રેઝ ઘટતાં વેચાણ પણ ઘટ્યું
રાજકોટ

રાજકોટિયન્સમાં સાયકલનો ક્રેઝ ઘટતાં વેચાણ પણ ઘટ્યું

Khaskhabar Editor
Last updated: 2025/02/17 at 4:51 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

રાજકોટમાં કોરોનાકાળના ત્રણ વર્ષ બાદ વેચાણમાં 60 ટકાનો ઘટાડો

રાજકોટ કોર્પોરેશને 5 વર્ષમાં સાયકલ પર મળતી
1000ની સબસિડીની 11,860 અરજી મંજૂર કરી

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
રાજકોટમાં કોરોનાકાળના સમયમાં લોકો સાયકલ ચલાવતા થાય તે માટે મનપા દ્વારા સાયકલની ખરીદી પર 1000 રૂપિયાની સબસિડી આપવાનો પ્રારંભ કરાયો હતો. જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લેતા હતા. પરંતુ, ગયા વર્ષની વાત કરીએ તો, કોરોનાકાળની સરખામણીએ 60 ટકાનો ઘટાડો થયો છે. 1000ની સબસિડી મળતી હોવા છતાં સબસિડી સાથે સાયકલની ખરીદીમાં ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2021-22માં કુલ સાયકલનું વેંચાણ 3414 પર પહોંચ્યું હતું. જોકે કોરોના હળવો થયા બાદ એટલે કે, 2023-24માં માત્ર 1340 સાયકલોનું વેંચાણ થયું હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ મનપા દ્વારા શહેરીજનો આરોગ્યની સાથોસાથ પર્યાવરણ માટે જાગૃત થાય તે માટે 2019થી સાયકલની ખરીદી પર રૂ. 1000 સબસિડી આપવાની શરૂઆત થઈ હતી. આ માટે વર્ષ 2019થી 2024 સુધીમાં કોર્પોરેશન તંત્રને મળેલી અરજીઓમાંથી 11,860 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. જેની કુલ રૂપિયા 1,18,60,000ની સબસિડી ચુકવવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા 2019-20માં જ્યારે પ્રોજેક્ટની શરૂઆત થઈ ત્યારે આ પ્રોજેક્ટ મેન્યુઅલી ચાલતો હતો. મતબલબ કે દેરક વોર્ડ ઓફિસમાં સાયકલ સબસિડીના ફોર્મ ભરવા પડતા હતા. અને અરજદારને લાંબા સમયે સબસિડી મળતી હતી.

જોકે આ પ્રોજેકટની સફળતા અને રાજકોટવાસીઓનો સાયકલ માટે વધતો ક્રેઝ જોતા આ પ્રોજેક્ટ ઓનલાઈન શરૂ કરી દેવાયો હતો. સાથોસાથ અરજદાર જે સ્થળેથી સાયકલ ખરીદે તે સ્ટોરના સંચાલક દ્વારા જ ઓનલાઈન ફોર્મ ભરી આપવાની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. ફોર્મ ભરવા અને સબસિડી બેંક એકાઉન્ટમાં જમા થવા સુધીની સુવિધા સરળ બનતાં સાયકલ ખરીદવા માંગતા લોકોની સરળતા વધી છે. ઘણાં કિસ્સામાં સબસિડીની રકમ મેળવવા માટે અપાયેલી બેંક એકાઉન્ટની વિગતોમાં વિસંગગતા હોય તો આવા કિસ્સામાં લાભાર્થીને રૂબરૂ બોલાવી સબસિડી માટેનો ચેક આપવામાં આવે છે.

- Advertisement -

મોટાભાગના શહેરીજનો માને છે કે, મહાનગરપાલિકા સામાન્ય સાયકલ પર સબસિડી આપે છે. પણ હકીકતે એવું નથી. મહાનગરપાલિકા દ્વારા રૂ. 3 હજારથી માંડીને 1 લાખ કે તેનાથી વધુ રકમની સાયકલની ખરીદી પર રૂ. 1,000ની મર્યાદામાં સબસિડી આપવામાં આવી રહી છે. જોકે રૂ. 50,000 કે તેથી વધુ રકમની ગિયર સાયકલ કે રેસિંગ સાયકલ ખરીદનારા લોકો 1000 સબસિડી માટે સામાન્ય રીતે મહાનગરપાલિકામાં અરજી કરતા નથી. પરંતુ 2019 પછીના આંકડાઓ જોતા 2020-21થી લઈ 2024 સુધીમાં સાયકલ વેચાણમાં મોટો વધારો થયો હતો. જેની સામે છેલ્લા વર્ષમાં 60%નો ઘટાડો નોંધાયો છે.

ક્યાં વર્ષમાં કેટલી અરજીઓ આવી કેટલી સબસિડી ચૂકવાઇ ?

વર્ષ સબસિડીની અરજીઓ ચૂકવાયેલ રકમ
2019-20 1523 15,23,000
2020-21 2422 24,22,000
2021-22 3414 34,14,000
2022-23 3161 31,61,000
2023-24 1340 13,40,000
કુલ 11,860 1,18,60,000

અધિકારી-પદાધિકારીઓ પણ સાયકલ લઈને આવતા બંધ થયા

કોરોના દરમિયાન રાજકોટનાં મનપા કમિશ્નર તરીકે ઉદિત અગ્રવાલ હતા. તેઓએ સપ્તાહમાં એક દિવસ તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓને સાયકલ વાપરવા અનુરોધ કર્યો હતો. અને તેઓ ખુદ સાયકલ લઈને ઓફિસે આવતા હતા. આ પછી શહેર ભાજપ પ્રમુખના આદેશથી કોર્પોરેશનનાં પદાધિકારીઓ દ્વારા સોમવારે તેમને મળતી વાહનની સુવિધાથી દુર રહી જાહેર પરિવહન કે અન્ય રીતે કચેરીએ આવવા આદેશ થયો હતો. જોકે, અધિકારીઓ-પદાધિકારીઓએ થોડા સમય માટે આ આદેશનું પાલન કરીને પછી ઉલાળિયો કરી દીધો છે.

You Might Also Like

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

રાજકોટમાં વરસાદી સ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની ત્રણેય ઝોનમાં મુલાકાત

ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની સમીક્ષા અને CHC હોસ્પિટલમાં સરપ્રાઈઝ મુલાકાત લઈ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું

સોની બજારમાં લારી-ગલ્લાના દબાણથી વેપારીઓમાં રોષ : કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી

TAGGED: Rajkot, Rajkotians waned
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મનપામાં ભાજપને ભાજપ ભારી, કોંગ્રેસની સીટો વધશે
Next Article પટેલ પરિવારની જાન નીકળે એ પહેલાં જ બસમાં આગ લાગી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
રાજકોટમાં પીસીબી બાદ DCBનો સતત બીજા દિવસે સપાટો : ઘાંચીવાડનો શખસ દેશી પિસ્ટલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
TALK OF THE TOWNરાજકોટ

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

રાજકોટમાં વરસાદી સ્થિતિ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની ત્રણેય ઝોનમાં મુલાકાત

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?