રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જીલ્લા ના કેન્દ્રો પર રસીકરણ ની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આજરોજ ગોંડલ શહેર ના સ્વામિનારાયણ ગુરુકુલ તેમજ ભોજરાજ પરા માં આવેલ શાળા નં – 16 માં 18 વર્ષ થી ઉપર ના લોકો ને વેકસીન નો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો.ગોંડલ શહેર 18 વર્ષ થી ઉપર ના 200 ડોઝ વેકસીનેશન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.જેમાં ગોંડલ ના યુવાનોમાં વેકસીનેશન નો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો વહેલી સવાર થી વેકસીનેશન માટે યુવાનો ની લાંબી કતારો જોવા મળી હતી.આ તકે તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર જી.પી.ગોયલ, મેડિકલ ઓફિસર ડો.દિવ્યા પમનાણી, ડો.કિંજલ સખીયા, પરાક્રમસિંહ ઝાલા ,પાર્થ હિરપરા , રાજવીન લાલાણી , રાધિકા ગોસાઈ , ઉમેશ રાઠોડ , દિવ્યેશ ભટ્ટી સહિત નો આરોગ્ય સ્ટાફ જોડાયો હતો.



