ગુજરાત NSUIના અધ્યક્ષ નરેન્દ્ર સોલંકીએ રાજ્યપાલને રજૂઆત કરી
રેગિંગની ઘટનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા ખૂબ જ વધી ગઈ
- Advertisement -
ગુનેગાર વિદ્યાર્થીઓ વિરુદ્ધ કાર્યવાહી થાય અને પીડિત વિદ્યાર્થીને ન્યાય મળે તેવી માંગ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની મારવાડી યુનિવર્સિટીની રેગિંગની ઘટના બાદ ગુજરાત ગજઞઈં દ્વારા મારવાડી યુનિવર્સિટીની માન્યતા તાત્કાલિક ધોરણે રદ કરવા માંગ કરાઈ છે. ગુજરાત પ્રદેશ ગજઞઈંના અધ્યક્ષ નરેન્દ્ર સોલંકીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને આવેદન પાઠવી રજૂઆતી કરી છે કે, મોરબી રોડ પર સ્થિત મારવાડી યુનિવર્સિટી વિદ્યાનું ધામ નહીં પરંતુ વિવાદોનું એપી સેન્ટર બની ગઈ છે. 19 વર્ષના વિદ્યાર્થી સાથે જે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને તેની સાથેની રેગિંગની ઘટનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા ખૂબ જ વધી ગઈ છે. આવેદનપત્ર મુજબ રાજ્યપાલને રજૂઆત કરાઈ છે કે, સમગ્ર માનવ પ્રજાતિને વિચારવા મજબૂર કરી દે તેવી ઘટના મારવાડી યુનિવર્સિટીમાં બની છે. આ મુદ્દે તાત્કાલિક ધોરણે યોગ્ય તપાસ કરાવી અને ગુનેગાર વિદ્યાર્થીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી પીડિત વિદ્યાર્થીને ન્યાય મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. રાજકોટ-મોરબી હાઈ-વે પર આવેલી મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા એક છાત્રનો નગ્ન હાલતમાં વિડીયો ઉતાર્યા બાદ તેની જ કોલેજના પાંચ છાત્રોએ તેનું રેગીંગ કરી ગુદાના ભાગે મધ, સેનેટાઈઝર, બોડી પાઉડર, હેન્ડવોશ, પેન્સીલ, ટુથબ્રશ ઘુસાડી અત્યાચાર ગુજાર્યાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કુવાડવા રોડ પોલીસે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય ગુજારવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી ત્રણ છાત્રોની ધરપકડ કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ભોગ બનેલા છાત્રએ તેની બહેનને કોલ કરી હવે હોસ્ટેલમાં નહી રહેવા માંગતા હોવાનું અને રાજકોટમાં રહેતા મામાના ઘરે રહેવા જવાની ઈચ્છા દર્શાવી હતી. જેથી ભોગ બનનાર છાત્રની બહેનને શંકા જતા તેણે કારણ પુછયું હતું પરંતુ જણાવ્યું ન હતું. આખરે પિતાને વાત કરી હતી. બાદમાં ભોગ બનનાર છાત્રની બહેન કોલેજ ખાતે ગઈ હતી. જયાં તેના ભાઈએ જણાવેલી આપવિતી સાંભળી ચોંકી ઉઠી હતી.
અગાઉ પણ વિવાદમાં આવી હતી મારવાડી યુનિવર્સિટી
થોડા સમય પહેલાં પણ આ યુનિવર્સિટીમાં ક્લાસરૂમની અંદર એક યુવક-યુવતી કિસ કરતા હોય તેવો વીડિયો વાઇરલ થયો હતો. આ સિવાય બેન્ચ પર બેસવા બાબતે બે વિદ્યાર્થિની અપશબ્દો બોલી એકબીજાને માર મારતી હોવાનો પણ વીડિયો વાઇરલ થયો હતો. જ્યારે એક વીડિયોમાં એક વિદ્યાર્થિની એક વિદ્યાર્થીને ક્લાસરૂમમાં આલિંગન આપી રહી હોય તેમજ નારાજ થયેલા વિદ્યાર્થીને મનાવી રહી હોય એ પ્રકારનાં દૃશ્યો વાઇરલ વીડિયોમાં કેદ થયાં હતાં.