મેનેજરે જસદણ પોલીસ મથકમાં નોંધવી હતી પોલીસ ફરિયાદ
ગ્રાહકો પાસેથી ડાઉન પેમેન્ટ લઈને કંપનીમાં જમાં કરાવ્યા વિના ગાડી દઈ દીધાનો આક્ષેપ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જસદણ, તા.13
જસદણ આટકોટ બાયપાસ રોડ ઉપર આવેલ અતુલ મોટર્સ કંપનીમાં કામ કરતાં કર્મચારીએ 3.46 લાખની ઉચાપત કર્યાની ફરિયાદ મેનેજરએ જસદણ પોલીસ મથકમાં નોંધાવી છે.
સરધારમાં હવેલી ચોકમાં રહેતાં અને જસદણ અતુલ મોટર્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતાં દિલીપગીરી શાંતીગીરી ગૌસ્વામી ઉ.41એ જસદણના મેહુલ રતિલાલ પરમાર સામે જસદણ પોલીસમાં છેતરપીંડીની કલમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે શો-રૂમમાં અગાઉ મેહુલ પરમાર ડાયરેક્ટ સેલ્સએક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા હતા નાણકીય વહીવટ ડીએસઈ કરે છે અને તેઓની દેખરેખ મેનેજરને રાખવાની હોય છે ગઇ તા.29/11/2023ના ડીએસઈ રાહુલ કાછડીયાનો ફોન આવેલ અને વાત કરેલ કે, આપણી કંપનીમાં ડીએસઈ તરીકે કામ કરતા મેહુલે ત્રણ કસ્ટમર ભાવેશભાઇ વલ્લભભાઈ છાપરા, રસ્મીકાન્તભાઈ હીંમતલાલ દવે અને આલાભાઇ કડવાભાઇ લાંબરીયા નામવાળા ગ્રાહકોમાંથી ભાવેશભાઇએ કંપનીમાથી ઇકો કાર લીધેલ જે કારનું ડાઉનપેમેન્ટ મેહુલ પાસે રૂ.3,95,049 જમા કરાવેલ હોય જે પૈસા તેઓએ કંપનીમાં જમા કરાવ્યા ન હતાં અને બાદમાં તેને કંપનીમાં જમા કરાવેલ છે, તેવું દેખાડવા પોતાના નામનો ચેક બેંકમાં જમા કરાવવા ટોકન લઈ અને ચેક જમા ના કરાવી અને ટોકન રાજકોટ કંપનીમાં મોકલતા કંપની તરફથી ઇકો કારની ડીલેવરી આપી દીધેલ હતી.
- Advertisement -
તેમજ જંગવડના રસ્મીકાન્તભાઇ દવેએ કંપનીમાથી મારૂતી વેગેનાર કાર ખરીદી કરેલ જે કારનું ડાઉન પેમેન્ટ રૂ.3,26,420 મેહુલે રોકડા લઇ લીધેલ અને આ પૈસા કંપનીમાં જમા કરાવવાના બદલે પોતાની પાસે રાખેલ અને ટોકન કંપનીમાં મોકલી કારની ડીલેવરી કરાવી દીધેલ હતી. તેમજ ગઢડીયાના આલાભાઇ લાંબરીયાએ કંપનીમાંથી મારૂતી સ્વીફટ કાર લીધેલ હતી જે કારનું ડાઉન પેમેન્ટ રૂ.1,13,424 મેહુલે રોકડા લઇ લીધેલ અને પૈસા કંપનીમાં જમા કરાવવાના બદલે પોતાની પાસે રાખી અને શો-રૂમમાથી ગાડી મંગાવી બાદમાં શો-રૂમ બંધ થતા ડીલેવરી આપેલ હતી. બાદમાં રામપરાના રણજીતભાઇ ચાવડા પાસેથી કંપનીના નામે ઈકો ગાડી પોતે ડિલેવરી કરશે તેમ જણાવી રૂ.1,11,500 ડાઉનપેમેન્ટના નામે લઇ લીધેલ અને ગાડીની ડીલેવરી કરેલ ન હતી. ઉપરાંત ચોટીલાના હીતેષભાઇ વિઠ્ઠઠ્ઠલભાઈ ઝાપડીયા પાસેથી કંપનીના નામે ઇકો ગાડી પોતે ડીલેવરી કરશે તેમ જણાવી રૂ.97104 ડાઉન પેમેન્ટ લઇ લીધેલ અને ગાડીની ડીલેવરી કરેલ ન હતી.
તેમજ ગ્રાહકો જગદીશભાઈ વલ્લભભાઇ ડોબરીયા, મહેશભાઇ વિરજીભાઈ મેટાળીયા, આદર્શ ભરત ભાઈ જેબલીયા, ઉમેદભાઈ મનુભાઈ જેબલીયા, મહેશભાઈ બાબુભાઇ ડભોયા, તભાભાઈ સોમાભાઈ ડાંગરએ કંપનીમાં ઇન્સ્યોરન્સ રીન્યુ માટેની રકમ ભરેલ તે રૂ.60 હજાર કંપનીમાં જમા આરોપીએ કરાવેલ નથી જેથી આરોપી મેહુલે કંપની સાથે રૂ.11,03,497 ની ઉચાપત કરી છેતરપીંડી કરી હતી. જે બાદ તેનેપૈસા પરત ચુકવી આપવા કહેતા તેઓએ ટુકડે ટુકડે રૂ.8,16,000 પરત ચુકવી આપ્યા હતાં. જે બાદ તેમની પાસેથી પેનલ્ટી સહીત રૂ.3.46 લાખ લેવાના બાકી હોય જે તેને ચુકવેલ ન હતાં અને તેને રૂ.4 લાખનો ચેક આપેલ હતો. પરંતુ તે પોતાના એકાઉન્ટમાં પૈસા નથી ચેક નાખતા નહિ તેમ કહીં કંપની સાથે છેતરપીંડી આચરી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી જસદણ પોલીસે ગુનો નોંધી આરોપી મેહુલ પરમારની શોધખોળ હાથ ધરી હતી.