ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
રાજ્યમાં પડેલા અતિ ભારે વરસાદને લઈ ખેડૂતોના મોટાભાગના પાકને નુકશાન થતું હોવાનું સામે આવ્યું છે તેવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં શરૂ કરેલ સર્વે કામગીરી સામે સવાલો ઉઠાવતા ખેડૂતો દ્વારા ખેતિવાડી અધિકારીની કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા મલ્ટી સંખ્યામાં ખેડૂતો કચેરી ખાતે પહિચી સર્વેની કામગીરી માત્ર નાટક ગણાવ્યું હતું આ સાથે ખેડૂતોને થયેલ નુકશાની જગજાહેર હોવાથી સર્વેની કામગીરીમાં ખોટી સમય વ્યર્થ કરવા કરતા તમામ ખેડૂતોને વળતર ચુકવે તેવી માંગ સાથે આપ નેતા રાજુભાઈ કરપડા દ્વારા રજૂઆત પણ કરાઈ હતી.