દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકારના સુશાસનને સાત વર્ષ પૂર્ણ થતા માસ્કનું વિતરણ અને રોગપ્રતિકારક શક્તિ વધારતા હલ્દી દુધ પાવડરનું વિતરણ કરાયુ
ગોવીંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, કિશોર રાઠોડ, કશ્યપ શુકલ, રક્ષાબેન બોળીયા સહીતના ઉપસ્થિત રહયા.
- Advertisement -
તા.૩૦ મે, ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપા સરકારને સફળતાપૂર્વક સાત વર્ષ પુર્ણ થવાના અવસરે શહેર ભાજપ ઘ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ વિવિધ સેવાકીય કાર્યો થકી આ પ્રસંગની ઉજવણી કરવામાં આવેલ હતી, ત્યારે શહેર ભાજપ ઘ્વારા વિવિધ સેવાકાર્યો જેમ કે શહેરના તમામ વોર્ડમાં ૧૮ હજારથી વધુ માસ્કનું વિતરણ તેમજ રોગપ્રતિકાર શકિત વધે તે માટે તમામ વોર્ડમાં હલ્દી દુધના પાવડરનું નિઃશુલ્ક વિતરણ અને દરેક મોરચાઓ ધ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવેલ, તે અંતર્ગત વોર્ડ નં.૪ માં અરવીદ રૈયાણી,કિશોર રાઠોડ, અશોક લુણાગરીયા, સી.ટી. પટેલ, કાનાભાઈ ઉઘરેજા, દીનેશ ચૌહાણ, પરેશ પીપળીયા, કાળુભાઈ કુંગશીયા, સોનલબેન ચોવટીયા, નયનાબેન પેઢડીયા, કંકુબેન ઉધરેજા, વોર્ડ નં.૭ માં ઠકકરબાપા અને વીરમાયા પ્લોટ ખાતે કશ્યપ શુક્લ,અનીલભાઈ પારેખ, રમેશભાઈ દોમડીયા, રાજુ મુંધવા, અનીલ લીંબડ, દેવાંગ માંકડ, નેહલ શુકલ, વર્ષાબેન પાંધી, જયશ્રીબેન ચાવડા, ડો. ઉન્નતીબેન ચાવડા, વોર્ડ નં.૧૧ માં લાખાભાઈ સાગઠીયા, હસુભાઈ ચોવટીયા, રણજીતભાઈ સાગઠીયા, વીનુભાઈ સોરઠીયા, લીલુબેન જાદવ, ભારતીબેન પાડલીયા, સંજય બોરીચા, વૈભવ બોરીચા, વોર્ડ નં.૧૩ માં ગોવીંદભાઈ પટેલ, દીવ્યરાજસિહ ગોહીલ, વીજય ટોળીયા, ધીરૂભાઈ તરાવીયા, કેતન વાછાણી, જયાબેન ડાંગર, સુરેન્દ્રસિહ વાળા, નિતીન રામાણી, સોનલબેન સેલારા, વોર્ડ નં.૧૪ માં રક્ષાબેન બોળીયા, હરીભાઈ રાતડીયા, જયોત્સનાબેન હળવદીયા, વીપુલ માખેલા, નરેન્દ્ર કુબાવત, નીલેશ જલુ, કેતન પટેલ, ભારતીબેન મકવાણા, વર્ષાબેન રાણપરા, સહીતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી સેવા વસ્તી વિસ્તારોમાં હલ્દી દુધ તેમજ માસ્ક વિતરણ કર્યું હતું.


