‘સેવા હી સંગઠન’ અંતગર્ત શહેર યુવા ભાજપ ઘ્વારા વોર્ડ નં.૯ તથાન વોર્ડ નં.૧૦માં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
૨૦૦ થી વધુ રકતની બોટલ એકત્ર થઈ યુવાનોને અભિનંદન આપતા પૃથ્વીરાજસિહ વાળા
- Advertisement -
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપા સરકારને સફળતાપૂર્વક અને સિધ્ધીભર્યા સુશાસન ના સાત વર્ષ પુર્ણ થયા છે તે અંતર્ગત પ્રદેશ યુવા ભાજપની યોજના અનુસાર સમગ્ર ગુજરાતભરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ ‘સેવા શ્રી સંગઠન’ શીર્ષક હેઠળ શહેર ભાજપ ધ્વારા બ્લડ ડોનેશન કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે, ત્યારે શહેરના વોર્ડ નં.૯ તથા વોર્ડ નં. ૧૦ માં યુવા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિહ વાળા, મહામંત્રી હિરેન રાવલ, કિશન ટીલવાની આગેવાનીમાં યુવા મોરચા ધ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયેલ જેમાં ૨૦૦ થી વધુ રકતની બોટલ એકત્ર કરાઈ હતી. અને આ બ્લડ ડોનેશન કેમ્પ ઘ્વારા યુવાનો ધ્વારા વધુને વધુ રકતદાન કરવા બદલ યુવાનોને યુવા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાળા, મહામંત્રી હિરેન રાવલ, કિશન ટીલવાએ શુભેચ્છા પાઠવી હતી.
આ કેમ્પમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સ્ટેન્ડીંગ કમિટિ ચેરેમન પુષ્કર પટેલ, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિહ ઠાકુર, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, પરેશ હુંબલ, રક્ષાબેન વાયડા, પ્રદીપ નીર્મળ,રજનીભાઈ ગોલ,હીરેન સાપરીયા, વીરેન્દ્ર ભટ્ટ, દક્ષાબેન વસાણી, આશાબેન ઉપાધ્યાય, જીતુભાઈ કાટોળીયા, જયોત્સનાબેન ટીલાળા, રાજશ્રીબેન ડોડીયા, અશ્વીન ભોરણીયા, સંગીતાબેન છાયા, કાશ્મીરાબેન નથવાણી, નીરજ પટેલ, પ્રવીણભાઈ મારૂ, જયસુખ કાથરોટીયા, જાગૃતીબેન ભાણવડીયા, વીમલ ઠોરીયા, દેવ ગજેરા, રવી સખીયા, નીરજ પંડયા, મધુભાઈ પટોળીયા, વ્યોમ વ્યાસ, સંજય વાઘર, બલરાજસિહ રાણા, કુલદીપસિંહ જાડેજા, ભરતસિહ જાડેજા, રત્નદિસિહ જાડેજા, કીરણબેન શાહ, સહીતના ઉપસ્થિત રહયા હતા.


