જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાઇ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
સુરેન્દ્રનગર જિલ્લામાં બાઈક ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે જેમાં જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ ચોપડે કુલ ચાર ફરિયાદો થઈ હોવાનું પણ સામે આવ્યું છે જેમાં વઢવાણ ખાતે કાળુભાઇ દાઉદભાઈ જરગેલા પોતાના ઘર નજીક જીજે 13 એસ 7268 નંબર વાળું બાઇક પાર્ક કરેલ હોય જે કોઈ ઉઠાવી ગયું હતું. જ્યારે ધંધુકા ખાતે રહેતા અને બાવળા ખાતે નોકરી કરતા પ્રતિપાલસિહ ટેમભા ઝાલા પોતાનું બાઈક જીજે 38 એ બી 5079 વાળું નેશનલ હાઇવે પર પાર્ક કરીને ગયા હોય જે પ્રત ફરતા બાઈક કોઈ ઉઠાવી ગયું હતું.
- Advertisement -
ત્યારે લીમડી ખાતે રહેતા વિપુલભાઈ વિનોદભાઇ શ્રીમાળી દ્વારા પોતાનું બાઈક મિત્ર દેવકરનભાઈ ખોડાભાઇ સાંભડને આપ્યું હોય જે બાઈક પાર્ક કરેલ મિત્રના ઘર નજીકથી કોઈ ઉઠાવી ગયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી તેવામાં નવાગામ ખાતે રહેતા બાબુભાઈ હરજીભાઈ કુનતિયા પોતાના વાડી વિસ્તારમાં બાઈક લઈને ગયા હોય જ્યાં બાઈક વાડીની બહાર પાર્ક કરી આટો મારવા જતા પાછળથી કોઈ અજાણ્યો ઇસમ બાઈક ચોરી કરી ગયો હોવાની ફરિયાદ પણ નોંધાવી છે ત્યારે જિલ્લામાં હાલ બાઈક ચોરીની ઘટનામાં વધારો થતાં હવે પોલીસ પણ એક્શન મોડ પર આવી બાઈક છરી કરતા ઇસમોને પકડવા માટેની તૈયારી શરૂ કરી છે.