By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    2 days ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    2 days ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    3 days ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    4 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    2 days ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    2 days ago
    દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
    2 days ago
    દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
    2 days ago
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    2 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    3 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    3 days ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    4 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    5 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    6 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    2 days ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    2 days ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    2 days ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    2 days ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: APMC રાજકોટ ખાતેથી ખરીફ પાકોની ટેકાના ભાવે રાજ્યવ્યાપી ખરીદીનો શુભારંભ કરાવતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > APMC રાજકોટ ખાતેથી ખરીફ પાકોની ટેકાના ભાવે રાજ્યવ્યાપી ખરીદીનો શુભારંભ કરાવતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ
રાજકોટ

APMC રાજકોટ ખાતેથી ખરીફ પાકોની ટેકાના ભાવે રાજ્યવ્યાપી ખરીદીનો શુભારંભ કરાવતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

Khaskhabar Editor
Last updated: 2023/10/21 at 1:41 PM
Khaskhabar Editor 3 years ago
Share
6 Min Read
SHARE

આજરોજ રાજકોટ જૂના એ.પી.એમ.સી. ખાતેથી કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ખરીફ પાકો મગફળી,સોયાબીન,અડદ અને મગ જેવા ખરીફ પાકોના ટેકાના ભાવની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

રાજકોટથી કૃષિ જણસોના ટેકાના ભાવની રાજ્ય વ્યાપી ખરીદીનો પ્રારંભ કરાવતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ છે કે ભારતનો ખેડૂત સમૃદ્ધ બને ત્યારે તેમની આવક બમણી કરવા અને દેશના ખેડૂતોને તેઓની ઉત્પાદિત થતી જણસીઓના તેઓને પોષણક્ષમ ભાવો મળે તે માટે ભારત સરકારની લઘુત્તમ ટેકાના ભાવની નીતિનો અમલ કરવામાં આવે છે. ભારતને મહાસત્તા બનાવવામાં ભારતનું સૌથી મોટું રોજગાર ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર છે ત્યારે તેના ખેડૂતોને ઉત્પાદન ક્ષેત્રે કોઈ નુકસાની ન થાય તેની સરકાર દરકાર લઇ રહી છે. વર્ષ 2023-24 માં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી અન્વયે ભારત સરકાર દ્વારા રાજ્ય સરકારની માંગણી મુજબ મગફળી માટે 9,98,000 મે.ટન, સોયાબિન માટે 91,343 મે.ટન, મગ માટે 9,000 મે.ટન તથા અડદ માટે 53,000 મે.ટન જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

- Advertisement -

રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવા તા. 25-09-2023 થી તા. 16-10-2023 સુધી ખેડૂતોની નોંધણી કરવા ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ મારફત શરૂ કરવામાં આવેલ હતી, જેમાં તા. 16-10-2023 સુધીમાં મગફળી માટે ૩૫૫૮૫ ખેડૂતો, સોયાબીન માટે 23316 ખેડૂતો, મગ પાક માટે 95 ખેડૂતો અને અડદ પાક માટે 62 ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવેલ છે. આમ છતાં ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી થયેલ ખેડૂતોની સંખ્યા અને ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ ચારે પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ આગામી તા. 31/10/2023 સુધી લંબાવવામાં આવેલ છે તેમ મંત્રીએ જણાવ્યું હતું.

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે,આજે ખેતીના બજાર ભાવો પર આંતરરાષ્ટ્રીય ભાવોની પણ અસર પડતી હોય છે ત્યારે ખેડૂતો પરંપરાગત ખેતીના બદલે નવી આધુનિક પદ્ધતિઓ, શોધો, બિયારણો સાથે જ પાકની માંગ અનુસાર તેનું વાવેતર કરશે તો તેઓને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ તેમના પાકોના ભાવો ખૂબ સારા મળી શકશે. સરકાર દ્વારા ખેડૂતોના પાકોને મૂલ્ય વર્ધન કરી ખેડૂતોને તેના પાકના સારા ભાવો આપતા આવા કૃષિ ક્ષેત્રના મૂલ્યવર્ધિત યુનિટો પણ વધુ સ્થપાય તે માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ માટે ખેતી ક્ષેત્રે પ્રવૃત્તિ કરતા આવા ઉદ્યોગોને ઇન્ડેક્સ-એ અંતર્ગત સરકાર ખાસ મદદરૂપ બની રહી છે.

- Advertisement -

વળી આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અન્વયે આંતરરાષ્ટ્રીય સ્તરે મિલેટ્ની માંગ વધી છે તો આવા ધાન્યોનું વધુમાં વધુ વાવેતર ગુજરાતનો ખેડૂત કરે તો તેના ભાવો મેળવી તે સક્ષમ બની શકશે.આ સાથે જ મંત્રીએ પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકી ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી દ્વારા સ્વાસ્થ્યપ્રદ અન્ન અને ગુણવત્તાલક્ષી ઉત્પાદન અને તેના ગુણવત્તાલક્ષી બજાર ભાવો વિશે વધુ માહિતી આપી હતી.

આ પ્રસંગે ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ખેડૂતોની જણસી તૈયાર થઈ જાય ત્યારબાદ ટેકાના ભાવો જાહેર કરવામાં આવતા હતા જે કારણે પણ ખેડૂતોને પૂરતા ભાવો મેળવવામાં નુકસાન જતું જ્યારે આજે ખેડૂતો વાવેતર કરે તે પહેલા જ તેના ટેકાના ભાવો જાહેર કરાય છે જેના થકી ખેડૂતોને જણસીના વાવેતર અંગે પણ માર્ગદર્શન મળી રહે છે.

વળી, સરકાર દ્વારા વિદેશથી આયાત કરવી પડતી કૃષિ જણસોને જો કોઈ ખેડૂત આપણા જ દેશમાં પકવવા ઇચ્છતો હોય તો તેવા પાકો સરકારની પ્રોત્સાહન નીતિ અંતર્ગત સરકાર ઓનલાઈન પોર્ટલ દ્વારા તેના ભાવ જાહેર કરી ખરીદ કરી લેતી હોય છે.ખેડૂતોના સમૃદ્ધિના માર્ગમાં સહકાર ક્ષેત્ર પણ આગામી દિવસોમાં અનન્ય યોગદાન આપી સહકારથી સમૃદ્ધિના માર્ગે આગળ લઈ જશે તેવી અભ્યર્થના ચેરમેન સંઘાણીએ વ્યક્ત કરી હતી.

ભારત સરકાર દ્રારા આ વર્ષ 2023-24 ખરીફ પાકોના ભાવ તા. 19/06/2023 ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ભારત સરકારશ્રીએ મગફળીનો ટેકાનો ભાવ રૂ.6377/-કિવ., મગ નો ટેકાનો ભાવ રૂ. 8558/- કિવ., અડદ નો ટેકાનો ભાવ રૂ.6950/- કિવ. અને સોયાબીનનો ટેકનો ભાવ રૂ. 4600/- કિવ. જાહેર કરેલ છે.

વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં મગફળી માટે 160, મગ માટે 73, અડદ માટે 105 અને સોયાબીન માટે 97 ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવેલ છે. આ ખરીદ કેન્દ્રો APMC માર્કેટ યાર્ડ ખાતે કાર્યરત કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતોને તેમની ઉપજ માટે ટેકાના ભાવો મળે તે સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (PM-AASHA), છત્ર યોજના લાગુ કરવામાં આવેલ છે. જે અંતર્ગત પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) યોજના એ ઉચ્ચ રોકાણ અને ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા અને રાજ્ય અને દેશમાં ખેડૂતોને તેમના ઉત્પાદન માટે વળતરકારક ભાવો પ્રદાન કરે છે. રાજ્યમાં જે તે પાકોના બજાર ભાવ ટેકાના ભાવથી નીચા જાય ત્યારે રાજ્ય સરકાર તુરંત આગોતરું આયોજન કરી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરે છે.

જેમાં બાજરી, જુવાર, મકાઈ, ડાંગર, કપાસ, તુવેર, મગ, અડદ, મગફળી, તલ તથા રવિ પાકો જેવા કે ઘઉં, ચણા, રાયડો અને શેરડીનો સમાવેશ થાય છે. છેલ્લા 7 વર્ષોમાં રાજ્યમાં મગફળી, મગ, અડદ, તુવેર, ચણા, રાયડો,મગ અને કપાસની કુલ 25,90,839 લાભાર્થી ખેડૂતો પાસેથી કુલ રૂપિયા 24,809 કરોડ મૂલ્યની 49,26,120 મેટ્રિક ટન જથ્થાની ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલ છે.

આ પ્રસંગે ચેરમેન રાજકોટ ખરીદ-વેચાણ સંઘ મગનભાઈ ધોણીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ તકે સાંસદઓ મોહનભાઈ કુંડારિયા,રામભાઈ મોકરીયા, ધારાસભ્યઓ ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, અગ્રણી રાજુભાઈ ધ્રુવ, એ.પી.એમ.સી. રાજકોટ ચેરમેન જયેશભાઈ બોઘરા, રાજકોટના સહકારી આગેવાનો, અગ્રણી નરેન્દ્રસિંહ જાડેજા, સંજયભાઈ રંગાણી, ડો. ડાયાભાઈ પટેલ, ઈન્ચાર્જ જિલ્લા ખેતીવાડી અધિકારી અશોક સોજીત્રા તથા બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

કાયદેઆઝમ બાબાનાં દિવ્ય દરબારમાં જશે જ

રાજકોટ મનપાનો ઐતિહાસિક નિર્ણય: 846 કરોડના 98 વિકાસ કામો સ્થગિત, સમીક્ષા શરૂ

ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત

રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત

ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી

TAGGED: AGRICULTUREMINISTER, APMC, kharifcrops, RAGHAVJIBHAIPATEL, Rajkot, supportprices
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધારાસભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલી રાજકોટ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક
Next Article સ્ત્રીશક્તિ કરણની વાતો કાગળ પર એસ.ટી તંત્રની બેદરકારી મુદ્દે આવેદન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ
વાણી અને વર્તન દ્વારા પરિચય
હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ
ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

કાયદેઆઝમ બાબાનાં દિવ્ય દરબારમાં જશે જ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

રાજકોટ મનપાનો ઐતિહાસિક નિર્ણય: 846 કરોડના 98 વિકાસ કામો સ્થગિત, સમીક્ષા શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
TALK OF THE TOWNરાજકોટ

ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?