ગોંડલ થી 3 કિલોમીટર દૂર સુરેશ્વર મહાદેવ મંદિરે જવા ની ધાબી પર મોટો ભુવો પડ્યો હતો.
દરરોજ વહેલી સવારે ગોંડલ સાઇકલ હેલ્થ કલબ ના મેમ્બરો સાયકલિંગ માં ત્યાંથી પસાર થતા અને ભુવો ધ્યાને આવતા તાત્કાલિક ત્યા પથ્થર અને ઝાડવા રાખી કોઈ મોટી દુર્ઘટના ના સર્જાઈ તે માટે ત્યાં થી નીકળતા લોકો ને સાવચેત કર્યા હતા.તંત્ર ને પણ અપીલ કરી હતી કે હાલ ચોમાસુ નજીક હોય ત્યારે વહેલામાં વહેલી તકે આ ધાબી રિપેર કરવામાં આવે જેથી કરી ને લોકો ને અહીં થી પસાર થવા માં મુશ્કેલી નો સામનો નો કરવો પડે.