ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ૠ20 ફક્ષમ ઙખ’ત ટશતશજ્ઞક્ષ: ઢજ્ઞીક્ષલ ઈંક્ષમશફ, જિજ્ઞિંક્ષલ ઈંક્ષમશફ થીમ ઉપર માહિતીપ્રદ સેમીનાર યોજાયો હતો. જેમાં મુખ્ય વક્તા તરીકે બોલતા જુનાગઢ કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે આજના વૈશ્વિકરણમાં દુનિયાના કોઈ એક દેશમાં બનતી ઘટનાની અસર અન્ય દેશો ઉપર પણ ઝડપથી પડે છે ત્યારે ૠ20ની યજમાનીને કારણે ભારતમાં છેવાડાના માણસના કલ્યાણનો માર્ગ મોકળો બન્યો છે. સમગ્ર વિશ્વના દેશો ભારતને વિશ્વગુરુ તરીકે સ્વિકારવા લાગ્યા છે ત્યારે ભારતના માન અને આબરૂ ટોચના સ્થાને છે. ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાએ દુનિયાના અન્ય દેશોને પણ પ્રેરણારૂપ સંસ્કારોથી અવગત કર્યા છે. કલેકટરશ્રીએ ડીજીટલ ઇન્ડિયા, ઓનલાઈન પેમેન્ટ, સસ્તો મોબાઈલ ડેટા,ટ્રાન્સપોટેશનની સગવડ, ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, મેઇક ઇન ઇન્ડિયા ક્ધસેપ્ટ વિગેરે વિષે પણ વિસ્તૃત માહિતી આપી હતી. વક્તવ્યને અંતે વિદ્યાર્થીઓ સાથે રસપ્રદ પ્રશ્ર્નોતરી પણ કરવામાં આવી હતી. જેમાં સ્ત્રીસશક્તિકરણ, યુ.પી.એસ.સી.જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, માનસિક અને શારીરિક રીતે ફીટનેશનું મહત્વ, સેલ્ફ ડીસીપ્લીન, દેશનો વિકાસ વિગેરે સંદર્ભે કલેકટરએ ઉપયોગી ઉતરો આપ્યા હતા.
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં માહિતીપ્રદ સેમિનાર યોજાયો



