ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ એસટી તંત્રની બેદરકારી સામે આવતા અબીવીબી દ્વારા આવેદન પત્ર અપાયું જેમાં શિલ્પાબેન ચુડાસમા તાલાલા થી જુનાગઢ રોજ મુસાફરી કરે છે. જ્યારે તા. 19/10/23 ના રોજ તે તાલાલા થી બેઠા હતા ત્યારે તેમની પાસે લોકલ અને એકસપ્રેસ બસનો પાસ હોવા છતા કંડકટર દ્વારા તેને રસ્તા પર જ દલીલ કરી ઉતારી દેવામાં આવ્યા હતા જેના લીધે તેમને એ દિવસે પરીક્ષા હતી તે આપી ન શક્યા તેનું જવાબદાર કોણ ? જ્યારે તે 1 વર્ષ થી ત્યાં થી મુસાફરી કરે છે એ પાસ કેમ ન ચાલવાયો ? અને સરકાર દ્વારા વાતો કરે છે સ્ત્રી સશક્તિકરણની વાતને એસટી તંત્રના કંડકટર દ્વારા ઉલાળ્યો કરાતો હોય તેવું સામે આવ્યું આ બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે મળી વિભાગીય કચેરી ના અધિકારી ને આવેદન આપવામાં આવ્યું જેમાં નગરમંત્રી રાજભાઈ ઝાલાવાડીયા સાથે પ્રમુખ કાર્યકર્તા મૌલિકભાઈ હરણેશા અવધભાઈ, સાથે અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.અ.ભા.વિ.પ દ્વારા જાણવામાં આવ્યું કે જો 7 દિવસ ની અંદર કોઈ નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.