ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મતદાન યાદીમાં ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં અનેક વ્યક્તિઓા નામ વિસાવદર શહેરઅને ગ્રામ્ય એમ બંને વિસ્તારમાં નોંધાયેલા છે. બીએલો દ્વારા ખરાઇ કર્યા વગર નામ કમી કરવા કે ઉમેરદવા સહિતના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.
મતદાર યાદીમાં નામ ઉમેરવા કુમી કરવા કે સ્થળાંતર કરવા માટેના જે દાવાઓ રજુ થયા હોય તેની બીએલઓ દ્વારા સ્થળ ખરાઈ કરવામાં આવતી નથી. ઓનલાઈન આવેલી અરજીને બીએલઓ દ્વારા ચોક્કસ સમય મર્યાદામાં સ્થળ ખરાઈ કરવામાં ન આવે તો આપમેળે બીએલઓ લેવલથી નિકાલ થઈને ઈઆરઓના લોગઈનમાં આવી જાય છે. આવી ઓનલાઈન અરજી અઠવાડીયા સુધી મતદાર યાદીમાં નામ ઉમેરવા, સ્થળ ખરાઈ ન થવાના કારણે ઓટોમેટીક માન્ય થઈ જાય છે. આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે, ભાજપદ્વારા ખોટી રીતે નામ ઉમેરવા, કમી કરવાની અરજીઓ આપવામાં આવી રહી છે. ખોટી અરજી ગંભીર અને ગુનાહિત કૃત્ય છે. આ ઉપરાંત કેટલાય મતદારોના નામ વિસાવદર નગરપાલિકા વિસ્તારમાં અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં બંને જગ્યાએ નોંધાયેલા છે તેની ’આપ’ દ્વારા પક્ષ લેવલે ખરાઈ થઈ રહી છે. પરંતુ ચૂંટણી તંત્ર દ્વારા ખાસ ઘણા વ કિસ્સામાં આ અંગેની તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. મતદાર યાદી એ લોકશાહીનું સૌથી મહત્વનું અંગ છે. મતદાર યાદીમાં કોઈપણ પ્રકારની છેડછાડ કરવી તે ગંભીર ગુનો છે. એમ કહી વિસાવદર ચૂંટણી અધિકારી સમક્ષ આમ આદમી પાર્ટીના આગેવાનોએ રજૂઆત કરી છે.
વિસાવદર પેટાચૂંટણી પૂર્વે મતદાર યાદીમાં ગોટાળાના આક્ષેપ: વિધાનસભા મત વિસ્તારમાં અનેક મતદારોના બે સ્થળે નામ હોવાને લીધે આપની રજૂઆત
