ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેરમાં રસ્તે રઝળતા ઢોરના ત્રાસે માઝા મૂકી છે ત્યારે લાંબા સમય બાદ અંતે મોરબી નગરપાલિકા દ્વારા ઢોર પકડ ઝુંબેશ શરૂ કરીને ઝુંબેશના પ્રારંભે બુધવારે 8 પશુઓને ડબ્બે પુરવામાં આવ્યા હતા.
મોરબી નગરપાલિકા દ્વારા અગાઉ શહેરમાં રસ્તે રઝળતા ઢોરના ત્રાસને દૂર કરવા નંદીઘર પ્રોજેક્ટ શરૂ કરીને હજારો ખુંટીયાને પકડીને નંદીઘરમાં મુકવામાં આવ્યા હતા પરંતુ આ પ્રોજેક્ટને ગ્રહણ લગતા નંદીઘરને જ તાળા લાગી ગયા છે ત્યારે મોરબી શહેરભરમાં ફરી માતેલા સાંઢ અને રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ વધ્યો છે. તો બીજી તરફ મોરબી શહેરના મોટાભાગના વિસ્તારમાં રસ્તે રઝળતા ઢોર દ્વારા અડિંગો જમાવી આખલાઓ વચ્ચે દ્વંદ્વ યુદ્ધના દ્રશ્યો રોજિંદા બનતા અંતે ફરી એક વાર મોરબી નગર પાલિકા દ્વારા બુધવારે રાત્રિથી ઢોર પકડ ઝુંબેશ શરૂ કરીને પ્રારંભે 9 પશુઓને પકડીને ગૌશાળામાં મુકવાની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે.