પૂજા કગથરા
કબજિયાત એ મોટા ભાગે દરેક રોગોનું મૂળ કહી શકાય. કબજીયાતને લીધે શરીરમાં સતત બેચેની, સ્કીનના રોગો, પેટમાં દુ:ખાવો, માથું દુખવું વગેરે જેવી સમસ્યાઓ જોવા મળે છે.
મોટા ભાગે કબજીયાત થવાના 5 કારણો હોય છે.
અપૂરતો ફાઈબરયુક્ત ખોરાક.
શારીરિક પ્રવૃત્તિનો અભાવ હોવાના કારણે પેટના સ્નાયુઓની નબળાઈ
અયોગ્ય ખોરાક ચાવવાની રીત
પ્રોસેસ્ડ ફુડ, આલ્કોહોલ, કેફીટીન પીણાં ચા, કોફી, મેંદો, ક્ધફેકશનરી રીફાઈન્ડ ખોરાક તથા પ્રીઝરવેટીવ જેવા ખોરાકનો વધારે પડતો ઉપયોગ.
જમવાના સમયમાં અનિયમિતતા તથા ભાવનાત્મક તણાવ.
(1) દૂધી, પાલક, ફુદીનો, આદુનું સૂપ : શરીરને તંદુરસ્ત રાખી તેની શુદ્ધિ કરવા માટે આ જયૂશ આદર્શ ગણાય છે. આ સૂપ પાચન તંત્રને ઉત્તેજીત કરવામાં અને શરીરમાં ઓછાં થયેલા ખનિજ તત્ત્વને વધારવામાં પણ મદદરૂપ થાય છે. આ ઉપરાંત ફુદીનામાં રહેલું તેલ પાચન શક્તિ વધારવા માટે ઉપયોગી છે. આ સૂપ દરરોજ સવારે ભૂખ્યા પેટે લેવું જોઈએ અને તે લીધા પછી અડધી કલાક ભૂખ્યું રહેવું જોઈએ. આ રીતે આ સૂપ લેવાથી શરીરનો અપચો દૂર થાય છે.
(2) ઘી-ગોળ : ઘી એ ઈઝનસીયલ ફેટનો સારો સ્ત્રોત છે તથા ગોળ એ આયર્નનો સ્ત્રોત છે. જ્યારે ઘી અને ગોળ સાથે લેવામાં આવે છે ત્યારે તે પાચન ક્રિયાને સરળ બનાવે છે.
(3) તલ : તલ એ ફાઈબર, વિટામીન ઊ અને ફેટી એસીડનો મુખ્ય સ્ત્રોત છે. આ દરેક પાચનની ક્રિયાને સરળ બનાવે છે.
(4) ઙિીક્ષયત : સુકા પ્લ્મ્સ જેને ઙિીક્ષયત તરીકે ઓળખવામાં આવે છે. તેનો કબજીયાત માટેના કુદરતી ઉપાય તરીકે વ્યાપકપણે ઉપયોગ થાય છે. તેમાં ફિનોલિક સંયોજનો હોય છે. જે આંતરડામાં ફાયદાકારક બેકટેરિયાને ઉત્તેજીત કરે છે માટે ચયાપચયની પ્રક્રિયાને સરળ બનાવે છે.
(5) કાચા તથા સૂકા અંજીર : એક મધ્યમ કદના કાચા અંજીરમાં 1.6 ગ્રામ ફાઈબર હોય છે. જ્યારે સૂકા અંજીરમાં 7.3 ગ્રામ ફાઈબર હોય છે. જે રોજીંદી આવકનો લગભગ 30% છે. લગભગ સતત 2થી 3 મહીના રેગ્યુલર અંજીર લેવાથી કોલોનીકલ સંક્રમણ, સુધારેલ સ્ટુલ પેટની અગવડતામાં સુધારો થાય છે. અંજીરમાં રહેલું ફિકન નામનું એન્ઝાઈમ એ આંતરડામાં હકારાત્મક અસર કરે છે.
(6) સાઈટ્રસ ફળો : નારંગી, દ્રાક્ષ, કીવી જેવા સાઈટ્રસ ફળો એ ફાઈબરનો સ્ત્રોત છે. ઉદાહરણ તરીકે એક નારંગીમાં 3.1 ગ્રામ ફાઈબર હોય છે જે રોજની 13% જરૂરીયાત પૂરી કરે છે. સાઈટ્રસ ફળોમાં ફાઈબર એ પેકટીનથી સમૃદ્ધ હોય છે. પેકટીન કોલોનીક ટ્રાનિઝટ સમયને વેગ આપે છે અને કબજીયાત ઘટાડે છે. આ ઉપરાંત સાઈટ્રસ ફળોમાં નારીંજેનિન નામનું તત્ત્વ હોય છે તે કબજીયાત પર સાઈટ્રસ ફળોના સકારાત્મક પ્રભાવમાં ફાળો આપે છે પરંતુ આ સાઈટ્રસ ફળો તાજા ખાવાનું શ્રેષ્ઠ છે.
(7) પપૈયું : પપૈયામાં રહેલું પાપૈન એન્ઝાઈમ એ કબજીયાત દૂર કરવામાં ખૂબ મદદરૂપ છે. દરરોજ સવારે તાજુ કાપેલું લેવાથી તે પાચન તંત્રને અને તેના કાર્યને સરળ બનાવે છે.
(8) સક્કરિયા : સક્કરીયામાં કબજીયાતને દૂર કરવા માટે સારી માત્રામાં ફાઈબર હોય છે. એકદમ મીડીયમ કદના સક્કરીયામાં 3.8 ગ્રામ ફાઈબર હોય છે જે દરરોજની 15% જરૂરિયાતને પૂરી કરે છે. સક્કરીયામાં સેલ્યુલોઝ અને લીગ્રીનના સ્વરૂપમાં મોટેભાગે અદ્રાવ્ય ફાઈબર હોય છે. તેમાં દ્રાવ્ય ફાઈબર પેકટીન પણ હોય છે. કબજીયાતમાં રાહત મેળવવા માટે સક્કરીયાને બાફીને ખાવા જોઈએ.
(9) આમળા : આમળા એ ખૂબ ઉપયોગી ફળ છે. આમળા એ કબજીયાત માટેનો સૌથી શ્રેષ્ઠ કુદરતી ઉપચાર છે. આમળા એ વિટામીન ઈ એન્ટી ઓક્સીડેન્ટ, ફાઈબર તથા બીજી ઘણી બાયોલોજીકલ પ્રોપર્ટી ધરાવે છે જે ખૂબ લાંબા ગાળાની કબજીયાતમાં પણ ફાયદો કરે છે.
(10) એલોવેરા
એલોવેરામાં એન્ટી ઈન્ફલામેટરી પ્રોપર્ટી રહેલી છે. જે પેટને લગતાં દરેક રોગો માટે ઉત્તમ ગણાય છે. તે ચયા-પચયની ક્રિયાને સરળ બનાવે છે અને પેટ સાફ કરવામાં મદદ કરે છે.
(11) એરંડીયુ
એરંડીયુ એ આંતરડાની ગતીને ઝડપી બનાવે છે. તેમાં રહેલ રેસિનોલીક એસિડ એ કબજીયાતને દૂર કરવામાં મદદરૂપ છે.
ઉપર આપેલ દરેક ખોરાક ચયા-પચયની ક્રિયામાં સુધારો કરી કબજીયાત દૂર કરવામાં મદદ કરે છે.
આ ઉપરાંત કબજીયાતને દૂર કરવા માટે આપણી રોજીંદી લાઈફ સ્ટાઈલમાં સુધારો કરવો જોઈએ.
વધારે સમય ભૂખ્યા ન રહેવું, વધારે પડતો ખોરાક ન લેવો, ઋતુ અનુસાર સીઝનલ ખોરાક લેવો જોઈએ. પૂરતી ઉંઘ લેવી તથા ચિંતાઓ ન કરવી, સમયસર ભોજન લેવું. આ દરેક મુદ્દાઓ કબજીયાત નિવારણ માટે ઉપયોગી છે.


