ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ ફાયર ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે ફાયર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ફાયર સ્ટાફ દ્વારા આગને બુઝાવવામાં આવી હતી તથા રેસ્કયુ અને બચાવ કામગીરી સહિત મોકડ્રીલ યોજાઈ હતી. આ મોકડ્રીલ પૂરી થયા બાદ સિવિલ હોસ્પીટલના નર્સીંગ સ્ટાફ, ડોકટર્સ તથા અન્ય સ્ટાફ સહિત હાજર સામાન્ય જનતાને પણ ફાયર એક્સ્ટીંગ્યુશરની ટ્રેનિગ અને કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી.
વેરાવળ ફાયર વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ફાયર મોકડ્રિલ યોજાઇ
