સરગમ ક્લબ અને કમાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે
ખાસ-ખબર સંવાદદાતા
સાસ્કૃતિક, સામાજિક અને તબીબીક્ષેત્રમાં અગ્રેસર રહેનાર સરગમ ક્લબ શહેરમાં જયપુર ફૂટકેમ્પના રૂપમાં વધુ એક સેવાકેન્દ્ર ચલાવી રહેલ છે. સરગમ ક્લબ અને કમાણી ફાઉન્ડેશનના સયુંકત ઉપક્રમે તા.1/9/21 થી 3/9/21 સુધી આ જયપુર કેમ્પ યોજાયેલ. આ કેમ્પમાં કુલ 76 દર્દીએ લાભ લીધેલ જેમાં કેલીપર્સ નાં દર્દી – 32 અને લેગ (પગ) ના 37, રીપેરીંગ 5 દર્દી ઓએ વિના મુલ્યે લાભ લીધેલ.
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જણાવ્યા અનુસાર,આ કેમ્પમાં જરૂરતમંદોને વિનામૂલ્યે કૃત્રિમ પગ બેસાડવામાં આવે છે. સાથોસાથ કેલીપર્સ અને ઘોડી વગેરે વિનામૂલ્યે આપવામાં આવેલ છે.
- Advertisement -
આ કેમ્પની સફળતા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તથા કમાણી ફાઉન્ડેશન નાં સહયોગ થી અને તેના માર્ગદર્શન હેઠળ સરગમ સેવા કેન્દ્રના ચેરમેન અરવિંદભાઈ પટેલ અને આ કેમ્પમાં કમાણી ફાઉન્ડેશનના દીપકભાઈ કમાણી તેમજ રશ્મીભાઈ કમાણીનો સહયોગ મળેલ છે.આ કેમ્પને સફળ બનાવવા માટે કમાણી ફાઉન્ડેશનના મનીષભાઈ મારું કિશોરભાઈ પરમાર ,જે કે સરાઠે, તેમજ સરગમ કલબના કમિટી મેમ્બર પ્રફુલભાઈ મીરાણી, કનૈયાલાલ ગજેરા તેમજ સરગમ લેડીઝ – કમિટી મેમ્બરો, ભાવનાબેન ધનેશા કૈલાશબેન વાળા, દેવાંશીબેન સેઠ, અનુશ્રીબેન ગુજરાતી, અલ્કાબેન કામદાર, આશાબેન ભુછ્ડા, જયશ્રીબેન વ્યાસ, ચેતનાબેન સવજાણી, મધુરિકાબેન જાડેજા, સુધાબેન દોશી, પ્રતિમાબેન મહેતા, મીનાક્ષીબેન જોશી વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ કેમ્પ માં રાજસ્થાનનાં ડોકટરો જગનલાલ ચોધરી, હેમંત શર્મા, તુફાનસિંહ તોમર, વગેરે સેવા આપેલ, આવનારા તમામ દર્દી ઓને વિના મુલ્યે ચા પાણી આપવામાં આવેલ. આગામી કેમ્પ તા.1/11/21 નાં રોજ 3 દિવસ માટે યોજાશે.



