7 ખંડના ઊચ્ચ શિખરો, વિશ્ર્વનું ઊંચું શિખર એવરેસ્ટને 3 વાર સર કર્યુ
ખાસ-ખબર સંવાદદાતા
ભારત સરકારના રક્ષા મંત્રાલય હેઠળની ગઈંખઅજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અને ૠ20 અંતર્ગત હર શિખર તિરંગા મિશન ભારતના દરેક રાજ્યના ઉચ્ચતમ શિખર પર તિરંગો ફરકાવી દેશના વીરોને યાદ કરવાના આ મિશનમાં ડાયરેક્ટર રણવીર સિંઘ જમવાલ તથા તેમની ટીમ સાથે સ્થાનિક પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢના માનદ ઈન્સ્ટ્રક્ટરો તથા રાજ્યના પર્વતારોહી ભાઈઓ અને બહેનો ભવનાથ ખાતેથી જોડાયા હતા અને વહેલી સવારે ગિરનારના ઉચ્ચ ગોરખનાથ શિખર પર તિરંગો લહેરાવી તિરંગાની શાન વધારી હતી.