By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    3 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    3 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    4 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    6 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    1 hour ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    1 hour ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    2 hours ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    1 day ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 hours ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાલે વિશ્વ સિંહ દિવસઃ રાજકોટ જિલ્લામાં ત્રણ વર્ષમાં 125 વખત સિંહના વિચરણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કાલે વિશ્વ સિંહ દિવસઃ રાજકોટ જિલ્લામાં ત્રણ વર્ષમાં 125 વખત સિંહના વિચરણ
ખાસ-ખબરગુજરાતરાજકોટ

કાલે વિશ્વ સિંહ દિવસઃ રાજકોટ જિલ્લામાં ત્રણ વર્ષમાં 125 વખત સિંહના વિચરણ

Khaskhabar Editor
Last updated: 2023/08/09 at 2:23 PM
Khaskhabar Editor 3 years ago
Share
6 Min Read
SHARE

“સિંહ માણસનો અને માણસ સિંહનો મિત્ર છે” – ગીરના જંગલમાં બોલાતી આ કોઈ સામાન્ય ઉક્તિ નથી, પણ સદીઓથી જીવાતી હકીકત છે. ગીરના લોકો સિંહ સાથેઅને અને સિંહ ગીરના લોકો સાથે સદીઓથી સુમેળથી જીવી રહ્યા છે.

સિંહ એ જંગલી પ્રાણી કે જંગલનો રાજા માત્ર નહીં, પણ માનવ-જીવન, સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે. શકુંતલા પુત્ર ભરતે સિંહબાળના દાંત ગણ્યાનો મહાભારતના આદિપર્વનો પ્રસંગ તથા પુરાણમાં આવતી ભગવાન નૃસિંહની કથા આ જ વાતની પ્રતીતિ કરાવે છે.
સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે 10મી ઓગસ્ટે ‘‘વિશ્વ સિંહ દિવસ’’ની ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ 74મા સ્વાતંત્ર્ય પર્વે પોતાના પ્રવચનમાં સિંહના જતન-સંવર્ધન માટે ‘પ્રોજેક્ટ લાયન’ની જાહેરાત કરી હતી. તો ગુજરાત સરકારે પણ ‘લાયન@2047 વિઝન ફોર અમૃતકાળ’ વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરાવ્યું છે. જેમાં સિંહના સંવર્ધન અને જતન માટેનું સુચારુ આયોજન તૈયાર કરાયું છે. ગુજરાતમાં રમાયેલી નેશનલ ગેમ્સમાં મેસ્કોટ તરીકે “સાવજ” જ્યારે મેઈક ઈન ઈન્ડિયાના લોગોમાં પણ સિંહનું ચિત્ર મુકવામાં આવ્યું છે. જે સિંહની લોકપ્રિયતાનો પુરાવો છે.

- Advertisement -

ગુજરાતમાં આઝાદી પૂર્વે એક સમયે જૂજ સંખ્યામાં પહોંચી ગયેલા સિંહની વસતી હવે વધી રહી છે. વર્ષ 2020ની ગણતરી મુજબ, ગુજરાતમાં સિંહની વસતી 674 થઈ છે. સિંહ હંમેશા નવા નવા વિસ્તારો શોધતો રહે છે. આ સ્વાભાવિક ક્રમમાં આગળ વધતાં, સિંહ ગીરના જંગલની સરહદો ઓળંગીને રાજકોટ જિલ્લાની હદમાં જોવા મળી રહ્યા છે.

રાજકોટ વન કચેરી પાસેથી મળેલી વિગતો મુજબ, વર્ષ 2020થી લઈને ૨૦૨૨ દરમિયાન રાજકોટ જિલ્લામાં 125થી વધુ વખત અલગ-અલગ સમયે સિંહ વિચરણ કરતા દેખાયા છે. જેમાં નવેમ્બર 2020થી જાન્યુઆરી 2021 દરમિયાન એક સાથે આઠ સિંહનું જૂથ જેતપુરના બાવા પીપળીયા, અકાળા, ખારચીયા, જેતલસર વગેરે પંથકમાં વિહાર કરતું જોવા મળ્યું હતું. આ સિવાય મોટા ભાગે એક, બે તથા ત્રણ-ત્રણ સિંહ વિહરતા જોવા મળ્યા છે. રાજકોટ જિલ્લામાં સિંહ ખાસ કરીને રાજકોટ ઉત્તરમાં સરધાર, જસદણના વિંછિયાના જંગવડ, પાંચવડા, ઉપલેટા, કોટડાસાંગાણી, જેતપુર, રાજકોટ દક્ષિણમાં સાંગણવા, ભાયાસર, લોઠડા, ધોરાજીમાં નાની પરબડી, છાડવાવદર, પીપળીયા, ભોળા, લોધિકાના જુની મેંગણી વગેરે વિસ્તારમાં વિહરતા દેખાયા છે. આ અંગે રાજકોટના નાયબ વનસંરક્ષક (સામાજિક વનીકરણ) તુષાર પટેલ જણાવે છે કે, જેતપુર, ગોંડલ, જસદણ, ધોરાજી, ઉપલેટા પંથકમાં વિહરતા સિંહ ક્યારેક રાજકોટના આજી વિસ્તાર સુધી પહોંચી જાય છે. સિંહના અભ્યાસુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજકોટ જિલ્લામાં જેતપુર પાસે ગીરનાર નજીકથી સિંહ આવતા હોય છે. ગોંડલ પંથકમાં અમરેલી સાથે જોડાયેલી સરહદ કુંકાવાવ, સુલતાનપુર, ભાદર તથા ખંભાલીડા વિસ્તારમાં સિંહની અવર-જવર જોવા મળી છે. જસદણ પંથકમાં અમરેલી જિલ્લાના બાબરા, કોટડાપીઠા વિસ્તારમાં સિંહોનું આવન-જાવન જોવા મળે છે. જ્યારે ધોરાજી, ઉપલેટા વિસ્તારમાં જુનાગઢથી સિંહો આવાગમન કરતા હોવાનું અનુમાન વ્યક્ત કરાયું છે.

- Advertisement -

તુષાર પટેલના જણાવ્યા પ્રમાણે, રાજકોટ-મોરબી જિલ્લાનો સંયુક્ત વન વિસ્તાર 35,000 હેક્ટર છે. આ વિસ્તારમાં કોઈ સિંહ પરિવારનો કાયમી વસવાટ નથી. પણ વિચરણ કરતા સિંહો અહીં આવી ચઢતા હોય છે ખરા, પરંતુ ફરી પાછા મૂળ વિસ્તારમાં જતા રહે અથવા તો ટ્રેકર(સિંહનો પીછો કરનાર) વળાવી દે છે. સિંહ ક્યારેય માણસ પર હુમલો નથી કરતો, તેનું મારણ નથી કરતો. ગીરના જંગલમાં ખેડૂતો, માલધારીઓ, લોકો સિંહ સાથે સહજીવનથી ટેવાઈ ગયા છે. પરંતુ રાજકોટ જિલ્લાના લોકો માટે હજુ સ્થિતિ નવી છે. આથી સિંહ દેખાય તો તેઓ ચિંતિત થઈ જાય છે કે ગભરાઈ જાય છે. દરેક ખેડૂતને ખેતરના પાકની ચિંતા હોય છે. આજે નીલગાયની સંખ્યા વધી છે. નીલગાય અને જંગલી ભૂંડ ખેતરોમાં ઘુસીને ઊભા પાકને નુકસાન પહોંચાડતા હોય છે, પરંતુ જે ખેતરોમાં સિંહની અવરજવર હોય ત્યાં આ બંને પ્રાણી ફરકતા નથી. તેઓ સિંહની ગંધથી જ દૂર રહે છે. આમ સિંહના કારણે વાડી-ખેતરના રક્ષણ થાય છે. સિંહ ક્યારેક પાલતુ પશુના શિકાર કરે છે પરંતુ આ કુદરતી ક્રમ છે. વનવિભાગ આ બદલ વળતર પણ ચૂકવતું હોય છે, એમ તેમણે ઉમેર્યું હતું.

તુષાર પટેલ વધુમાં જણાવે છે કે, રાજકોટ જિલ્લામાં જે જે વિસ્તારોમાં સિંહ દેખાય છે, ત્યાંના લોકોએ સિંહનું મહત્ત્વ જાણવું પડશે. ખેડૂતોને સિંહનું મહત્ત્વ સમજાવવા રાજકોટ વન વિભાગ દ્વારા છેલ્લા 5 વર્ષમાં 166 જેટલી કિસાન શિબિરો કરવામાં આવી છે, જ્યારે 53 જેટલી પ્રાકૃતિક શિક્ષણ શિબિર યોજીને વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા છે. જ્યારે મોરબીના નાયબ વન સંરક્ષક ચિરાગ અમીનના જણાવ્યા પ્રમાણે, રાજકોટ અને મોરબી રેન્જમાં સિંહનો કાયમી વસવાટ નથી. છતાં આ પંથકમાં આવી ચઢતા સિંહની અવરજવર પર નજર રાખવા જેતપુરમાં બે, ગોંડલમાં એક તથા જસદણમાં એક ટ્રેકર રાખવામાં આવ્યા છે.

સિંહના વસવાટની પ્રક્રિયા અંગે તેઓ જણાવે છે કે, સિંહ સામાન્ય રીતે નવા સીમાડાઓ શોધતા રહે છે. પછી ધીમે ધીમે તેના વસવાટનો વિસ્તાર વિકસે છે. હાલ દરિયાઈ પટ્ટીમાં ગાંડા બાવળ જોવા મળે છે, તે સિંહને સંતાવા માટે તથા વિસામા (હાઇડિંગ એન્ડ રેસ્ટિંગ)ના સલામત સ્થળ તરીકે જોવામાં આવ્યા છે. ભવિષ્યની સંભાવનાને ધ્યાનમાં રાખતાં, જસદણ તાલુકામાં 1500 હેક્ટરમાં ફેલાયેલું ઉમઠ ગ્રાસલેન્ડ તેમજ હાથસણી, ફુલજર, જંગલ વિસ્તાર તેમજ હિંગોળગઢ વિસ્તાર સિંહ વસવાટના પેચ તરીકે ડેવલપ થઈ રહ્યા છે. ભવિષ્યમાં સિંહનું સાહજિક સ્થળાંતર થાય ત્યારે આ વિસ્તાર ઉપયોગી થઈ શકે. તેમણે જણાવ્યું હતું કે, અહીં કરમદાના 100 ગ્રૂવ્સ ઉછેરવામાં આવ્યા છે. ઉપરાંત ઘાસનું ખુલ્લું મેદાન છે. પાણીના પૂરતા સ્થળો છે. જે સિંહના વસવાટ માટે યોગ્ય વાતાવરણ સર્જે છે.
10મી ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે “સિંહ માનવનો મિત્ર છે” એ સમજીને “માણસ પણ સિંહનો મિત્ર” બનીને તેના જતન-સંવર્ધનમાં સહભાગી બને એ જરૂરી છે.

You Might Also Like

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક

RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા

રાજકોટની ત્રણ સરકારી ઈંગ્લીશ મીડીયમ શાળાનું સંચાલન SNK ગ્રૂપ પાસે યથાવત રાખવા માંગ

માનવતાની મિસાલ : યાત્રા પૂર્ણ થયા બાદ સેવાભાવી લોકોએ વેરાયેલી ખીલી જાતે વીણીને રસ્તો કર્યો સુરક્ષિત

TAGGED: lion, MIGRATIONS, RAJKOTDISTRICT, worldlionday
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાહુલ ગાંધીએ લોકસભામાં મોદી સરકાર પર કર્યો આકરા પ્રહાર: તમે લોકોએ મણિપુરમાં ભારત માતાની હત્યા કરી
Next Article કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ભાષણ બાદ અભદ્ર વર્તનનો આરોપ: સ્મૃતિ ઇરાનીએ કહ્યું, આ એમના ખાનદાનના લક્ષણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો
મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક
શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?
RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?