ખાસ-ખબર ન્યૂઝ ન્યૂયોર્ક, તા.13
અમેરિકામાં ભોજનની બરબાદી રોકવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રેસ્ટોરાં અને સુપરમાર્કેટમાંથી ભારે પ્રમાણમાં ભોજન કચરાપેટીમાં જતું રહે છે. તેમાંથી મોટા ભાગનું કમ્પોસ્ટ ન કરવાથી લેન્ડફિલમાં સડવાથી પ્રદૂષણનું કારણ બને છે. તેને રોકવા માટે રેસ્ટોરાં અને સુપરમાર્કેટમાં ખાસ એઆઈ ટૂલનો ઉપયોગ કરાઈ રહ્યો છે. કચરાપેટીમાં ફેંકાયેલા ખોરાકની તસવીરો લેવા માટે કેમેરા લગાવાયા છે. આ તસવીરોના માધ્યમથી એઆઈ ઓછા ખવાતા કે વધુ પ્રમાણમાં પીરસાતા ભોજનનું વિશ્ર્લેષણ કરી રહ્યું છે. હાલમાં જ એઆઈની મદદથી હિલ્ટન હોટલના એક જૂથને જાણવા મળ્યું કે તેના દ્વારા નાસ્તામાં અપાતી પેસ્ટ્રી ઘણી મોટી છે. આ કારણે કેટલાક લોકો તેને અડધી જ ખાય છે.રેફેડ, એક રિસર્ચ ગ્રૂપે તેના 2022ના અંદાજમાં જાણ્યું કે રેસ્ટોરાંમાં બરબાદ થનારા ભોજનનો 70% ભાગ પ્લેટમાં જ છોડેલો ખોરાક હોય છે. આ ઉપરાંત રેસ્ટોરાં દ્વારા ખરીદાતી ખાદ્ય સામગ્રીના 5% થી 15% બરબાદ કરાય છે ત્યારે, એઆઈ ખાદ્ય ઉત્પાદનોનું આકલન કરી તેના ખરાબ થવાના સમય પ્રમાણે વર્ગીકૃત કરી રહ્યું છે.