લગ્નના પવિત્ર અવસરે મતાધિકારના મૂલ્યને પ્રાધાન્ય આપી વરરાજાએ અન્ય મતદારો માટે પૂરું પાડ્યું અજોડ ઉદાહરણ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.27
- Advertisement -
લોકશાહીના પર્વમાં મતાધિકારના મહત્વને ઉજાગર કરતો એક પ્રેરણાદાયી કિસ્સો હળવદ તાલુકાના રાણેકપર ગામે અને વેગડવા ગામે ગામે જોવા મળ્યો છે. જીવનના અત્યંત મહત્વના એવા લગ્ન પ્રસંગના વ્યસ્ત સમયગાળા વચ્ચે પણ રાષ્ટ્ર પ્રત્યેની ફરજને સર્વોપરી ગણીને રાણેકપર ના સચિન બાબરિયાએ અને
વેગડવાવ ગામના પ્રિતેશ રણછોડ ચાવડા(વરરાજા ) એક જાગૃત યુવાને જાન લઈને પરણવા જતા પહેલા મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લગ્ન નિર્ધારિત છે. મંગળ ફેરા પૂર્વે જાન પ્રસ્થાન કરે તે પહેલા, વરરાજાના વેશમાં સજ્જ બન્ને વરરાજા એ પ્રાથમિક શાળા ખાતેના મતદાન મથકે પહોંચ્યા હતા. શરણાઈઓના સૂર અને લગ્નના ઉત્સાહ વચ્ચે તેમણે સૌ પ્રથમ મતાધિકારનો ઉપયોગ કરી પોતાની આંગળી પર અમિટ શાહીનું નિશાન અંકિત કરાવ્યું હતું.
લગ્ન જેવા અંગત અને મહત્વના પ્રસંગે પણ ‘પહેલા મતદાન’ના સંકલ્પને વરેલા આ યુવાને અન્ય મતદારોને એક અનોખો સંદેશ આપ્યો છે કે, સામાજિક જવાબદારીઓની સાથે નાગરિક તરીકેની ફરજ બજાવવી તે લોકશાહીના સશક્તિકરણ માટે અનિવાર્ય છે. મતદાનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ તેઓ પોતાના પરિવાર સાથે જાન લઈને ક્ધયા પક્ષના ઘરે રવાના થયા હતા, જે દર્શાવે છે કે જાગૃત નાગરિક માટે લોકશાહીનું પર્વ એ કોઈ પણ સામાજિક અવસર જેટલું જ મહત્વનું છે.



