ધારાસભ્યડો. મહેન્દ્ર પાડલીયા અને રમેશ ટીલાળાની ઉપસ્થિતિમાં અને જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લાની ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.
બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેક્ટર એસ.જે.ખાચરે બેઠકમાં ઉપસ્થિત સૌ સભ્યોને આવકાર્યા હતા. ધારાસભ્ય ડો. પાડલીયાએ ધોરાજી તથા ઉપલેટા નગરપાલિકા વિસ્તારના માર્ગો, સિંચાઈનુ પાણી, કેનાલની સફાઈ, વગેરે અંગેના પ્રશ્નોની રજૂઆત કરી હતી, જેનું નિયત સમય મર્યાદામાં નિરાકરણ લાવવા કલેક્ટરએ સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓને સૂચના આપી હતી. ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા રાજકોટ જિલ્લાના બાળકોને વિવિધ સરકારી યોજનાના લાભો આપવા કલેક્ટરશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી.
- Advertisement -
કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં કલેકટર પ્રભવ જોષીએ “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત વધુ ને વધુ વિસ્તારોને સઘન સફાઈ હેઠળ આવરી લેવા તમામ વિભાગોને સૂચના આપી હતી. તથા સરકારી કચેરીઓ ખાતેની ફાઈલો અને પસ્તીનો નિકાલ, રંગરોગાન, કચરાનો નિકાલ, વગેરે કામગીરી સત્વરે સંપન્ન કરવા તાકીદ કરી હતી. કલેકટરએ સી.એમ. ડેશ બોર્ડમાં રજૂ થતા નકારાત્મક અહેવાલો અંગે કરેલી જરૂરી કાર્યવાહી ઓનલાઇન અપડેટ કરવા સૂચના આપી હતી. તથા “મેરી મિટ્ટી, મેરા દેશ” કાર્યક્રમ અંતર્ગત યોજાનારી કળશ યાત્રા અને રાજકોટ જિલ્લામાં વિવિધ પ્રવાસન સ્થળોએ ચાલી રહેલા વિકાસ કાર્યોની પણ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ વડાપ્રધાનના “વિઝન-2047” અન્વયે આવનારા વર્ષોમાં તમામ સરકારી વિભાગોની યોજનાઓના વિસ્તરણ તથા મહત્તમ નાગરિકોને સરકારી યોજનાઓ અંતર્ગત આવરી લેવા અંગેનો વિગતવાર અહેવાલ તૈયાર કરવા આદેશ કર્યો હતો.
- Advertisement -
નાયબ મ્યુનિસિપલ કમિશનર મહેશ નાકિયાએ નજીકના સમયમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાઓ અંતર્ગત વધુ ને વધુ લાભાર્થીઓની ઓનલાઈન એન્ટ્રી કરાવવા વિવિધ વિભાગોના અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં રાજકોટ જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભાનુબેન બાબરીયા, રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, પ્રાંત અધિકારીઓ સર્વ કે. જી. ચૌધરી, જે.એન. લીખીયા, ગમારા, ડી. સી.પી. ભાર્ગવ પંડ્યા, એક્ઝિક્યુટિવ એન્જિનીયર કે.એન.ઝાલા, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કેતન ખપેડ, મહિલા અને બાળ વિકાસ અધિકારી અવનીબેન દવે, જિલ્લા પુરવઠા અધિકારી અવનીબેન હરણ, આઇ.સી.ડી.એસ. ના પ્રોગ્રામ ઓફિસર સાવિત્રી નાથજી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે.વી. મોરી, આરોગ્ય અધિકારીઓ ડો. એન.એમ.રાઠોડ તથા ડો. પી.કે. સિંઘ, પશુપાલન અધિકારી ખાનપરા, જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ. કૈલા, તથા સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.