માણસોને પરેશાન કર્યા બાદ હવે કોરોનાવાયરસને જાનવરોને પણ બક્ષ્યા નથી. જયપુર પ્રાણી સંગ્રહાલયમાં રહેતા ત્રિપુર નામના સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બુધવારે ભારતીય પશુ ચિકિત્સા અનુસંધાનના અધિકારીઓએ આ અંગે જાણકારી આપી છે. સિંહમાં વાયરસનો SARS-CoV-2 મળ્યો છે. ભારતીય પશુ ચિકિત્સા અનુસંધાનના સંયુક્ત ડાયરેક્ટર કેપી સિંહે કહ્યું કે જયપુરના પ્રાણી સંગ્રહાલયનો એક સફેદ સિંહ સહિત 2 સિંહ બીમાર હતા જે બાદ તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો.
તેમણે કહ્યું કે જયપુરથી 3 સિંહ, 3 ચીત્તા અને 1 પેન્થર સહિત કુલ 13 જાનવરોના સેમ્પલ લેવામાં આવ્યાં છે. તેમણે આગળ કહ્યું કે પંજાબના છતબીર પ્રાણી સંગ્રહાલયથી 3 ચીત્તા, 1 જંગલી બિલાડી અને 1 કાળા હરણના સેમ્પલ લેવામાં આવ્યા હતા આ ઉપરાંત બરેલીથી પણ એક કાળાં હરણના સેમ્પલ લેવામાં આવ્યા. આ તમામનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
- Advertisement -
કેપી સિંહે આશંકા જતાવી કે જે લોકો આ જાનવરોની દેખભાળ કરે ચે અને જેમનામાં કોરોનાના લક્ષણો જણાતા નથી એવા લોકોના કારણે આ જાનવરોમાં કોરોના ફેલાયો હોવાની સંભાવના છે. જ્યારે 4 મેના રોજ સીએસઆઈઆર-સેલુલર અને આણ્વિક જીવવિજ્ઞાન કેન્દ્રએ કહ્યું હતું કે હૈદરાબાદ પ્રાણી સંગ્રહાલયમાં આઠ એશિયા સિંહ કોરોના પોઝિટિવ આવ્યા છે


