LCB ટીમે 25 મોટરસાયકલ કબજે કરી રૂ. 6,24,000નો મુદ્દામાલ કબજે કર્યો
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી, તા.29
- Advertisement -
અમરેલી એલસીબી ટીમે મોટર સાયકલની ચોરી કરનાર ગેંગનો પર્દાફાશ કર્યો હતો. અમરેલી એસપી સંજય ખરાતની સુચનાથી એલસીબી પીઆઇ વી.એમ. કોલાદરાની રાહબરી હેઠળ દામનગર વિસ્તારમાં એલસીબી ટીમે પેટ્રોલીંગમાં હતી. અને તે દરમિયાન બાતમીના આધારે બે ઇસમોને શંકાસ્પદ મોટરસાયકલ સાથે પકડી પાડી દામનગર, ગારીયાધાર, સુરત, પાલીતાણા જેવા શહેરોમાંથી મોટરસાયકલ ચોરી કર્યાની પુછપરછ દરમિયાન ટીંબી કબૂલાત કરેલ. આ સાથે સાવરકુંડલા વિસ્તારમાં પણ એલસીબી બાતમીના મળતા પેટ્રોલીંગ દરમિયાન હક્કીકત મળેલ કે ત્રણ ઇસમો ચોરીના મોટર સાયકલો સંતાડીને રાખેલ જે અંગે રેઇડ દરમિયાન ત્રણ ઇસમોને 20 મોટર સાયકલ પકડી પાડી વિવિધ શહેરોમાં મોટર સાયકલની ચોરી કર્યાની કબુલાત આપી હતી. એલસીબી ટીમે 1. ભાવેશ ઉર્ફે કાનો કાંતીભાઇ વાઘેલા, રહે.પચ્છેગામ, તા.ગારીયાધાર, જિ.ભાવનગર, 2. નરેશ ઉર્ફે ભોળો ડાયાભાઈ વાઘેલા, રહે.પચ્છેગામ, 3. ભાવેશ ઉર્ફે જોખમ ભરતભાઈ ચુડાસમા, 4.જગદીશ ઉર્ફે બજેડી પ્રવિણભાઈ વાઘેલા, રહે.જેસર 5. નિલેશ મધુભાઈ ચુડાસમા, રહે.જેસર આમ પાચેય મોટર સાયકલ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી હતી. એલસીબી ટીમે કુલ 25 અનડીકેટ ગુનાહો ડીટેકટ કરી રૂ. 6,24,000 નો મુદામાલ કબજે કર્યો હતો. આ કામગીરીમાં અમરેલી એલ.સી.બી. પીઆઇ વી.એમ.કોલાદરા, પીએસઆઇ એમ.ડી.ગોહિલ, ભીખુભાઇ ચોવટીયા, યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઈ મકવાણા, કનાભાઈ સાંખટ, દશરથસિંહ સરવૈયા, ગોકુળભાઈ કળોતરા, જયેન્દ્રભાઈ બસીયા, મહેશભાઇ રાઠોડ, તુષારભાઇ પાંચાણી, અજયભાઈ વાઘેલા, પરેશભાઈ દાફડા દ્વારા કરવામાં આવેલ છે.