By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    2 days ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    3 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    3 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    4 days ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    13 hours ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    2 days ago
    FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
    2 days ago
    ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
    2 days ago
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    2 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    2 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    2 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    3 days ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    2 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    3 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    4 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    5 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અભય ભારદ્વાજ એન્ડ એસોસિએટ્સ ઑફીસનું નવા સરનામે શુભ પ્રસ્થાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > અભય ભારદ્વાજ એન્ડ એસોસિએટ્સ ઑફીસનું નવા સરનામે શુભ પ્રસ્થાન
રાજકોટ

અભય ભારદ્વાજ એન્ડ એસોસિએટ્સ ઑફીસનું નવા સરનામે શુભ પ્રસ્થાન

Khaskhabar Editor
Last updated: 2024/10/18 at 4:52 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

ચાર કરતાં પણ વધુ દાયકાઓથી ‘ભાઈની ઓફીસ’ નામથી સામાન્ય માનવીના હૃદયમાં અંકિત થયેલ, લોધાવાડ ચોકના પટાંગણમાં સ્થિત અભય ભારદ્વાજ એન્ડ એસોસિએટ્સની ઓફીસ હવે નવા સરનામે સ્થળાંતરિત થયેલી છે. સરનામુ નવું છે પરંતુ અભયભાઈએ ચીંધેલા માર્ગ ઉપર ચાલવાની અને વકીલાતને માધ્યમ બનાવી સમાજ સેવા કરવાની અભય ભારદ્વાજ એન્ડ એસોસિએટ્સના તમામ સભ્યોની ઈચ્છા શક્તિ હજુ એ જ છે.

- Advertisement -

જે શુભ સમાચાર સાથે અંશ અભયકુમાર ભારદ્વાજ તેમજ અભય ભારદ્વાજ એન્ડ એસોસિએટ્સની સમગ્ર ટીમ દ્વારા તેઓની નવી ઓફીસમાં પધારવા અને સમગ્ર ટીમને આશીર્વાદ આપવા રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના સમગ્ર વકીલઆલમને તેમજ સામાજિક, ઔદ્યોગિક અને રાજકીય આગેવાનોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

અભયભાઈ ભારદ્વાજનો જન્મ આફ્રિકાના યુગાન્ડામાં સન 1954માં થયેલ. તેઓએ પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ યુગાન્ડામાં કેળવેલ, ત્યાર બાદ યુગાન્ડામાં સિવિલ વોર ફાટી પડતાં સમગ્ર પરિવારે ભારત પરત આવી જવું પડેલ. પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે અભયભાઈ રાજકોટ ખાતે 16 વર્ષની કિશોર વયે જનસત્તામાં ડેસ્ક એડિટર તરીકે જોડાય અને પરિવાર માટે કમાવવાનું શરૂ કરી દીધેલ હતું, પરંતુ શિક્ષક દંપતિના પુત્ર હોવાના કારણે તેઓએ પોતાનું ભણતર યથાવત રાખેલ હતું અને ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી બી.એ.ની ડીગ્રી મેળવી અને એ.એમ.પી. સરકારી લો કોલેજમાંથી એલ.એલ.બી.ની ડીગ્રી મેળવેલ હતી. ત્યાર બાદ અભયભાઈ પોતાના મામા ચીમનભાઈ શુક્લ સાથે વકીલાતના વ્યવસાયમાં જોડાયેલ હતા. થોડા વર્ષો બાદ અભયભાઈએ અભય ભારદ્વાજ એન્ડ એસોસિએટ્સની સ્થાપના કરી પોતાની અલગ ઓફીસ શરૂ કરેલ હતી. લોધાવાડ ચોકમાં આવેલા ‘સુયોગ’ કોમ્પલેક્ષમાં પાંચ બાય પાંચના નાનકડા રૂમથી અભયભાઈએ પોતાની સૌ પ્રથમ સ્વતંત્ર વકીલ તરીકેની કારકિર્દીની શરૂઆત કરેલ હતી. અભયભાઈએ સ્વતંત્ર વકીલ તરીકેના શરૂઆતના દિવસોમાં ચીમનભાઈ શુક્લ, ચીમનભાઈ એન. શાહ, શરદભાઈ સોનપાલ, મધુભાઈ સોનપાલ, મોહનભાઈ સાયાણી તેમજ રાજકુમાર ક્રિપાલસિંહ જેવા દિગ્ગજ વકીલો પાસે માર્ગદર્શન મેળવી અને વકીલાતના દાવપેચ શીખેલ હતા.

પાંચ બાય પાંચના નાનકડા રૂમથી શરૂ થયેલ અભય ભારદ્વાજ એન્ડ એસોસિએટ્સ સમય પસાર થતાં વધુ વ્યાપક સ્વરૂપ ધારણ કરતી ગઈ અને અભયભાઈની સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના અગ્રેસર વકીલોમાં નામના કેળવાતી ગઈ. આ સમય દરમિયાન અભયભાઈએ અસંખ્ય સંવેદનશીલ અને ચકચારી કેસોમાં સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે પોતાની ફરજ સફળતાપૂર્વક નિભાવી હતી. 2016માં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના 21માં કાયદા પંચના સભ્ય તરીકે અભયભાઈની નિમણુંક કરવામાં આવી. આથી અભયભાઈ કાયદા પંચનું સભ્યપદ ગ્રહણ કરનાર દેશના ઈતિહાસના સૌ પ્રથમ ટ્રાયલ કોર્ટના એડવોકેટ બન્યા. ત્યાર બાદ ભારત સરકાર દ્વારા અભયભાઈને નેશનલ ઈન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલના જજોની પસંદગીની સમિતિમાં સામેલ કરવામાં આવ્યા. સન 2020માં અભયભાઈ ભારતીયા જનતા પાર્ટી તરફથી રાજ્યસભાના સાંસદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા અને 2020ના જૂન મહીનામાં વિધાનસભામાં ધારાસભ્યો દ્વારા ચૂંટાય અને તેઓ રાજ્યસભાના સાંસદ બન્યા. ઓગસ્ટ 2020માં રાજ્યસભામાં સભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ ગુજરાત પરત ફરતા સાથે જ તેઓ કોરોના સંક્રમિત થયા. કોરોના સાથે લાંબી જંગ ઝીલવા છતાં અભયભાઈએ 1 ડીસેમ્બર 2020ના રોજ પોતાનો દેહ ત્યાગ્યો હતો.

- Advertisement -

અભય ભારદ્વાજ એન્ડ એસોસિએટ્સ ઓફીસ એક સૌરાષ્ટ્ર લીગલ યુનિવર્સિટીના નામથી પણ ઓળખાવા લાગેલ હતી કારણ કે અભયભાઈની ઓફીસમાંથી અનેક જુનિયર વકીલો જજ તરીકે તથા અન્ય હોદ્દાઓ ઉપર હાલમાં બીરાજમાન છે અને અન્ય વકીલો પણ તેઓની અલગ ઓફીસની સ્થાપના કરી હાલમાં ખ્યાતનામ વકીલો તરીકે જાણીતા થયા છે. આમ અભયભાઈ ભારદ્વાજની ઓફીસમાંથી અસંખ્ય વકીલોએ શરૂઆત કરીને હાલમાં ઉચ્ચ હોદ્દાઓ ઉપર અને વકીલાત ક્ષેત્રે નામના મેળવેલા છે.

અભયભાઈની આકસ્મિક વિદાય બાદ તેઓના પુત્ર અંશ અભયકુમા ભારદ્વાજ તેમજ પુત્રી અમૃતા અભયકુમાર ભારદ્વાજ દ્વારા અભય ભારદ્વાજ એન્ડ એસોસિએટ્સની જવાબદારી સંભાળવામાં આવી છે. હાલ અભય ભરદ્વાજ એન્ડ એસોસિએટ્સના 30થી પણ વધુ વકીલો ઘણા ચકચારી કેસોમાં પોતાના અસીલોનું સફળતાપૂર્વક પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ‘ભાઈની ઓફીસ’ હવેથી અભય ભારદ્વાજ એન્ડ એસોસિએટ્સના નામે ધ સ્પાયર-2, 401, 4થો માળ, શીતલપાર્ક ચોક, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે સ્થળાંતર થઈ હોય સૌ આમંત્રિતોને તેમજ શુભેચ્છકોને તા. 20 ને રવિવારના રોજ સવારના 9-00થી 2-00 કલાક સુધીમાં પધારવા આમંત્રણ પાઠવાયું છે.

You Might Also Like

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘RASAYAN-23’નું સમાપન : વિજ્ઞાન, સંશોધન અને વૈશ્વિક સહયોગનો સર્જાયો સંગમ

એસ્ટ્રોન ચોક નજીક વિરમણી સ્વીટ્સમાંથી એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા, પ્રતિબંધિત કલરનો જથ્થો મળી આવતા સીલ કરાઇ

સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય રસાયણ પરિસંવાદમાં અદ્યતન મેમરી ટેક્નોલોજીથી ફૂડ ઇનોવેશન સુધી વૈજ્ઞાનિક ચર્ચા

જિલ્લા પંચાયતની નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ ખાસ સામાન્ય સભા : 8 સમિતિનાં ચેરમેન જાહેર

TAGGED: Abhay Bharadwaj, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સૌરાષ્ટ્રના કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા અને 4 શખ્સો પોલીસ સકંજામાં
Next Article અતિવૃષ્ટિમાં પાકમાં થયેલા નુકસાનનું ખેડૂતોને વળતર આપવા સંયુક્ત કિસાન મોરચાની માંગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા
રાજ્યમાં સિઝનનો સરેરાશ 24.63% વરસાદ : નર્મદા ડેમ 65% ભરાયો, 10 ડેમ હાઈ-એલર્ટ પર
ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો
શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘RASAYAN-23’નું સમાપન : વિજ્ઞાન, સંશોધન અને વૈશ્વિક સહયોગનો સર્જાયો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

એસ્ટ્રોન ચોક નજીક વિરમણી સ્વીટ્સમાંથી એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા, પ્રતિબંધિત કલરનો જથ્થો મળી આવતા સીલ કરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
TALK OF THE TOWNરાજકોટ

સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?