નશામાં બેભાન શખ્સને જોવા ટોળાં ઉમટી પડ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
ધ્રાંગધ્રા શહેરના રાજકમલ ચોક ખાતે શનિવારે સવારના સમયે બરોબર એક વેપારીની દુકાન સામે જ કાર પાર્ક કરી કારમાં સૂતેલા શખ્સને દુકાન સામેથી કાર હટાવવા અંગે વેપારીએ જણાવતા શખ્સ ખુબજ નશાની હાલતમાં હોય જેથી વેપારી દ્વારા અન્ય વેપારી મિત્રોને આ બાબતની જાણ કરતા જ જોતજોતામાં ટોળા એકત્ર થયા હતા જે બાદ સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા પાર્ક કરેલ અજાણ્યો શખ્સ એટલા નશામાં હતી કે તેને કોઈ ભાનમાં જ ન હોય જેથી પ્રાથમિક તબ્બકે પોલીસે 108ને જાણ કરી શખ્સને હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.



