ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું કાઉનડાઉન શરૂ થઈ ચૂક્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના 1 દિવસિય પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ 15 જાન્યુઆરીના રોજ ગુજરાત આવશે તેમાં રાજભવન ખાતે પ્રાકૃતિક ખેતીના કાર્યક્રમમાં ભાગ લેશે.
15 જાન્યુઆરીના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસની મળતી પ્રાથમિક માહિતી મુજબ રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાથે વન ટુ વન બેઠક કરશે. તેમજ ગુજરાત ચૂંટણીને લઇ અગ્રણી નેતાઓ સાથે વાતચીત કરે તેવુ પણ સંભાવના છે.
- Advertisement -


