ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની સુચના અનુસાર ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનની દરેક જિલ્લા મહાનગરના મીડિયાના કન્વીનર તથા સહ-કન્વીનરની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ. જેમાં પ્રદેશ ભાજપ પ્રવક્તા યમલભાઈ વ્યાસ, પ્રદેશ મીડિયા કન્વિનર યગ્નેશભાઈ દવે, સૌરાષ્ટ્ર પ્રવક્તા રાજુભાઇ ધ્રુવ, સૌરાષ્ટ્ર મીડિયા કન્વિનર સુરેશભાઈ માંગુકીયા ઉપસ્થિત રહી આગામી કાર્યક્રમો તથા સાંપ્રત સમયમાં પ્રિન્ટ મીડિયાનું મહત્વ અંગેની વિસ્તૃતમાં માર્ગદર્શન અને સૂચના આપી હતી. જેમાં રાજકોટ જીલ્લાના પ્રેસ-મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળ, સહ-ઇન્ચાર્જ કિશોરભાઈ ડોડીયા તથા ઉદયભાઈ લાખાણી તેમજ શહેરના મીડિયા વિભાગના ઇન્ચાર્જ નીતિનભાઈ ભૂત, સહ-ઇન્ચાર્જ તેજશભાઈ ગોરસીયા તથા સંજયભાઈ લોટીયા સહીતના કાર્યકર્તાઓ ઉપસ્થીત રહ્યા હતા.


