લવ જેહાદી અયાન અહેમદ તનવીરની ધરપકડ
મોડસ ઓપરેન્ડી: લાલચ, યૌનશોષણ, રેકોર્ડિંગ અને બ્લેકમેલ
- Advertisement -
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફત છોકરીઓને સંબંધોમાં ફસાવતો હતો. એકવાર વિશ્ર્વાસ થઈ ગયા પછી, તે સગીર છોકરીઓ સાથે શારીરિક સંબંધ બાંધતો અને છુપી રીતે વીડિયો ઉતારી લેતો. આ વીડિયોઝનો ઉપયોગ બ્લેકમેલ કરવાના સાધન તરીકે કરવામાં આવ્યો હોવાનો આરોપ છે, જેમાં તેને વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. આમાંના ઘણા વીડિયો આખરે ઓનલાઈન વાયરલ થયા હતા, જેનાથી ભોગ બનનાર સગીરાઓ આઘાતમાં સરી પડતી હતી. તપાસ કરનાર પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે પોર્ન વીડિયોમાં આરોપી સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે અને એવી મજબૂત શંકા છે કે આમાં બીજા સાથીઓ પણ સામેલ હોઈ શકે છે.
મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના પરતવાડામાં ઝડપાયું પોર્નોગ્રાફી વિડીયોકાંડ
ખાસ-ખબર ન્યૂઝ મુંબઈ
- Advertisement -
મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના પરતવાડામાંથી બહાર આવેલા પોર્નોગ્રાફિક વીડિયો કાંડથી ખળભળાટ મચી ગયો છે. આ મહારાષ્ટ્રનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ માનવામાં આવે છે. સોશિયલ મીડિયા પર આશરે 350 વાંધાજનક વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એવો આરોપ છે કે સગીર છોકરીઓને અશ્ર્લીલ વીડિયો બનાવવા અને પછી તેને વાયરલ કરવા માટે લાલચ આપવામાં આવતી હતી. ભાજપના સાંસદ ડો. અનિલ બોન્ડેએ આ મામલે ગંભીર દાવો કર્યો છે કે અંદાજે 180 છોકરીઓ આ કૌભાંડનો ભોગ બની હોય તેવું જણાય છે. પોલીસે 19 વર્ષના મોહમ્મદ અયાઝને ઝડપી લીધો છે અને તેના ત્રણ સાથીઓ પણ ઝડપાઈ ગયા છે.
અમરાવતી ગ્રામીણ પોલીસે સોશિયલ મીડિયા પર સગીર છોકરીઓના વાંધાજનક ફોટા અને વીડિયો ફેલાવવાના આરોપમાં 19 વર્ષીય અયાન અહેમદ તનવીર ની ધરપકડ કરી છે. પરતવાડા પોલીસને મળેલી માહિતીના આધારે, આરોપીએ છોકરીઓ સાથે મિત્રતા કરી તેમની સંમતિ વિના અશ્ર્લીલ વીડિયો બનાવી અને તેમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (ઈંઙઈ), ઙઘઈજઘ એક્ટ અને ઈંઝ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે અને તેનો મોબાઇલ ફોન જપ્ત કર્યો છે. મોહમ્મદ ઝડપાયા પછી તેના ત્રણ સાથીઓને પણ પોલીસે પકડી પાડ્યા હતા.



