મ્યુનિસિપલ કમિશનરે TPOનો ચાર્જ જુડાના TPOને સોંપી દીધો
બિલ્ડિંગ ધરાશયી થવા મામલે મનપા સામે ગાળીયો વધુ કસાઇ રહ્યો છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
જૂનાગઢ શહેરમાં કડીયાવડમાં બિલ્ડીંગ થવાના કેસમાં હવે કાયદાનો સકંજો વધુને વધુ કસાઇ રહ્યો છે, જેના પરિણામે મહાપાલિકાના વોર્ડ ઇજનેરના આગોતરા જામીન ના મંજૂર થયા પછી ધરપકડના ભયથી મનપાના ટાઉન પ્લાનિંગ અધિકારી પણ છેલ્લા કેટલાક દિવસથી રજા મુકયા વગર ગુમ થઇ જતા ચકચાર જાગી છે. જેથી મ્યુ.કમિશનરે મનપાના ટીપીઓનો ચાર્જ જુડાના ટીપીઓને આપ્યો છે.
જૂનાગઢ શહેરમાં જુલાઇ 2023માં કડીયાવાડમાં એક બિલ્ડીંગ ધરાશાયી થયુ હતુ. જેથી નીચે દબાઇને ચાર વ્યક્તિના મોત થયાહતા. જે કેસમાં મનપાએ બિલ્ડીંગના માલિક સામે ફરિયાદ નોંધી હતી જેમાં ફરિયાદી તરીકે ટીપીઓ બિપીન ગામીત હતા, આ બિલ્ડીંગ જર્જરિત હોવા અંગે મનપાએ નોટિસ આપી હોવાનો દાવો કર્યો હતો. જેમાં બિલ્ડીંગ માલિકની સહી અને નંબર પણ લખેલા હતા પણ જેના નામની નોટિસ આપી હતી અને તેના નંબર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તે વ્યક્તિ તુલસીદાસ વિરજીભાઇ પીઠીયાનું તો તા.19 ઓકટોબર 1976ના અવસાન થયુ હતુ તેના પરિવારે પણ કોઇ નોટિસ મળી હોવાનો ઇન્કાર કર્યો હતો. આ મામલે હાઇકોર્ટમાં પીટીશન થતા હાઇકોર્ટે પોલીસને તપાસ કરી કાર્યવાહી કરવાના આદેશ કર્યા હતા જેના અનુસંધાને પોલીસે મનપાના વોર્ડ ઇજનેર હર્ષિત કમલેશ ભુવાની પુછપરછ કરી હતી તેમજ એલવીએસ અને એસડીએસ ટેસ્ટની સંમતિથી લેવામાં આવ્યો હતો. ટેસ્ટના અહેવાલ દરમિયાન નોટિસની માત્ર ઓફીસ કોપી ઉભી કરી હતી.
બિલ્ડીંગ માલિકને આપવામાં આવી ન હોવાનું સામે આવ્યુ હતુ આ મામલે મનપાના હંગામી વોર્ડ ઇજનેર હર્ષિત ભુવાએ ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી તે કોર્ટે ના મંજૂર કરી છે જેથી હવે આ નોટિસનો મામલો વોર્ડ ઇજનેરથી સીધો ટાઉન પ્લાનિંગ અધિકારી બીપીન ગામીત સુધી પહોંચે તેવી શકયતાઓને ઘ્યાને લઇ ધરપકડથી બચવા હવે ટીપીઓ બીપીન ગામીત છેલ્લા 10-12 દિવસથી મનપા કચેરીએ રજા રીપોર્ટ મુકયા વગર કયાંક જતા રહ્યા છે.
- Advertisement -
જેથી મ્યુ.કમિશનરે કાર્યાલય આદેશ કરીને ટીપીઓ ગામીતનો ચાર્જ મનપાના બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનરે અને જુડાના ટીપીો ડી.જી.રાઠોડને આપી દીધો છે. હાલ તો જૂનાગઢ મનપાની ટાઉન પ્લાનિંગ શાખા ફરથી વિવાદના ઘેરામાં આવતા ભારે ચર્ચા જાગી છે.
TPO સામે કાર્યવાહી ન કરવા બદલ કમિશનર સામે હાઇકોર્ટમાં પીટિશન
જૂનાગઢના કડીયાવાડ વિસ્તારમાં ગત તા.24-7-23ના એક જર્જરીત ઇમારત ધરાશાયી થઇ હતી જેમાં બે પુત્રો અને તેના પિતા અને એક અન્યનું મોત થયુ હતુ. આ જર્જરીત ઇમારત ધરાશાયી થયા મામલે એસટીપીઓ સહિતના બેદરકારો સામે ખાતાકીય તપાસ કરવા માટે રજૂઆત બાદ પણ કમિશનરે એસટીપીઓ સામે કોઇ કાર્યવાહી ન કરતા તેના વિરૂઘ્ધ હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરવામાં આવી છે. ત્યારે મૃતકના પરિવારજનો તથા વકીલ મારફત રજૂઆત છતાં નિષ્ક્રિયતા દાખવવાના મામલે પરિવારજનોએ હાઇકોર્ટ પગલા લેવા કમિશનરને હુકમ કરે એવી દાદ માંગતી પિટિશન દાખલ કરવામાં આવી છે.



