ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન સંચાલિત ત્રિમૂર્તિ હોસ્પિટલ ખાતે ઓસ્ટીયોપોરોસિસ ડે નિમિત્તે જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને ઓર્થોપેડિક કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.મઆ કેમ્પમાં આશરે 300 થી વધારે દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આતકે પૂર્વ મેયર ધીરુભાઈ ગોહેલ, પરસોત્તમભાઈ ટાંક કુંદનબેન ટાંક, જે.કે.ચાવડા તથા સર્વે મહિલા મંડળ ,ડો શૈલેષ જાદવ, ડો રમ્યાતા દયાતર , ડો ગૌરવ સોલંકી ,ડો તન્વી કાચા, ડો કેવલ પોકિયા મહાત્મા ગાંધી કોલેજ ઓફ નર્સિંગના અમુભાઈ પોકિયા જયશ્રીબેન કાછડીયા,સાકરબેન દેવરાણીયા સહિતના શહેર શ્રેષ્ઠીઓએ દીપપ્રાગટ્ય કરી કેમ્પ ની શરૂઆત કરાવી હતી જેમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને ઓર્થોપેડિક કેમ્પમાં બોમ્બે ઓર્થો અને ગુફિક લાઈફ સાયન્સના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા 45 વર્ષથી જૂનાગઢમાં દર્દી દેવો ભવના સૂત્ર સાથે ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશનના પ્રમુખ અને ત્રિમૂર્તિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના એમડી ડી.પી ચીખલીયાના માર્ગદર્શન હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કેમ્પ ની જહેમત પી.આર.ઓ મનિષાબેન કોયાણી અને સ્ટાફે ઉઠાવાઈ હતી.