‘વિકાસ સહુથી મોટો ગર્ભ નિરોધક છે.’
-ડોકટર કર્ણ સિંહ
(પીઢ કાશ્મીરી રાજકારણી)
ભારત ધીરે ધીરે વિશ્વની ટોપ ઇકોનોમીમાં આવી ગયું છે. ભલે આપણે ત્યાં લોકો ખુલ્લી ગટરોમાં દર ચોમાસે મરી જતા હોય, બાળકો મજૂરી કરતા પકડાતા હોય, રોડ બનાવવાને નામે ડામરનો રગડો પાથરી દેવાતો હોય.. આ બધું હોવા છતાં આપણે એક મોટું અર્થતંત્ર છીએ કેમકે આપણી વસ્તી પ્રચંડ છે અને એ વસ્તીને કારણે અમુક લોકો પાસે અઢળક નાણું છે. નેતાઓ અમલદારો ઉદ્યોગપતિઓ તો માલામાલ હતા જ અને વધુ માલામાલ થયા છે પણ ટેક્નોલોજિકલ ક્રાંતિ અને ઉદારીકરણને લીધે એક નવો રિચ વર્ગ ડેવલપ થયો છે..
- Advertisement -
નવો રિચ વર્ગ ડેવલપ થવો, શહેરો મોટા ને મોટા બનતા જવા, શેર બજારમાં તબલા ટોડ રિટર્ન મળવું, નાના કારીગરો કે કામદારોની અછત સર્જાવી , સતત મોંઘવારી વધવી.. આ બધા વિકાસ નામના ફીવરના લક્ષણ છે.
આયુષ્માન યોજના જેવી કલ્યાણ યોજનાઓ અને રાજ્યો દ્વારા દીકરીઓ કે મહિલાઓને મળતી ચોક્કસ રકમ જેવી યોજનાઓ પણ બતાવે છે કે ભારત ધીમે ધીમે એક વિકસિત દેશ બનવા જઈ રહ્યું છે. કેમકે વિકસિત દેશોને જ આવી કલ્યાણ યોજનાઓ પોસાતી હોય છે..
આપણે જે જાહોજલાલી અને સમૃદ્ધિ તરફ જઈ રહ્યા છીએ એવી માતબર જાહોજલાલી અમેરિકા અને યુરોપના દેશો ઓલરેડી માણી ચૂક્યા છે. જર્મની એક એવો જ દેશ છે જ્યા બહુ વહેલા ઉધોગીકરણ થયું .. (આજની તારીખે જર્મન કાર્સ બેસ્ટ ગણાય છે) .જર્મની 1970 સુધીમાં તો એકદમ શ્રીમંત દેશ બની ગયો. શ્રીમંત થવાથી લોકોના જીવનધોરણ ઊંચા ગયા. આ ઊંચા જીવનધોરણ ની એમને ટેવ પડી. આવું ઊંચું જીવનધોરણ જાળવી રાખવા ત્યાંના લોકોએ ઓછા બાળકો પેદા કરવાનું શરૂ કર્યું. જર્મનો ફેમિલી પ્લાનિંગ કરીને ફેમિલી દીઠ પાંચ સાત બાળકોમાંથી માત્ર એકાદ બાળક ઉપર આવી ગયા.અનેક જર્મન લોકો લગ્નો પણ કરતા નહિ, લગ્નો કરે તો બાળકો ના કરે, બાળકો કરે તો માંડ એકાદ બે…
- Advertisement -
આ બધું થયું અત્યંત વિકાસને લીધે.જર્મનીમાં ઔદ્યોગિકરણ અને વિકાસને કારણે બધા પાસે બહુ બધા રૂપિયા (નાણું) હતા.. સાથે એટલા ખર્ચ અને એટલા શોખ પણ વધ્યા હતા. આથી જર્મનીમાં હવે પ્લમર , વેલ્ડર, કડિયા, લોહાર, સુથાર જેવા અનેક કારીગરો અને સાથે શ્રમિકોની અછત શરૂ થઈ.
આ અછતને પૂરવા એમણે ગરીબ દેશોમાંથી આડેધડ લોકોને નોતર્યા. આ બહારના ગરીબ અને અમુક તો ક્રિમીનલ લોકોએ જર્મનીમાં આવીને જર્મનીના કલ્ચર ઉપર આક્રમણ કર્યું.
આ નવા આવેલા વસાહતી લોકો કર ભરતાં નહોતા. આથી વિકસિત જર્મનીમાં જે કાઇ “આયુષ્માન યોજના” જેવી અનેક કલ્યાણ યોજનાઓ શરૂ થઈ એનો બધો ભાર જર્મનીના યુવાનો ઉપર આવ્યો. આથી સારું કે નરસું કમાતા જર્મનીના યુવાનો ઉપરનો કરબોજ અત્યંત વધ્યો. આ યુવાનો સંખ્યામાં સાવ ઓછા કેમકે અગાઉની પેઢીએ મોજશોખ કરવા માટે બાળકો પેદા કરવાનુ મુલતવી રાખેલું !!!!!
આથી ત્રણથી ચાર નિવૃત્ત વૃદ્ધ જર્મન સામે એક જર્મન યુવાન નો હિસાબ થયો અને આ કમાતા જર્મન યુવાને આ ચાર વૃદ્ધ લોકોના પેન્શન, મેડિકલ બિલ જેવા બધા ખર્ચ ઉઠાવવા માટે કમાવાનું રહ્યું !!!
આ મોડેલ લાંબુ ચાલે ?? ના ચાલે. કેમકે દિવસે દિવસે કમાનારા ઘટતા જાય છે અને ખાનારા વધતા જાય.. અર્થતંત્ર ઉપર આ બધો બોજો પડતા તે લાંબે ગાળે તૂટી પડે..
જર્મનીના હાલ બેહાલ થવાની એંધાણી જ નહિ પણ સચોટ ભવિષ્યવાણી છે. એનું એકમાત્ર કારણ જર્મન લોકોએ કરેલ અવિચારી ફેમિલી પ્લાનિંગ છે.
આજે ભારતના હિંદુઓ પણ આવું , જર્મનો અને જાપાનીઓ જેવું ફેમિલી પ્લાનિંગ કરતા થયા છે.ભારત વિકસિત દેશ બનવા જઈ રહ્યો છે .. આવકો વધી રહી છે. સરકારો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, મહિલાઓ અને બાળકો માટે ખૂબ યોજનાઓ કરી રહી છે પણ આ બધો ભાર કોની કેડ ઉપર છે?? આ બધો ભાર આવતી પેઢીના હિન્દુસ્તાની યુવાન ઉપર છે..જેની વસ્તી લિમિટેડ છે અને એની ઉપર કરવેરા અઢળક છે..
વિકાસને કારણે વસ્તી ઘટે અને વસ્તી ઘટવાને કારણે જે આડઅસરો થાય એનો ભોગ જર્મની સહિતના યુરોપના દેશો, અમેરિકા અને જાપાન પણ કરી રહ્યા છે.
ચીને પણ એક સમયે એક બાળકની પોલિસી કરેલી જેને પાછી ખેંચી લીધી છે.
અમુક બાબતો ચોપડીઓમાં કે થીયોરિતિકલ રીતે બહુ આકર્ષક જણાય પણ ખરેખર બહુ જ ભયાનક અને દુ:ખ દાયક નીવડે છે.વસ્તી નિયંત્રણ પણ એવી એક બાબત છે. આ વાત જર્મની જાપાન જેવા દેશોએ પુરવાર પણ કરેલી છે.
સમજવાનું આપણે છે!



