By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    1 day ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    2 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    3 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    4 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    9 hours ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    9 hours ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    1 day ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    1 day ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 day ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    4 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સામાન્ય રીતે યોગ્ય અને વૈજ્ઞાનિક રીતે કરેલું વાસ્તુ તેની પોઝિટિવ અસર ચોક્કસ આપે છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Rajesh Bhatt > સામાન્ય રીતે યોગ્ય અને વૈજ્ઞાનિક રીતે કરેલું વાસ્તુ તેની પોઝિટિવ અસર ચોક્કસ આપે છે
ASTROLOGERAuthorRajesh Bhatt

સામાન્ય રીતે યોગ્ય અને વૈજ્ઞાનિક રીતે કરેલું વાસ્તુ તેની પોઝિટિવ અસર ચોક્કસ આપે છે

Khaskhabar Editor
Last updated: 2022/01/15 at 2:04 PM
Khaskhabar Editor 5 years ago
Share
8 Min Read
SHARE

આ સિરિઝનો પ્રથમ હપ્તો થયો ત્યારે જ બનેલા કિસ્સાની વાત તમારી સાથે શેર કરવી છે. એ સવારે એક સાઈટ વિઝિટ પતાવીને ઓફિસે પહોંચ્યો ત્યાં જ મોબાઈલ પર ચિરપરિચિત નંબર પરથી રીંગ વાગી. એ ફોન મારા જૂના ક્લાયન્ટનો જ હતો. હજુ લગભગ ત્રણ વરસ પહેલાં જ તેમની ફેકટરીને વાસ્તુ મુજબ ડીઝાઈન કરી હતી અને સારા પરિણામ મળી રહ્યાનું એ અવારનવાર ફોન કરીને કહેતાં.

Contents
સ્પેસ, લેન્ડ । સેલ્ફ – રાજેશ ભટ્ટ ઈશાન ખૂણામાં અને ઉત્તર દિશામાં વજન ન રહે તથા ઓપન અને સાફ રહે તે જરૂરી છે, આ દિશામાં ભંગાર, પેકેજિંગનો કચરો રાખવાથી જગ્યાની પોઝિટિવિટી ઓછી થાય છે અને પ્રગતિમાં રૂકાવટ આવે છે. પ્રગતિની પૂરપાટ દોડતી ગાડી એકાએક ગતિ ગુમાવીને ધીમી પડી જાય તો નક્કી કશુંક અણગમતું યા અણધાર્યુ બન્યું હોવું જોઈએહોમને સ્વીટ હોમ બનાવવું હોય તો….આવતા શનિવારે ફરી નવા વિષય અને નવી વાતો સાથે મળીશું. 

સ્પેસ, લેન્ડ । સેલ્ફ
– રાજેશ ભટ્ટ 

પણ-એ દિવસે તેમણે કરેલા ફોનનો સૂર અલગ હતો. તેમણે ફોનમાં જણાવ્યું કે, છેલ્લાં બે-ત્રણ મહીનાથી કામ અચાનક ધીમું પડી ગયું હોવાનું તેમને લાગતું હતું. વધુ પૂછપરછ કરતાં તેમણે સમજાવ્યું કે છેલ્લાં બે-ત્રણ મહીના દરમિયાન આપેલા કોટેશનમાં દરેક ઓર્ડર મળવામાં ખૂબ વિલંબ થતો હતો. મોં સુધી આવેલો કોળીયો છીનવાઈ જાય યા હાથમાંથી પડી જાય તેવી પરિસ્થિતિ હતી. ફેકટરીનું વાસ્તુ તો મેં જ કરેલું એટલે એ બાબતે તો કોઈ પ્રશ્ર્ન જ ન હતો, છતાં પૃચ્છા કરી. તેમના જવાબથી ખાત્રી થઈ ગઈ કે વાસ્તુ બાબતે કોઈ ફેરફાર કે પરિવર્તન તેમણે જાતે કરેલા નથી. તેથી મેં નક્કી કર્યું કે ફેકટરીની ફરી વિઝિટ કરીને જાત તપાસ કરવી પડશે.

- Advertisement -

ઈશાન ખૂણામાં અને ઉત્તર દિશામાં વજન ન રહે તથા ઓપન અને સાફ રહે તે જરૂરી છે, આ દિશામાં ભંગાર, પેકેજિંગનો કચરો રાખવાથી જગ્યાની પોઝિટિવિટી ઓછી થાય છે અને પ્રગતિમાં રૂકાવટ આવે છે. 

સામાન્ય રીતે યોગ્ય અને વૈજ્ઞાનિક રીતે કરેલું વાસ્તુ તેની પોઝિટિવ અસર ચોક્કસ આપે છે, પરંતુ પેલા મારા જૂના ક્લાયન્ટની સમસ્યા પણ સાચી હતી. પ્રગતિની પૂરપાટ દોડતી ગાડી એકાએક ગતિ ગુમાવીને ધીમી પડી જાય તો નક્કી કશુંક અણગમતું યા અણધાર્યુ બન્યું હોવું જોઈએ એમ માનીને મેં ફેકટરીની વિઝિટ કરવાનું નક્કી કરેલ. મેં ફેકટરીમાં વાસ્તુ મુજબ ઈશાન ખૂણામાં અને ઉત્તર દિશામાં વજન ન રહે તથા ઓપન અને સાફ રહે તે માટે ત્યાં ખુલ્લી જગ્યા રખાવેલી, પરંતુ મારી વિઝિટ દરમિયાન જોયું કે કામદારોનો કામના વધુ પડતા ભારણને કારણે તથા દિશાજ્ઞાન ન હોવાના પરિણામે બધો જ ફેકટરીનો ભંગાર, પેકેજિંગનો કચરો, પ્રોડક્ટ ફિનિશ થતી વખતે વધતો વેસ્ટેજ જાણે-અજાણે ઈશાન ખૂણાથી લઈ ઉત્તર દિશામાં ઢગલો કરવા લાગ્યા હતા. જ્યારે અમોએ એનર્જી સ્કેનિંગ મશીનથી પરિક્ષણ કર્યું તો મશીનમાં જગ્યાની પોઝિટિવિટી ઓછી દેખાડી.

કારણ સાવ સામાન્ય હતું. મેં મારા જૂના ક્લાયન્ટ મિત્રને ત્યાંથી બધો જ વેસ્ટેજ, કચરો, ભંગાર અને બિનઉપયોગી વસ્તુઓ હટાવી જગ્યા સાફ કરાવી ત્યાં મીઠાના પાણીના પોતા અને નિયમિત ધુપ કરવાની સલાહ આપી અને આઠ દિવસ પછી ફરી વાત કરીશું તેમ નક્કી અમો છૂટા પડ્યા.

સાતમા દિવસે જ તેમનો સામેથી ફોન આવી ગયો કે ઓર્ડર ફરી સરળતાથી મળવા લાગ્યા છે, અને હવે પહેલાં જેવી મજા આવી રહી છે. અહીં સમજવાનું એ છે કે જગ્યામાં રહેલ કચરો, બિનજરૂરી વસ્તુઓ અને ભંગાર સારી એનર્જી (સારી ઊર્જા)ને અવરોધે છે, તેનો સમયસર નિકાલ કરતાં રહેવો જોઈએ.

- Advertisement -

પ્રગતિની પૂરપાટ દોડતી ગાડી એકાએક ગતિ ગુમાવીને ધીમી પડી જાય તો નક્કી કશુંક અણગમતું યા અણધાર્યુ બન્યું હોવું જોઈએ

હોમને સ્વીટ હોમ બનાવવું હોય તો….

આપણી સંસ્કૃતિમાં માન્યતા કે આસ્થા છે કે દિવાળીના તહેવારોમાં સ્વયં ભગવાન આશીર્વાદ આપવા ઘર પર આવે છે અને તેના સ્વાગતમાં આપણે દિવાળી પહેલાં જ ઘરની સાફ-સફાઈ કરી, દિવાળીના તહેવારોમાં ઘરને વ્યવસ્થિત- સુશોભીત રાખીએ છીએ તેથી જ આપણે ત્યાં કહેવતોમાં પણ કહેવાયું છે કે ‘જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ.’

  • દરેક પરિવારમાં એકાદ વ્યક્તિ (પતિ, પત્નિ, બાળકો કે વડીલ) એવી હોય જ છે કે જેમનો નકામી વસ્તુના સંગ્રહ માટેનો મોહ છૂટતો હોતો નથી, જ્યારે વાસ્તવિકતા એ છે કે તેનો ક્યારેય ઉપયોગ જ થવાનો નથી. આવી વસ્તુઓ ખરેખર તો સારી ઊર્જા અવરોધવાનું કામ કરે છે. આ એ વસ્તુઓ છે જે હાલમાં તમો ઉપયોગમાં નથી લેતાં તથા ભવિષ્યમાં પણ તેનો ઉપયોગ થવાની શક્યતા નહિંવત છે.
  • ઘણાના ઘરમાં જૂની પસ્તીના ઢગલાં, બિનઉપયોગી પ્લાસ્ટિકના ડબ્બા, કલરકામ કર્યા પછી ખાલી વધેલ ડબ્બાઓ, જૂના ફાટી ગયેલ ડોરમેટ, કલર બદલી ગયેલ એટલે કે પીળા પડી ગયેલા ચોપડા, તૂટેલા રમકડાં, ભગવાનની ખંડિત થયેલ મૂર્તિ કે ફોટો, પુંઠાના ખાલી બોક્સ, કારના જૂના ટાયર કે ટયુબના ખડકલાં હોય છે. આવી ઘણી વસ્તુઓનો ફરી ઉપયોગ તો ક્યારેય થતો હોતો નથી. આ કલટર (અસ્તવ્યસ્ત રહેલ વસ્તુઓનો સમૂહ) ઘરની ઊર્જાની ગતિ સ્થગિત કરી ઘરની પોઝિટિવિટીને ઘટાડવામાં નિમિત્ત બને છે. તેનો શક્ય તેટલી ઝડપથી નિકાલ કરવો.
  • જેવી રીતે રસ્તા પર જતાં હોય ત્યારે વારંવાર સ્પીડબ્રેકર આવે તો વાહનની સ્પીડ ઘટી જાય છે તેમ ઘર, ઓફીસ, શોરૂમ કે ફેકટરીમાં ઊર્જાની અવરજવર માટે ખુલ્લી જગ્યા હોવી આવશ્યક છે.
  • આજકાલ જમીનના ભાવ આસમાને છે. સ્વાભાવિક છે લોકોને અલગથી મોટા સ્ટોરરૂમ બનાવવાની જગ્યા મળતી નથી એટલે બેડ (પલંગ)ની અંદર સ્ટોરેજ કરતાં હોય છે. વાસ્તુ મુજબ ચાર પાયાવાળો પલંગ શ્રેષ્ઠ છે, છતાં જો બેડમાં સ્ટોરેજ કરવો પડે તો બેડની અંદર મેટલની વસ્તુઓ ન રાખવી.
  • ડસ્ટબીન હંમેશા કવરવાળા (ઢાંકણાવાળા)નો જ ઉપયોગ કરવો અને ઉપયોગ કરી ફરી કવર બંધ કરવું.
  • ફેકટરી, ઓફિસ અને ઘરમાં પાણીના તૂટેલ નળ કે લીક થતાં નળ બદલી નાખવા કે રીપેર કરાવવા.
  • રીપેર ન થઈ શકે તેવા ઈલેકટ્રોનીક સાધનો જેવા કે રેડિયો, જૂના ટેલિફોન, જૂના ટીવી, મોબાઈલ, કોમ્પ્યુટર, પ્રિન્ટર વગેરે જેનો ઉપયોગ થવાનો નથી તેનો નિકાલ કરવો. તે સકારાત્મક ઊર્જાને આવતાં રોકે છે.
  • ઘરના પ્રવેશદ્વાર પર હંમેશા સુશોભીત પગલૂછણિયા રાખવા અને સમયાંતરે તેને બદલતા રહેવા જેથી સકારાત્મક ઊર્જાને ઘરમાં સરળતાથી આકર્ષિત કરીને ઘરની પોઝિટિવિટીમાં વધારો કરી શકે.
  • આપના ઘરના કે ઓફીસના દરવાજાની એકદમ સામે કોઈ અવરોધરૂપ સામાન કે વસ્તુ ન રાખવી.
  • ઘરમાં નવી પોઝિટિવિટી ઊર્જા ત્યારે જ પ્રવેશી શકે છે જ્યારે તેના માટે ઘરમાં આવવાની પૂરતી જગ્યા રહેલ હોય.
  • જૂની વસ્તુ કે સાધનો માટે તેની એન્ટિક વેલ્યુની દુહાઈ દેવામાં આવે છે પરંતુ એન્ટિક વસ્તુને યોગ્ય સજાવટ કરીને રાખી હોય તો બરાબર છે, પરંતુ તેને બેગમાં કે કોઠીમાં કે અભેરાઈ પર ખડકી દેવાથી તો એ એન્ટિક વસ્તુ ‘ભંગાર’ જ ગણાશે તેથી જરૂરી છે કે જૂની કે એન્ટિકના નામે સંગ્રહ કરી રાખેલ વસ્તુઓને ઘરમાંથી તિલાંજલી આપી દો.
  • મંદિરો પણ અસ્વચ્છ હોય તો આપણને ગમતાં નથી તો ઘર તો એક મંદિર જ છે, ઘરનો પણ આવી જૂની, નકામી, બિનઉપયોગી અને ભંગાર તેમજ ગંદકી વધારતી વસ્તુઓથી દૂર કરીને તેને પણ સ્વચ્છ રાખીએ.
  • ઘરની અંદર તૂટેલા કાચ રાખવા નહીં, તૂટેલા અરિસા કે ખરાબ થયેલ અરિસાનો ઉપયોગ કરવો નહીં, તેને તાત્કાલિક બદલી નાખવા.
  • આપના બૂટ-ચંપલ ખુલ્લા ન રાખતાં શુ-રેકમાં રાખવા.
  • અસ્તવ્યસ્ત વસ્તુઓનો પ્રભાવ તમારા કામ તથા વિચારો પર રહેશે તેથી દરરોજ થોડો સમય તમારી કામ કરવાની તથા રહેવાની જગ્યાને વ્યવસ્થિત રાખવામાં આપો.
  • ઘણી ફેક્ટરી અને શો-રૂમનાં સ્ટોર રૂમમાં વર્ષ દરમિયાન થતાં એક્ઝિબિશન, વર્કશોપ કે ગિફ્ટિંગને લગતો સામાન અસ્ત-વ્યસ્ત હાલતમાં પડ્યો હોય છે, તેને વ્યવસ્થિત સાફ કરી હંમેશા રેકમાં ગોઠવેલો રાખવો.
    આપની જગ્યામાં રહેલ કલટર આપની પ્રગતિને હેન્ડબ્રેક મારી શકે છે.
    (કલટર: અસ્તવ્યસ્ત વસ્તુઓનો સમૂહ.)

આવતા શનિવારે ફરી નવા વિષય અને નવી વાતો સાથે મળીશું.
 

You Might Also Like

ગરબો: દેહ, દીપ અને દર્શન

ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ

સરહદનો સાચો સુપરકોપ

સ્ત્રી અને નવરાત્રી

સ્વર્ગ જેવી છે અહીં જિંદગી!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ક્રેશ ડાયેટ અને કિટો ડાયેટ કરતા બહેતર છે હેલ્ધી ડાયેટ
Next Article રાજકોટમાં અંદાજિત 40-50 હજાર કિલો જેટલું ઊંધિયું વેચાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
Author

ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
Author

સરહદનો સાચો સુપરકોપ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?