રાજકોટમાં PCB અને DCBના દારૂના બે દરોડા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.2
રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે ડીસીબી અને પીસીબીએ બે દરોડા પાડી 2,30,400ના દારૂ સાથે ત્રણ શખ્સોને દબોચી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ ડીસીબી પીઆઇ એમ આર ગોંડલીયા અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફના અનિલભાઈ સોનારા, હરપાલસિહ જાડેજા અને ધર્મેન્દ્રસિહ રાણાણએ મળેલી બાતમી આધારે રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર પટેલ વિહાર પાસે વોચ ગોઠવી હતી વોચ દરમિયાન પસાર થયેલી કાર અટકાવી જડતી લેતા 1.68 લાખનો દારૂ મળી આવતા રાજસ્થાનના નરેશ ઓમપ્રકાશ બિશનોઈની ધરપકડ કરી દારૂ, કાર સહિત 8.68 લાખનો મુદામાલ કબજે કર્યો હતો જ્યારે પીસીબી પીએસઆઈ એમ જે હૂણ અને ટીમ પેટ્રોલિંગમાં હતી
- Advertisement -
ત્યારે સ્ટાફના વિજયભાઈ, કુલદીપસિહ, યુવરાજસિહ સહિતના સ્ટાફે બાતમી આધારે ગઢકાથી આરકે યુનિવર્સિટી રોડ તરફ જતાં રસ્તે દરોડો પાડી બાતમીવાળી કાર અટકાવી જડતી લેતા તેમાંથી 62,400 રૂપિયાનો દારૂ મળી આવતા સુરેન્દ્રનગરના નડાળાં ગામના કુલદીપ ભાભલુંભાઈ ખાચર અને જસદણના નિમેશ ઉર્ફે અભૂ પ્રવીણભાઈ મેસવાણીયાની ધરપકડ કરી દારૂ, કાર, મોબાઈલ સહિત 3,69,400નો મુદામાલ કબજે કરી બોટાદના ક્રિપાલસિહ જયદેવસિહ ગોહિલની શોધખોળ હાથ ધરી છે.