ખાસ-ખબર સંવાદદાતા
જાપાન અજબ પ્રકારનું કલ્ચર ધરાવતો દેશ છે. વિવિધ પ્રકારના માહોલમાં કેવું વર્તન કરવું તે બાળકોને નાનપણથી જ શીખવવામાં આવે છે. શિસ્ત અને સમયપાલન પર ખૂબ ભાર મુકવામાં આવે છે. જો કે એ જાણીને નવાઇ લાગશે કે જાપાનમાં સ્માઇલ (સ્મિત) કેવી રીતે કરવું એના પણ કલાસ ચાલે છે. પોતાનું ચીર પરિચિત કેવું સ્મિત હોવું જોઇએ તેના વિશે સભાન થઇ રહયા છે. 6 વર્ષ પહેલા એક રેડિયો હોસ્ટ કેઇકો કવાનીને પોતાના ચહેરાના ભાવ ફિકા પડતા જતા હોવાનો અનુભવ થતો હતો.
આથી પોતાના સ્માઇલને જીવંત રાખવા માટે 2017માં સૌ પ્રથમ વાર સ્માઇલ કલાસ શરુ કર્યા હતા. જાપાનીઓ પ્રદૂષણથી બચવા માટે માસ્ક પહેરવાનો આગ્રહ રાખતા હોય છે. જો કે કોરોનાકાળ દરમિયાન અને પછી જાપાનીઓમાં મોંઢા પર માસ્ક પહેરવાનું ચલણ વધી ગયું હતું. સતત માસ્ક સતત પહેરવાથી માંસપેશીઓમાં તણાવ ઓછો થઇ ગયો હતો. ચહેરાના હાવભાવ બતાવવાનું પણ ભૂલી ગયા હતા આથી વધુ હાસ્ય, વધુ ખૂશી માટે ભૂલાઇ ગયેલું સ્મિત પાછું લાવવા પ્રયાસ કરી રહયા છે. આમ પણ નકાબ પોશ અવસ્થામાં હાવભાવ પકડી શકતા નથી. આથી જો માસ્ક પહેરેલું હોયતો પણ આંખોના હાવભાવ અને માંસપેશીઓના હલનચલન સાથેનું સ્મિત જાપાનીઓને જરુરી લાગે છે.
- Advertisement -
તેમનું એમ પણ માનવું છે કે હસવા માટે આંખોની નીચેની માંસપેશીઓ ખૂબજ મહત્વપૂર્ણ છે. કમજોર માંસ પેશીઓ લાગણીઓથી પ્રેરાઇને મુશ્ર્કરાહટ પેદા કરે છે. તેનાથી માથા પર થોડી કરચલીઓ પડે છે. ચહેરા પરની માંસપેશીઓને કસરત કે પ્રશિક્ષણ આપીને સ્મિત સુધારી શકાય છે. નર્સિગહોમ, કોર્પોરેટ કાર્યાલયોમાં અન્ય લોકો સાથે કેવી રીતે હસવું તે શિખવવામાં આવે છે. જોબ મેળવવા,જોબ સ્થળે લોકો પર સારો પ્રભાવ પાડવા અને લગ્ન માટેની લાયકાત વધારવા સ્માઇલ કલાસમાં જોડાય છે. જાપાનની એક જાણીતી આઇટી કંપનીએ પોતાના કર્મચારીઓ અને પરિવારો માટે એક સ્માઇલ ટ્રેનિંગ સેશન આયોજીત કરવામાં આવ્યું હતું.