By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જમાં હેકર્સની Heist : ₹50,000 કરોડની મહાલૂંટ
    14 hours ago
    ભૂતાનમાં ગ્લેશિયર તળાવ ફાટ્યું
    15 hours ago
    દુનિયા માટે ખતરાની ઘંટડી
    2 days ago
    કેપ્ટન સ્મિત મચ્છરને UAEનું સન્માન, રાષ્ટ્રપતિ ભેટી પડયાં
    3 days ago
    દક્ષિણ આફ્રિકાએ રચ્યો ઇતિહાસઃ 696 ડબ્બા અને 7.6 કિમી લાંબી ટ્રેન દોડાવી તોડયો વર્લ્ડ રેકોર્ડ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વૈષ્ણોદેવી, અમરનાથ સહિત ૧૫ સ્થળ પર શ્રદ્ધાળુઓની સંખ્યા મર્યાદિત થશે
    14 hours ago
    કોંગ્રેસ દિલ્હીમાં રસ્તા પર સંસદ યોજશેઃ પૂર્વ સ્પીકર મીરા કુમાર અધ્યક્ષતા કરશે
    14 hours ago
    કેદારનાથના દર્શન કરવા બદલ સારા અલી ખાન વિરુદ્ધ ફતવો જાહેર
    14 hours ago
    એક્સપ્રેસ વૅ પર 120 kmphની ઝડપે ગાડી દોડાવવાની છૂટઃ મેમો નહીં ફાટે
    15 hours ago
    ચક્રવાત અર્નબને કારણે આંધ્ર અને ઓડિશામાં 5 લોકોનાં મોત
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    3 days ago
    ૭૫ વર્ષની વયે રંજનબેન ઠાકરની દોડમાં સુવર્ણ હેટ્રિક : ત્રણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ!
    3 days ago
    મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા
    7 days ago
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    3 weeks ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની ભવ્ય-દર્શનીય વિશાળ ધર્મયાત્રા રાજકોટના રાજમાર્ગો પર વિહરશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની ભવ્ય-દર્શનીય વિશાળ ધર્મયાત્રા રાજકોટના રાજમાર્ગો પર વિહરશે
રાજકોટ

મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની ભવ્ય-દર્શનીય વિશાળ ધર્મયાત્રા રાજકોટના રાજમાર્ગો પર વિહરશે

Khaskhabar Editor
Last updated: 2025/04/03 at 5:32 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

108 સુશોભીત કાર તથા 251 બાઈક, સ્કૂટર યાત્રાની શોભા વધારશે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

આગામી તારીખ 10ના રોજ મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની ઉજવણી કરવા રાજકોટનો સમસ્ત જૈન સમાજ થનગની રહ્યો છે ત્યારે જૈનમના સથવારે મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી તારીખ 10 ને ગુરૂવારના રોજ જૈનોના આરાધ્ય ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મની ભવ્ય ઉજવણીના ભાગરૂપે અતિભવ્ય, દર્શનીય ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મયાત્રામાં સૌથી આગળ ધર્મધ્વજ લઈને સમાજના યુવાનો ધર્મયાત્રાને દોર આપશે. ચાંદીના રથમાં બિરાજમાન ભગવાન શ્રી મહાવીર સ્વામી નગરયાત્રાએ વિહાર કરશે. આ ચાંદીના રથને પૂજાની જોડમાં સજજ યુવાનો ખુલ્લા પગે વહન કરશે. આ ધર્મયાત્રાને સાધુ-સાધ્વીજી ભગવંતો, સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો, વિવિધ સમાજના શ્રેષ્ઠીઓની હાજરી વચ્ચે પ્રસ્થાન કરાવવામાં આવશે. હજારોની સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ વિવિધ સમાજના શ્રેષ્ઠીઓની હાજરી વચ્ચે પ્રસ્થાન કરાવવામાં આવશે. હજારોની સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ દર વર્ષે આ ધર્મયાત્રામાં જોડાય છે. આ વખતે પણ ખૂબ બહોળી સંખ્યામાં સમસ્ત જૈન સમાજ આ યાત્રામાં ઉમટી પડશે. આ ધર્મયાત્રામાં 27થી વધુ આકર્ષક ફ્લોટ જોડાવવાના છે. જેમાં ભગવાન મહાવીરના જીવન પ્રસંગોને વણી લેતાં વિષય પર આધારિત ફ્લોટ્સ જેમાં લાઈવ પાત્રો, મૂર્તિઓ અવનવા સુશોભનો, ભગવાન મહાવીરનો અહિંસા પરમો ધર્મનો સંદેશ, જીવદયા સહિતના વિષયો પર આધારિત ફ્લોટસ સાથે 108 સુશોભીત કાર જોડાવવાની છે. બે ફ્લોટસની વચ્ચે વૈવિધ્યપૂર્ણ સુશોભીત કાર કે જેમાં ભગવાન મહાવીરના સુંદર કટઆઉટ, માતા ત્રિશલાને આવેલા 14 સ્વપ્નોના કટઆઈટ લગાડેલી કાર જોડાશે. આ કાર સુશોભન માટે એક તંદુરસ્ત સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. સ્પર્ધકો પોતાની કારને એકથી એક ચડિયાતા સુશોભનો કરે તે માટે આયોજિત આ સ્પર્ધામાં એકથી ત્રણ ક્રમના વિજેતા સ્પર્ધકોને ધર્મસભા સમયે બહુમાન કરી ઈનામ એનાયત કરવામાં આવશે. આ ધર્મયાત્રામાં 251થી પણ વધુ બાઈક અને સ્કૂટરમાં જૈન સમાજના યુવક-યુવતીઓ બહોળી સંખ્યામાં શ્ર્વેત વસ્ત્રો ધારણ કરીને વાતાવરણને ખૂબ સુંદર બનાવશે. બાઈક અને સ્કૂટર લઈને યાત્રામાં જોડાવા માટે રજિસ્ટ્રેશન કરાવવા માટે જૈન સમાજના યુવાધનનો ખૂબ જ ધસારો જોવા મળી રહ્યો છે.

ગત વર્ષ કરતાં ઉત્તરોત્તર દર વર્ષે નવયુવાનો-યુવતીઓ આ ધર્મયાત્રામાં ભાવભેર જોડાય રહ્યા છે. ધર્મયાત્રાના રૂટ પર નવકાર મહામંત્રના 9 પદના 9 સ્ટેજ બનાવવામાં આવશે. દરેક પદના સ્ટેજ પર 12-12 બાળકો હાજર રહેશે. ધર્મયાત્રા જ્યારે 1-1 પદ પાસે પહોંચશે ત્યારે આ બાળકો શાંતિના પ્રતીક એવા સફેદ કલરના ફુગ્ગાઓ હવામાં છોડી ધર્મયાત્રાને વધાવશે.
સાથે અક્ષતથી વીર પ્રભુના વધામણા કરશે સાથે સમાજના 18 આલમ એટલે કે વિવિધ જ્ઞાતિ સંપ્રદાયના આગેવાનો રૂટ પર ઠેર-ઠેર ભગવાનને વધાવશે. વિવિધ સંસ્થાઓ દ્વારા રૂટ પર શ્રાવક-શ્રાવિકાઓને શાતા ઉપજે તે માટે ઠંડા પાણી, શરબત, લસ્સી વિગેરેની ખૂબ સુંદર ભક્તિના પાલ પણ કરવામાં આવશે. જન્મ કલ્યાણકના દિવસે થનારી અનેરી ઉજવણી ઉપરાંત તારીખ 5 ને શનિવારના રોજ ઓપન રાજકોટ રંગોળી સ્પર્ધા તથા તા. 6 ને રવિવારના રોજ ઓપન રાજકોટ ચિત્ર સ્પર્ધા કે જેમાં માત્ર જૈનો જ નહીં પણ સમાજના દરેક ધર્મ સંપ્રદાયના લોકો ઉંમરના બાધ વગર જોડાઈ શકે તેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉપરાંત તારીખ 9 ને બુધવારના રોજ ભગવાન મહાવીરના બાળ સ્વરૂપને ઝૂલે ઝૂલાવવાનો અવસર પાઠવતું નવલું નજરાણું વીર પ્રભુનું પારણું કે જેમાં શુદ્ધ ચાંદીના બનેલા પારણામાં ભગવાન બાળસ્વરૂપે બિરાજમાન થશે અને શ્રાવક-શ્રાવિકાઓ તેમને ઝૂલે ઝૂલાવવાનો અનેરો લ્હાવો લઈ શકશે. કાર્યક્રમને સફળ બનાવવા સુજીતભાઈ ઉદાણી, કમલેશભાઈ શાહ, જયેશભાઈ મહેતા, તરૂણભાઈ કોઠારી, નિલેશભાઈ ભલાણી, જયભાઈ કામદાર, કુમારભાઈ શાહ, શૈલેષભાઈ માંઉ, બ્રિજેશભાઈ મહેતા, ચિરાગભાઈ દોશી, ભરતભાઈ કાગદી, ધિરેનભાઈ ભરવાડા, જીગરભાઈ પારેખ વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. આજરોજ ધર્મયાત્રા કાર સુશોભન, બાઈક તથા સ્કૂટર રેલી અંગેની માહિતી આપવા માટે જૈનમ પરિવારના જીતુભાઈ લાખાણી, બકુલેશભાઈ મહેતા, વિમલભાઈ પારેખ, મનનભાઈ દોશી, જયદત સંઘાણી, અમીત લાખાણી, કેવીન ઉદાણી, ચિરાગ સંઘવી, ઋષભ ઉદાણી, ભવ્ય વોરા વગેરે ‘ખાસ-ખબર’ની મુલાકાતે હાજર રહ્યા હતા.

- Advertisement -

You Might Also Like

દિવાળી પછી જૂના રાજકોટની થશે કાયાપલટ: સેન્ટ્રલ ઝોનમાં 45 કરોડના ખર્ચે ડામર રોડ બનશે

રાજકોટના 1.95 લાખ ખેડૂતો માટે આગોતરી દિવાળી: ‘કિસાન સન્માન નિધિ’ હેઠળ ખાતામાં 39 કરોડ જમા

મનફાવે ત્યાં ઠંડા પીણાં પીવાના શોખીનો સાવધાન!…પડતર માલ વેચતી હરિયોગી પફમાં દરોડા

ખેડૂતોના પ્રશ્ને રાજકોટમાં કોંગ્રેસના ધરણાં: સરકાર સમક્ષ પાક વીમો અને આર્થિક રાહતની માગ

શિક્ષણના શિખરો સર કરતા કારડીયા રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે સફેદ વાઘણ કાવેરીએ 2 બાળ વાઘને જન્મ આપ્યો
Next Article ફ્રીડમ યુવા ગ્રુપ રાજકોટ દ્વારા સતત 13મા વર્ષે ઉનાળું છાસ વિતરણ કેન્દ્રનો શુભારંભ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

કેટલાંકને દેશને તકલીફમાં જોવામાં આનંદ મળે છેઃ મોદી

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જમાં હેકર્સની Heist : ₹50,000 કરોડની મહાલૂંટ
દિવાળી પછી જૂના રાજકોટની થશે કાયાપલટ: સેન્ટ્રલ ઝોનમાં 45 કરોડના ખર્ચે ડામર રોડ બનશે
વૈષ્ણોદેવી, અમરનાથ સહિત ૧૫ સ્થળ પર શ્રદ્ધાળુઓની સંખ્યા મર્યાદિત થશે
રાજકોટના 1.95 લાખ ખેડૂતો માટે આગોતરી દિવાળી: ‘કિસાન સન્માન નિધિ’ હેઠળ ખાતામાં 39 કરોડ જમા
મનફાવે ત્યાં ઠંડા પીણાં પીવાના શોખીનો સાવધાન!…પડતર માલ વેચતી હરિયોગી પફમાં દરોડા
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

દિવાળી પછી જૂના રાજકોટની થશે કાયાપલટ: સેન્ટ્રલ ઝોનમાં 45 કરોડના ખર્ચે ડામર રોડ બનશે

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

રાજકોટના 1.95 લાખ ખેડૂતો માટે આગોતરી દિવાળી: ‘કિસાન સન્માન નિધિ’ હેઠળ ખાતામાં 39 કરોડ જમા

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

મનફાવે ત્યાં ઠંડા પીણાં પીવાના શોખીનો સાવધાન!…પડતર માલ વેચતી હરિયોગી પફમાં દરોડા

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?