રૂપા ગાંગુલી ડેપ્યુટી CM, બીજા નાયબ મુખ્યમંત્રી દાર્જિલિંગ વિસ્તારના
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી હશે. રાજ્યમાં બે નાયબ મુખ્યમંત્રી પણ હશે. ડેપ્યુટી ઈખ તરીકે રૂપા ગાંગુલીના નામ પર મહોર લાગી ચૂકી છે. બીજા ડેપ્યુટી ઈખ દાર્જિલિંગ વિસ્તારમાંથી પુરુષ ધારાસભ્ય હશે. સુવેન્દુ પાસે ગૃહ મંત્રાલયનો હવાલો હશે. ધારાસભ્ય દળની બેઠક બાદ આજે સાંજે 5 વાગ્યે ત્રણેયના નામની જાહેરાત કરવામાં આવશે. કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં 9 મેના રોજ મુખ્યમંત્રી અને બંને ડેપ્યુટી ઈખ શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહમાં ઙખ મોદી, શાહ સહિત ગઉઅના ઘણા મોટા નેતાઓ સામેલ થશે.
સુવેન્દુએ ઈખ મમતા બેનર્જીને ભવાનીપુરથી હરાવ્યા છે. તેઓ નંદીગ્રામથી પણ સતત બીજી વખત ચૂંટણી જીત્યા. અહીંથી 2021માં તેમણે મમતાને હરાવ્યા હતા. ભાજપે વિધાનસભા ચૂંટણીમાં 207 બેઠકો જીતી છે.
ઇઉંઙ નેતા શંકર ઘોષે કહ્યું, અમારા ઘણા કાર્યકરો અને પરિવારના સભ્યોએ રાજકીય હિંસામાં પોતાનો જીવ ગુમાવ્યો, લોકો વિસ્થાપિત થયા અને મહિલાઓ પર હુમલા થયા. આ બલિદાનોને કારણે આજે અમે સરકાર બનાવી શક્યા છીએ. અમારા વડાપ્રધાન હંમેશા કહેતા હતા કે ડો. શ્યામ પ્રસાદ મુખર્જીની ધરતી પર ઇઉંઙની સરકાર બનવી જોઈએ અને હવે તે સપનું પૂરું થઈ ગયું છે. કાલે શપથ ગ્રહણ થશે.
મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેઓ રાજીનામું નહીં આપે, પરંતુ રાજ્યપાલે સરકાર ભંગ કરી દીધી. રાજીનામું આપવાનો ઇનકાર કરીને તેમની છબી વધુ ખરાબ થઈ છે. લોકશાહીમાં આવું પહેલા ક્યારેય બન્યું નથી. આ શરમજનક બાબત છે.
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ હુમલાઓ અને હિંસાના વિરોધમાં લેફ્ટ ફ્રન્ટ શુક્રવારે સાંજે કોલકાતામાં વિરોધ રેલી કાઢશે. લેફ્ટ ફ્રન્ટના એક નેતાએ જણાવ્યું કે રેલી સેન્ટ્રલ કોલકાતાના એસ્પ્લેનેડ વિસ્તારમાં યોજાશે.
લેફ્ટ નેતાએ આરોપ લગાવ્યો કે જીતના જશ્નના નામે રાજ્યભરમાં કામ કરતા લોકો પર હુમલા કરવામાં આવી રહ્યા છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં લેફ્ટ ફ્રન્ટ પોતાનું ખાતું ખોલવામાં સફળ રહ્યું. ઈઙઈં(ખ)એ મુર્શિદાબાદની ભગવાનગોલા બેઠક જીતી, જ્યારે તેના સહયોગી ઈંજઋ એ દક્ષિણ 24 પરગણાની ભાંગડ બેઠક જાળવી રાખી.
કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં નવી ઇઉંઙ સરકારના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. આ પહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી સુભાષ સરકારે કહ્યું કે લોકોમાં આ કાર્યક્રમને લઈને જબરદસ્ત ઉત્સાહ છે. તેમણે કહ્યું, વરસાદ છતાં તમામ વ્યવસ્થા યોગ્ય રીતે સંભાળવામાં આવી છે. શપથ સમારોહમાં સામેલ થવા માટે દેશભરમાંથી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રી અને સાંસદો કોલકાતા પહોંચી રહ્યા છે. ભાજપના સાંસદ સૌમિત્ર ખાને કોલકાતામાં મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, ‘હવે પશ્ચિમ બંગાળમાં એક જન નેતા મુખ્યમંત્રી બનશે અને શ્યામા પ્રસાદ મુખર્જીનું સ્વપ્ન પૂરું થશે.’ તેમણે કહ્યું કે બંધારણના નિયમો હેઠળ રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી છે અને ઇઉંઙનો લાંબો રાજકીય સંઘર્ષ આખરે સફળ થયો છે.



