-ભારત-ચીની સૈનિકો જયાં સામસામા છે તે હોટસ્પીંગ બનશે હોટ સ્પોટ
-વ્યુહાત્મક ચેંગ ચેમ્નો સેકટર સુધી સહેલાણી સુવિધા વધારવા તૈયારી
- Advertisement -
જમ્મુ-કાશ્મીર બાદ હવે લદાખ પણ એક સહેલાણી મથક તરીકે સૌથી લોકપ્રિય બની રહ્યું છે અને દર વર્ષે હજારો સહેલાણીઓ હિમાલયની ગોદથી ટોચ સુધીની સફરમાં લદાખને પસંદ કરે છે પણ આ સરહદ ચીન સાથેની હોટ બોર્ડર તરીકે ઓળખાય છે અને છેક મેચ્યુઅલ લાઈન ઓફ કંટ્રોલ જયાં બન્ને દેશોના સૈન્ય સામસામા છે તે બોર્ડર પોઈન્ટ પર જવાની મંજુરી નથી પણ ભારત સરકાર ટુંક સમયમાં જ હવે ઝીરો પોઈન્ટ કે જયાંથી ચીને કબજે કરેલા વિસ્તારોમાં તમો ‘નજર’ કરી શકો છો ત્યાં સુધી સહેલાણીઓને જવાની છૂટ મળશે જયાં તમો લ્નો બાઈકીંગ પણ કરી શકશો.
ભારત હવે બોર્ડર ટુરીઝમને પણ વેગ આપી રહ્યું છે અને તેથીજ છેક ગુજરાતથી લદાખ સુધીની સરહદો પર ટુરીસ્ટ સ્પોટ તૈયાર કરવામાં આવ્યા છે. હવે લદાખમાં જયાં પેટ્રોલીંગ પોઈન્ટ છે તે પાનગોંગ લેક જે પુર્વીય લદાખમાં આવેલું છે.
ત્યાં સુધી સહેલાણીઓને જવાની છૂટ આપવાની તૈયારી છે. આ માટે પ્રથમ તબકકામાં સહેલાણીઓને 18314 ફુટની ઉંચાઈએ આવેલા માર્સિમિક લા- કે જેને લંકાર-લા-(પાસ) તરીકે ઓળખવામાં આવે છે ત્યાં સોગસાલુ પોઈન્ટ સુધી જવાની છૂટ અપાશે જયાં ચેંગ ચેમો નદી પણ આવેલી છે.
- Advertisement -
જયારે બીજા તબકકામાં જયાં ભારત-ચીનના સૈનિકો હથિયાર વગર પણ સામસામા હાથમાં લોખંડના પાઈપ અને તેવા હથિયારો સાથે અનેક વખત ટકરાઈ પડે છે તે હોટસ્પીંગ જે સોંગ સુગથી પણ આગળ છે ત્યાં સુધી જવાની છુટ અપાશે. અહી 1959માં બોર્ડર રોડ પેટ્રોલીંગ પાર્ટીના 10 જવાનો શહીદ થયા હતા તેનું સ્મારક છે તે સ્થળ સુધી જઈ શકશે. ભારતીય સેનાએ મર્યાદીત સમય માટે અને પુરા કંટ્રોલ સાથે અહી સહેલાણીઓને જવાની છુટ આપી છે પણ તેમાં કોઈ પ્રાઈવેટ વાહનો કે તેને નહી હોય સેના જ આ માટે ખાસ ટ્રાન્સપોર્ટ કરશે.
લદાખનું તંત્ર પણ ઈચ્છે છે કે આ પ્રમાણે બોર્ડર ટુરીઝમને વેગ આપવાથી સ્થાનિક સ્તરે રોજગારી વધશે. જો કે આ ક્ષેત્રમાં હજુ કોઈ સીવીલ ઈન્ફ્રાસ્ટ્રકચર નથી તેથી આર્મીની મદદથી તેના માટે એક પ્લાન કરાશે.અહી સહેલાણી માટે ટોઈલેટ-મેડીકલ સુવિધા સેલ્ફી- નાના રેસ્ટોરા વિ. પણ ખોલશે જેથી સહેલાણી અહી 3-4 કલાક ગાળી શકશે.