મેરેજ સર્ટિફિકેટ કઢાવવા માટે લાંચ માગી હતી, કુલ 42 ફાઇલો આપવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
વેરાવળ પાટણ સંયુક્ત સંયુક્ત નગરપાલિકાના પટાવાળાને એસીબીએ ટ્રેપ ગોઠવી રૂપિયા 7,300ની લાંચ 5 લેતો રંગેહાથ ઝડપી લીધો હતો. વેરાવળ પાટણ સયુંક્ત નગરપાલિકાની લગ્ન નોંધણી શાખામાં મેરેજ સર્ટિફિકેટ કઢાવવા માટે કુલ 42 ફાઇલો આપવામાં આવી હતી. જે પૈકી સમૂહલગ્નની ફાઇલ દીઠ રૂ. 100 તથા અન્ય ફાઇલોના રૂ. 200 લેખે કુલ 42 ફાઇલના રૂપિયા 7,300ની ગેરકાયદેસર લાંચની માંગણી પટાવાળા ગોવિંદભાઈ સરમણભાઈ કામળીયા ઉ.વ. 42એ કરી હતી.
- Advertisement -
પરંતુ અરજદાર લાંચની રકમ આપવા માગતાં ન હોય ગીર સોમનાથ એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. ફરીયાદ આધારે ગુરુવારે એસીબી એકમ, જૂનાગઢના ઇન્ચાર્જ મદદનીશ નિયામક બી. એમ. પટેલના માર્ગદર્શનમાં ગીર સોમનાથ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી. આર. ગઢવીએ લગ્ન નોંધણી શાખા, વેરાવળ-પાટણ સયુંક્ત નગરપાલિકા કચેરી, વેરાવળ ખાતે ટ્રેપ ગોઠવી પટાવાળા ગોવિંદભાઈ સરમણભાઈ કામળીયાને અરજદાર પાસેથી રૂપિયા 7,300ની લાંચની રકમ સ્વિકારતો પકડી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



