By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    9 hours ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    10 hours ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    1 day ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    1 day ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    10 hours ago
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    1 day ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    1 day ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    5 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    11 hours ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટમાં ફરી લૉન કૌભાંડ !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટમાં ફરી લૉન કૌભાંડ !
રાજકોટ

રાજકોટમાં ફરી લૉન કૌભાંડ !

Khaskhabar Editor
Last updated: 2025/04/01 at 5:03 PM
Khaskhabar Editor 1 year ago
Share
7 Min Read
SHARE

મેનેજર સહિત ત્રણ કર્મચારીઓએ 25 ગ્રાહકોની લૉન પાસ કરી દીધી

બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરી આપેલી લૉનનો એકપણ હપ્તો નહીં ભરતા નોંધાઈ 28 સામે ફરિયાદ

- Advertisement -

રાજકોટમાં મિન્ટિફી ફિનસર્વ બેંક સાથે 4.13 કરોડની છેતરપીંડી

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટમાં શીતલપાર્ક પાસે આવેલ ખાનગી બેંક સાથે 4.13 કરોડની છેતરપીંડી થયાની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે કંપનીના ત્રણ કર્મી અને 25 ગ્રાહકો મળી કુલ 28 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે રાજકોટ, જામનગર, પડધરી, કાંગશિયાળી, મહેસાણા, અમદાવાદમાંથી ગ્રાહકો શોધી તેની કંપની માટે ખોટા બિલ રજૂ કરી કરોડો રૂપિયાની લૉન લઈ એક પણ હપ્તો ન ભરી ઠગાઈ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -

સુરતમાં પાલનપુર જકાતનાકા રોડ પર રહેતાં અને મીન્ટીફી ફીનસર્વ લીગલ મેનેજર તરીકે ગુજરાત રાજયમાં કામ કરતાં ચંદ્રેશ મોટુમલ જોબનપુત્રા ઉ.30એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, કંપનીની મુખ્ય ઓફીસ અંધેરી ઇસ્ટ મુંબઈ ખાતે આવેલ છે. કંપની બે પ્રકારની સીક્યોર અને અનસીક્યોર લૉન આપે છે. રાજકોટમાં શિતલ પાર્ક સ્પાય2-2 ઓફીસ નં.1324 મીન્ટીફી ફીનસર્વ ઓફીસ ધરાવી ધંધો કરે છે કંપનીમાં લૉન લેવા માટે આવે ત્યારે ગ્રાહકની સીબીલ સ્કોર જોવામાં આવે છે. તેમજ ઇન્કમ ટેકસ રીટર્ન તથા છેલ્લા એક વર્ષના બેંક ટ્રાન્ઝેક્શન, એસેટ વેલ્યુ પણ જોવામાં આવે છે કંપનીમાં સેલ્સ મેનેજર તથા બ્રાંચ મેનેજર તથા થર્ડ પાર્ટી એજન્સીના કર્મચારીઓ ફરજ બજાવે છે. જ્યારે કોઈ પણ ગ્રાહક લૉન લેવા અથવા સેલ્સ મેનેજર દ્વારા ગ્રાહક લાવવામાં આવે ત્યારે તેઓ દ્વારા તેના ડોક્યુમેન્ટની ચકાસણી કરી તેઓની ક્ષમતા મુજબની લૉન મળવાપાત્ર હોય તો જરૂરી રેકર્ડ સાથે તથા કંપનીના નિયમોનુસાર વિગતનું ફોર્મ ભરી બ્રાંચ મેનેજર દ્વારા ફોર્મ સંબંધે રાખેલ રેકર્ડની ચકાસણી કરી તેમાં કંપનીના નિયમોનુસાર વિગતો ભરી ઈન્સ્પેકશન માટે એગ્રીમેન્ટ કરેલ ફોર્માલીક એન્જીનિયર કંપનીના કર્મચારી દ્વારા સ્થળ ઉપર ભૌતિક ચકાસણી કરી, તેમજ રજુ કરેલ રેકર્ડની ખરાઈ કરી, પરત રીપોર્ટ બ્રાંચ મેનેજરને સોંપવામાં આવે છે બાદ બ્રાંચ મેનેજર દ્વારા કંપનીને રીપોર્ટ કરી ગ્રાહકને લૉન આપ્યા બાદ પણ બ્રાન્ચ મેનેજર તરીકે સમયાંતરે લૉન ધારકોના રજૂ કરેલ મોરગેજ પ્રોપર્ટી તથા મશીનરીની ભૌતિક ચકાસણી પણ કરવાની રહે છે. કંપનીમાં અમીત ઘનશ્યામ પરેજીયા કે જેઓ થર્ડ પાર્ટી ઈન્સ્પેકસન માટે કંપનીએ એગ્રીમેન્ટ કરેલ ફોર્મલીક એન્જીનીયરના કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. તેમજ હીતેન્દ્રસિંહ સુખદેવસિંહ ઝાલા રાજકોટ કંપનીમાં બ્રાન્ચ મેનેજર તરીકે તેમજ આકાશ દીલેશ વ્યાસ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.

ગઈ તા. 30/09/2023થી તા.30/06/2024 દરમ્યાન ગ્રાહકોએ કંપનીના ત્રણેય કર્મચારીઓ સાથે મળેલ અને પોતાની જરૂરીયાત મુજબની લૉનની માંગણી કરતા રજુ કરેલ રેકર્ડ આધારે લૉન મળવા પાત્ર ન હોય, તેમ છતા ગ્રાહકોને લૉનના નાણા અપાવેલ હતા કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા આકાશ વ્યાસની જવાબદારી માર્કેટમાંથી ગ્રાહક શોધી તેઓની જરૂરીયાત મુજબની લૉન માટે તેમની પાસેથી જરૂરી દસ્તાવેજી પુરાવા મેળવી ચકાસણી કરી જો પુરાવા વિશ્વસનીય જણાય તો તેની ફાઈલ તૈયાર કરી, બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ ઝાલા સમક્ષ રજુ કરતા, ત્યારબાદ બ્રાન્ચ મેનેજર દ્રારા રજુ કરેલ તમામ રેકર્ડ કંપનીના નિયમ અનુસાર ચકાસણી કરી ગ્રાહકની આવકની પણ ચકાસણી કરી લૉન લેવા સારૂ સક્ષમ છે કે કેમ ? તથા રજુ કરેલ પુરાવા સાચા છે કે કેમ? તેની પુરતી ચકાસણી કરી બાદ લૉન ગ્રાહકે રજુ કરેલ તમામ રેકર્ડ કંપની દ્રારા લૉન સેન્સન કરતા પુર્વે કંપની દ્વારા થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન ફોર્મલીક એન્જીનીયર દ્રારા નિમણુંક પામેલ કર્મચારી અમીત પરજીયા સાથે મળી ઉપરોક્ત તમામ રેકર્ડ મુજબ લૉન ધારકને સાથે રાખી સબંધિત કચેરી મારફતે રેકર્ડની ખરાઈ, સ્થળ નિરીક્ષણ, મશીનરીની ચકાસણી કરી રજુ કરેલ તમામ રેકર્ડ તથા બીલો ખરેખર સાચા છે કે કેમ? તેની પુર્ણ ખાતરી કર્યા બાદ કંપનીના ધારા ધોરણ મુજબ વેલ્યુએશન નકકી કરી મળવા પાત્ર લૉન ત્રણેય કર્મચારીઓના સેલ મુજબ હારાત્મક રીપોર્ટ સાથે વડી કચેરીએ મોકલતા વડી કચેરી દ્વારા લૉન સેન્સન કરવામાં આવે છે જેથી ત્રણેય કર્મચારીઓએ મળી ખોટા રેકર્ડ આધારે ગ્રાહકોને લૉન આપી મસમોટું કમીશન મેળવવા ગ્રાહકો તો સાથે મળી કાવતરૂ રચી તમામ ગ્રાહકોના રજુ કરેલ રેકર્ડ ખોટા હોવાનું જાણવા છતા સાચા તરીકે ઉપયોગ કરી ગત તા. 30/09/2023 થી તા.30/01/2024 દરમ્યાન ગ્રાહકોને રૂ.4.13 કરોડની લૉન અપાવેલા હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી યુની. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

કયા ગ્રાહકોએ, કેવી રીતે, કયા ખોટા ડોક્યુમેન્ટ આધારે કેટલી લૉન લીધી
સુરેન્દ્રનગર રહેતા જય ભવાની એન્ટરપ્રાઈઝના માલીક કૌશલ્યકુમાર હર્ષદભાઈ દક્ષિણી, ક્રિષ્ના અશ્વિનભાઈ ઠકકરએ ભેગા મળી હળવદના સુંદરી ભવાની પંચાયત ઉપર મિકલત નં 132, 129, જેમાં પંચાયતનું રેકર્ડ રજુ કરેલ, જે રેકર્ડ ખોટું અને બનાવટી હોવા છતા ખરા તરીકે ઉપયોગ કરી કંપનીમાંથી તા.30/09/2023ના રૂ.20 લાખ મેળવેલ છે. રાજકોટમાં રાધેકિષ્ના ટપુભુવન પ્લોટ સ્વામીનારાયણ ચોકમાં રહેતાં શ્રી પાવડર કોટીંગના માલીક અમીત મનહરભાઈ બોરડએ તા.17/07/2024ના રૂ.40 લાખની લૉન લીધેલ છે. તેમજ એસ.કે.એન્ટરપ્રાઇઝ જેના માલિક પાર્થ કમલેશ દુધાતરા તથા શિલ્પા પાર્થ દુધાત્રાએ પ્રોપર્ટી તથા જયોતિ સીએનસી ઓટોમેશનના ખોટા બિલ રજૂ કરી તા.21/01/2024 ના રૂ.25 લાખની લૉન લીધેલ છે. રાજકોટની શ્રીજી ટ્રેડીંગના માલીક અરજણ વિઠ્ઠલભાઈ આસોદરીયા તથા શીલ્પાબેન આસોદરીયાએ રૂ.34 લાખની તા.16/03/2024 ના લૉન લીધેલ છે માં હાર્ડવરના માલીક જતીન પ્રવીણભાઇ કણજારીયા અને મોનીકા કણજારીયાએ પ્રોપર્ટી તથા મશીનરી બાટી બાયોના ખોટા બીલ રજુ કરી

તા.29/02/2024 ના રૂ.35 લાખની લૉન લીધેલ છે. દ્રારકેશ કેડ કેમ્પના માલીક કણજારીયા હીતેશ મુળશીભાઈ, ક્મલેશભાઈ જમનાદાસ પાડલિયા એ માઈક્રોમેટીક મસીન ટુલ્સની મશીનરીના ખોટા બીલ રજૂ કરી તા.30/03/2024 ના રૂ.15 લાખની લૉન લીધેલ છે મહેક ઈન્ટરનેશનલના માલીક જગદીશ છગનભાઈ ચૌહાણ તથા કોપ્રજ્ઞાબેન ચૈાહાણએ ગેડી વેઇલરના ખોટા બિલ રજૂ કરી માત્ર સ્ટ્રોક ઉપર તા.29/12/2023 ના રૂ.40 લાખની લૉન લીધેલ છે. આરતી એન્ટરપ્રાઇઝના માલીક વિનોદભાઈ નાનજીભાઇ પારવીયા તથા પુષ્પાબેન પારવીયાએ અમીત એન્જીનીયરીંગના ખોટા બિલ રજૂ કરી તા.30/12/2023 ના રૂ. 50 લાખની લૉન લીધેલ છે આદી એન્ટરપ્રાઇઝના માલીક ચીરાગ ભરતભાઈ અને ભરતકુમાર ધારવીયાએ રાધે પ્રોડક્ટના મશીનરીના ખોટા બીલો રજુ કરી તા.30/12/2023 ના રૂ.25 લાખની લીન લીધેલ છે. કે.કે.ઓટોમેશનના માલીક જયદીપભાઈ ખીમજીભાઈ ચૌહાણ તથા પુનમ હીનાબેન કંજારીયાએ માધવ એન્ટરપ્રાઇઝના ખોટા બિલ રજૂ કરી તા.11/10/2023 ના રૂ. 30,31,517 ની લૉન લીધેલ છે પુજા પેકેઝીંગના માલીક રાજપુત રાજદેવસિંગ મુરારીસીગ તથા રેખા રાજપુત (રહે,વિસનગર રોડ પ્લોટ નં.370, નેશનલ હાઇવેન્ટ, વિસનગર સેડ, કઠવાડા, મહેસાણા) એ પ્રોપટી તથા લુસાઈ ઇન્ડસ્ટ્રીઝના મસનરીના ખોટા બીલ રજૂ કરી તા.31/01/2024 ના રૂ.25 લાખની લીધેલ છે. દીયા પ્લાસ્ટીકના માલીક ડોલી ભાવીક ઠક્કર તથા ભાવીક ઠકકરએ મારૂતિ નંદન પ્લાસ્ટિક મશીનરીના ખોટા બીલો રજુ કરી તા.17/01/2024 ના રૂ.13 લાખની લૉન લીધેલ છે માં જનરલ સ્ટ્રોરના માલીક નરેન્દ્ર છગનદાસ અગ્રાવત તથા તેમના પત્નિ કાજલબેન અગ્રાવત (રહે. મોટા ખીજડીયા, બસ સ્ટેન્ડની બાજુમાં શેરી નં.3, પડધરી) એ પોતાની પ્રોપર્ટી મોટા ખીજડીયાના ઘર નં.484 ના પંચાયતનું ખોટું રેકર્ડ ઉભું કરી તા-30/09/2023 ના રૂ.10 લાખની લૉન લીધેલ છે.

You Might Also Like

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

150 ફૂટ રિંગ રોડ પર સદગુરુ બંગ્લોઝ પાસેની જૈન સ્વીટ નમકીન & સ્નેક્સમાંથી મકાઇના લોટની 32 કિલો પેટીસનો નાશ કરાયો

રમત માત્ર જીત-હાર કે સ્પર્ધા જ નથી, પરંતુ સ્વસ્થ જીવન જીવવાની ઉત્તમ રીત છે : કુલપતિ ડૉ. ઉત્પલ જોશી

રાજકોટમાં પ્રથમ વખત ન્યારી ડેમથી રામનાથ મહાદેવ મંદિર સુધી સનાતન કાવડ યાત્રા યોજાશે

લોકમેળામાં રાઈડમાં શોર્ટસર્કિટથી આગ લાગી : ફસાયેલા લોકોનું સફળ રેસ્ક્યુ કરાયું

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટના કાલાવડ રોડ ઉપર કારની ઠોકરે ચડી જતાં પાંઉભાજીના ધંધાર્થીનું મોત
Next Article આજી ડેમ પોલીસે પરપ્રાંતીય શ્રમિક પાસેથી દેશી તમંચો, બે જીવતા કાર્ટિસ કબજે કર્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
વેદોના ચિંતન વૈભવને જાણો
ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
150 ફૂટ રિંગ રોડ પર સદગુરુ બંગ્લોઝ પાસેની જૈન સ્વીટ નમકીન & સ્નેક્સમાંથી મકાઇના લોટની 32 કિલો પેટીસનો નાશ કરાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

150 ફૂટ રિંગ રોડ પર સદગુરુ બંગ્લોઝ પાસેની જૈન સ્વીટ નમકીન & સ્નેક્સમાંથી મકાઇના લોટની 32 કિલો પેટીસનો નાશ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

રમત માત્ર જીત-હાર કે સ્પર્ધા જ નથી, પરંતુ સ્વસ્થ જીવન જીવવાની ઉત્તમ રીત છે : કુલપતિ ડૉ. ઉત્પલ જોશી

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?